23 Sep 22 : રાજકોટ માંથી અનેક જગ્યાએથી PGVCL નો વીજ વાયર ચોરી કરવાની ઘટના સામે આવી હતી. જેથી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ ચોરોને પકડવા વોરંટ ઇસ્યુ કર્યું હતી. પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરતાં વીજ વાયર ચોરી કરનાર પાંચ શખ્શોની ગેંગ ઝડપાઈ જેમની પાસેથી ૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

કુવાડવા રોડ પોલીસે તાજેતરમાં જ કાગદડી પાસેની વીજ વાયર ચોરી કરતી ગેંગના રાજકોટ તાલુકાના પીપીળીયા ગામ ના સુરેશ ચના રાતડીયા, સંત કબીર રોડ ગોકુળનગરના રવિ નરશી ગાંગળીયા, ગોંડલ તાલુકાના મોવૈયા ગામના વતની અને જસદણના રાણીંગપર ગામે રહેતા સુરેશ વિહા સોમાણી, ચોટીલા તાલુકાના રાજપરા ગામના રઘુ સામત દુધરેજીયા અને રાજકોટના ગઢકા ગામના વિજય વાલજી દુધરેજીયા નામના શખ્સોની રૂા.6 લાખની કિંમતના 1300 કિલો વીજય વાયર સાથે ધરપકડ કરી હતી. તમામની પાસા હેઠળ અટકાયત કરવા પીસીબીના પી.આઇ. એમ.બી.નકુમ અને અજય ભાઇ શુકલ સહિતના સ્ટાફે પાંચેય શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવા દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પાસાના વોરન્ટ ઇસ્યુ કર્યા હતા. કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. ભાર્ગવ ઝણકાંત, પીએસઆઇ મેહુલ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, અજીતભાઇ લોખીલ અને રોહિતદાન ગઢવીએ પાસા ના વોરન્ટની બજવણી કરી સુરેશ રાતડીયાને અમદાવાદ સાબરમતી જેલ, રવિ ગાંગળીયાને સુરત, સુરેશ સોમાણીને વડોદરા, રઘુ દુધરેજીયાને ભૂજ પાલારા જેલ અને વિજય દુધરેજીયાને મહેસાણા જેલ હવાલે કરાયા છે.

  • વીજબીલની ચૂકવણીના નામે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી છેતરપીંડી આચરવા ના કિસ્સાઓ, પોરબંદર PGVCL એ ગ્રાહકોને અપીલ કરી PGVCL માન્ય વેબ. પર જઇ ઓનલાઇન ચૂકવણી કરવા અનુરોધ કર્યો

23 Sep 22 : આજના આધુનીક યુગમાં છેતરપીંડીના કિસ્સાઓ પણ દિવસેને દિવસે નવા આવતા જઇ રહ્યાં છે. વીજ બીલ ચૂકવણીના નામે અથવા તો કેબીસી દ્વારા તમને ઇનામ લાગવા વગેરે જેવા લોકોને લોભામણી સ્કીમ આપી છેતર પીંડીના કેસો વધી રહ્યા છે. પોરબંદરમાં તાજેતરમાં જ હોસ્પિટલના ડોકટર સાથે પ૦ હજાર કરતા વધુની છેતરપીંડીનો બનાવ બન્યો હતો. પોરબંદર PGVCL દ્વારા લોકોને વીજબીલ ચૂકવણી માટે એપ્લીકેશન કે વેબસાઇટ દ્વારા આવા મેસેજ આવે તો ધ્યાન પર ન લેવા અપીલ કરવામાં આવી છે. PGVCL માન્ય જે વેબસાઇટ છે તે પર જઇ ઓન લાઇન વીજબીલની ચૂકવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

પોરબંદર સહિત રાજ્યભરમાં ઓનલાઇન છેતરપીંડીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ઓનલાઇન ઓર્ડર, ચૂકવણી, આકર્ષક સ્કીમ દ્વારા લોકોને લાલચ અથવા તો ભરમાવીને ગ્રાહકો સાથે છેતરપીંડી આચરવામાં આવી રહી છે.

પોરબંદરમાં થોડા સમય પહેલા જ દૂધની ડેરીમાં ઓર્ડર આપ્યા બાદ ચૂકવણીના સમયે છેતરપીંડી કરનાર શખ્સોએ ઓન લાઇન પૈસા પડાવ્યા હતા. આવા તો ઘણા કિસ્સાઓ બનતા હોય છે. તાજેતરમાં જ પોરબંદર સરકારી હોસ્પિટલના એક તબીબ સાથે વીજબીલ અપડેટના નામે એપ્લીકેશન ડાઉનલોન કરાવી ક્રેડીટકાર્ડના માધ્યમથી પ્રથમ પ૦ હજાર ત્યારબાદ વધુ ૧૦ હજાર કરતા વધુ રકમની ઓનલાઇન છેતરપીંડી આચરવામાં આવી હતી. શિક્ષિત યુવાનો, ડોકટરો જેવા લોકો પણ છેતરપીંડીનો શિકાર બની રહ્યાં છે. દેશ ડિઝિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે તેમાં ઓનલાઇન ફ્રોડના બનાવો પણ વધી રહ્યાં છે. જેથી લોકોએ ઓનલાઇન આપવામાં આવતી લોભ, લાલચોમાં પડવું નહીં. કારણ કે લાલચમાં ક્યાંક આપણે જ આપણા પૈસા ગુમાવી બેસીએ છીએ. હાલ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન છે પરંતુ તેનો સદ્ઉપયોગ અને દુરઉપયોગ બન્ને રીતે થાય છે.

લોકો વધુ પડતો સમય મોબાઇલમાં પસાર કરે છે જેથી ઓનલાઇન ફ્રોડના શિકારમાં લોકોને કેવી રીતે છેતરવા તે માટે આવા ઇસમો અલગ અલગ પેતરાઓ અજમાવી રહ્યાં છે. અલગ અલગ નંબરમાંથી કોલ આવે છે અને ફ્રોડનો શિકાર બન્યા બાદ ફોન કરવામાં આવે તો તે ફોન પણ લાગતો નથી. વીજબીલ અપડેટ કે ચૂકવણીના નામે તાજેતરમાં કિસ્સા ઓ વધ્યા છે તો હવે વોટ્સઅપ કોલમાં કેબીસીના નામે છેતરપીંડીનો શિકાર બનાવવા માટે આવા ઇસમો કોલ પણ કરી રહ્યાં છે. KBC ના નામે વોટ્સઅપ કોલમાં એવું કહે છે કે તમને કેબીસી તરફથી રપ લાખનું ઇનામ મળે છે.

આવી લાલચ માં લોકોએ પડવું જોઇએ નહીં. કારણ કે લાલચ આપીને આપણે અલગ અલગ ડોક્યુમેન્ટ નંબર અપડેટ કરીએ છીએ. જે સીધા જ ઓનલાઇન ફ્રોડ કરતા ઇસમો આપણા ખાતામાંથી પૈસા કપાવી લે છે અને સરળતાથી છેતર પીંડી આચરી રહ્યાં છે. નાગરીકોએ ઓનલાઇન ફ્રોડથી બનતા બનાવોથી ચેતવું જોઇએ. કારણ કે ઓનલાઇન ફોર્માલીટી પુરી કર્યા બાદ આવા લોકો તાત્કાલીક જે તે લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.