
27 Sep 22 : રાજકોટમાં ડ્રગ્સનું દૂષણ દિવસેને દિવસે વધતું જઇ છે. બમણું વેચાણ પણ એટલુંજ વધતું જાય છે. રાજકોટ શહેર એસ.ઓ.જી પોલીસ દ્વારા ૪ શખ્સોની ધરપ કડ કરવામાં આવી છે. જેમની પાસેથી ૨.૩૮ લાખના મેફેડ્રોન ડ્રગ્સનાકબ્જે કર્યા છે. અને કુલ મળીને ૨.૫૮ લાખનો મુદ્દમાલ પણ કબ્જે કાર્યો છે. હાલ પોલીસે આ ચારેય શખ્સોને બે દિવસ ના રિમાન્ડ પર લઈ વધુ પૂછતાછ હાથ ધરી છે.
વિગતો મુજબ SOG ના ઇન્ચાર્જ પીઆઇ વાય બી જાડેજા ની સુચનાથી એસ ઓ જી ની ટીમ સઘન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી આધારે આશાબાપીરની દરગાહ પાસે ભગવતીપરા શેરી.5માં જાહેર શૌચાલય પાસેથી મેફેડ્રોન ડ્રગ્સના ૨૩.૮ ગ્રામના જથ્થા સાથે રાજકોટના ટીપુ સુલતાન રફીક શેખ, મધ્યપ્રદેશના જાવેદખાન હમીદખાન પઠાણ, ફારૂક ફીરોજખાન પઠાણ અને આમીરખાન ઇલ્યાસખાનનો નામના શખ્સોની ધરપકડ કરી હતી પોલીસે આ શખ્સો પાસેથી એમડી ડ્રગ્સ અને મોબાઈલ મળી કુલ રૂ.૨.૫૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ચારેય શખ્સોને બે દિવસના ડિમાન્ડ પર લઈ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં તપાસ હાથધરી છે.
રાજકોટ – આધાર કાર્ડ કાઢવામાં બેંકો દ્વારા કરાતા ઠાગાઠૈયા ને પગલે પોસ્ટ ઓફિસ અને મહાનગરપાલિકામાં લોકોને હાલાકી
27 Sep 22 : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ), યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ હિંમતભાઈ લાબડીયા (એડવોકેટ), જિલ્લા નારી સુરક્ષા સમિતિના મહામંત્રી સરલાબેન પાટડીયા ની એક સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટમાં અમારી જાણ મુજબ બેંકોને આધાર કાર્ડની કામગીરી કરવાની હોય છે જેમાં SBI, UBI, HDFC સહિતની બેંકોને કરવાની થતી કામગીરી કેટલીક બેન્કોમાં આધાર કાર્ડ કાઢવા માટેની કામગીરી સદંતર બંધ કરી દેવામાં આવી છે. અને કાં તો એકાદ કલાકની જ કામગીરી કરે છે. અને પોસ્ટ ઓફિસોમાં પણ આ કામગીરી સમય મર્યાદા પહેલા આટોપી લેવામાં આવે છે તેવી ફરિયાદ મળી છે જેને પગલે આગામી વિધાનસભા ના મતદાનમાં પણ બેંકોની આડોડાઈને કારણે અસર પડી શકે છે અને પાંખું મતદાન થઈ શકે છે કારણ કે મતદાન કરતી વખતે સરકારી સ્લીપ તદુપરાંત રાજકીય પક્ષોની કાપલી હોય પરંતુ આઈ કાર્ડ જે એપિક કાર્ડ તરીકે માન્ય કરવામાં આવેલ છે. તેમાં કેન્દ્ર સરકારના ચૂંટણીપંચ દ્વારા માન્ય આધાર પુરાવામાં મતદાનમાં એપીક કાર્ડમાં જેનો સૌથી વધારે ઉપયોગ થાય છે એ આધાર કાર્ડની કામગીરી કરવામાં બેંકો દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવે છે જેની મતદાનમાં પણ અસર પડી શકે છે.
રાજકોટ શહેરમાં 80 ફુટ રોડ પર આવેલી ભક્તિનગર સર્કલ પાસેની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા માં છેલ્લા દોઢ માસથી કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવાની ફરિયાદ સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા ને મળતા તેઓ રૂબરૂ જતા આ બેંકમાં બહાર આધાર કાર્ડ માટેની કામગીરી ચાલુ છે ટોકન અપાશે તેવા બોર્ડ લાગેલા હોવાથી સવારે લાઈન થાય છે પરંતુ બેંક જ્યારે સવારે 10:00 વાગે ખુલે ત્યારે લોકોને ઘસીને ના પાડી દેવાય છે. કે આધાર કાર્ડ ની કામગીરી બંધ છે. આ સીલસીલો છેલ્લા 45 દિવસથી ચાલુ છે. જે પગલે ગજુભા એ બ્રાન્ચ મેનેજરને અને જિલ્લા કલેકટરને યુનિયન બેન્કના આસીસ્ટન્ટ જનરલ મેનેજર ને આધારકાર્ડ બંધ હોવાને પગલે લેખિત ફરિયાદ કરી કયા કારણથી કામગીરી બંધ કરવામાં આવેલ છે. તેની સ્પષ્ટતા અને પુનઃ આધાર કાર્ડ ની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે જે બાબતની લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે અને જે પગલે જિલ્લા કલેકટર કચેરી દ્વારા તપાસના આદેશો કરાયા છે અને બ્રાન્ચ મેનેજરને આધાર કાર્ડ કામગીરી બંધ હોવાની સ્પષ્ટતા અને ક્યારે શરૂ કરવામાં આવે તે અંગે ખુલાસો પૂછી ફરિયાદ કરનાર ગજેન્દ્રસિંહ ને પણ ને જાણ કરવા આદેશ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે બેંકોમાં આધાર કાર્ડ ની કામગીરી બંધ કરાવતી હોવાને પગલે રાજકોટ મહાનગરપાલિકા અને શહેરની પોસ્ટ ઓફિસમાં લાંબી લાઈનો થાય છે અને ત્યાં પણ ટોકન પ્રથા હોવાને પગલે લોકોને આધાર કાર્ડ કામગીરીમાં સુધારા વધારા કે નવી કામગીરી માટે કલાકો સુધી તપ કરવું પડે છે. ભારે હાલાકી વેઠવી પડે છે તે જગ જાહેર છે જે પગલે આગામી વિધાનસભાની ચૂંટણી ને ધ્યાનમાં લઇ શહેરની તમામ પોસ્ટ ઓફિસ અને તમામ બેન્કોમાં આધાર કીટો મુકાવી તાત્કાલિક આ અંગે હંગામી ધોરણે કોમ્પ્યુટર ઓપરેટરોની ભરતી કરી આધાર કાર્ડ ની કામગીરી વેગવાન બનાવવા અને જે પોસ્ટ ઓફિસ કે બેંક આ કામગીરી કરવામાં ઠાગાઠૈયા કરે તેવી બેન્કો સામે અને પોસ્ટ ઓફિસો સામે જિલ્લા કલેકટર અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ લાલ આંખ કરે તેમ અંતમાં ઝાલા, લાબડીયા અને પાટડીયા ની યાદીમાં જણાવ્યું છે.
રાજકોટમાં નોરતા શરૂ થઈ ગયા છે ત્યારે રાજકોટમાં જુગારની મોસમ જામી છે. રાજકોટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા
27 Sep 22 : નોરતાના તહેવારમાં જુગારની મોસમ જામી. રાજકોટમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા રાજકોટમાં નોરતા શરૂ થઈ ગયા છે ત્યારે રાજકોટમાં જુગારની મોસમ જામી છે. રાજકોટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા હતાં શહેરના નાનામૌવા મેઇન રોડ પર આવેલી લક્ષ્મીનગર શાક માર્કેટ નજીર જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને તેમજ રેસકોર્ષના બગીચાની અંદરથી એક શખ્સને મોબાઇલ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સો શહેર પોલીસે ઝડપી લીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ શહેરના નાનામૌવા મેઇન રોડ નજીક લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે ઘોડીપાસાનો જુગાર ખેલતા લલીત દેવજીભાઇ ચુડાસમા, વિજેન્દ્ર ધીરજલાલ ગોહેલ, ક્ષત્રપાલ ડાયાભાઇ સોલંકી, મહેન્દ્ર ઉર્ફે પેટી દિનેશભાઇ સુરાણી અને મહેશગીરી રૂગનાથગીરી ગૌસ્વામી નામનાખેલાડીઓને માલવીયાનગર પોલીસે રૂ. ૧૩,૫૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. જયારે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજાએ રેસકોર્ષના બગીચામાં પાસેથી તેના મોબાઇલમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો પર હારજીતનો જુગાર રમતો ગાંધીગ્રામ સોસાયટી શેરી નં.૮માં રહેતો જીજ્ઞેશ જહાભાઇ જોગરાણા નામના શખ્સને રૂ. ૧૦ હજારની કિંમતના મોબાઇલ સાથે ઝડપી લીધો છે.