રાજકોટ – પાંચ વર્ષ પૂર્વ હત્યાના ગુનાંહની આખરે સજા મળી,પાંચ વર્ષની સજા મળી

18 Nov 22 : રાજકોટમાં પાંચ વર્ષ અગાઉ એક વ્યક્તિ પુત્રને ગળું આપી મારમાર્યો હતો ત્યારે તેમને રોકવા અને ઠપકો આપવા ગયેલ વૃદ્ધ પર કાર ચડાવી દઈ હત્યા કરી હતી જેનો કેસ કોર્ટમાં ચાલતા આરોપીને પાંચ વર્ષની જેલની સજા અને ૨૫ હજારનો દંડ થયો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટ તાલુકાના હોડથલી ગામે રહેતા રાજેશભાઈ ઉર્ફે કાળુભાઈ પાંચાભાઇ જાદવ નામનો યુવાન પાંચ વર્ષ પૂર્વે પોતાના ગામમાં દિનેશભાઈ નાગજીભાઈની દુકાને હતો ત્યારે આરોપી આશિષ મનસુખભાઈ તોગડીયાએ રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવને ગાળો ભાંડી ઘરે જવાનું કહેતા રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવે ગાળો દેવાની ના પાડી ઘરે જવા નીકળ્યો હતો તે વખતે આરોપી આશિષ તોગડિયાએ રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવને પાછો બોલાવી પથ્થર વડે માર માર્યો હતો.

આ અંગે રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવે પોતાના પિતા પાંચાભાઇ પુજાભાઈ જાદવને વાત કરતા પિતા પુત્ર આશિષ તોગડીયાને ઠપકો આપવા ગયા હતા ત્યારે આશિષ તોગડિયાએ ઉશ્કેરાઈ જઈ કાર પાંચાભાઇ જાદવ ઉપર ચડાવી દઈ કચડી નાખી રોડ ઉપર ઢસડતા ગંભીર ઈચ્છા પહોંચત પાંચાભાઇનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.જ્યારે પુત્ર રાજેશ ઉર્ફે કાળુને ઇજા પહોંચાડી નાસી છૂટ્યો હતો. આ અંગે રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવે આજીડેમ પોલીસ મથકમાં આરોપી આશિષ મનસુખ તોગડીયા વિરુદ્ધ હત્યા અને એટ્રોસીટી એકટની કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મારામારી હત્યા અને એટ્રોસીટી એકટના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસ સેશન્સ અદાલતમાં ચાલવા ઉપર આવતા કોર્ટે સરકાર પક્ષે રોકાયેલા સરકારી એડવોકેટ બિનલબેન રવેશીયા એવી દલીલ કરી હતી. કે સરકાર પક્ષે સાહેદોને તપાસવામાં આવ્યા છે. ફરિયાદી કોર્ટમાં ફરિયાદ મુજબની જુબાની આપે છે. આરોપીએ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહેલ તે પણ જુબાનીમાં જણાવે છે. ફરિયાદી પોતે ઇજા પામનાર અને નજરે જોનાર સાહેદ છે. ફરિયાદી કોર્ટમાં રૂબરૂ મુદ્દામાલ અને આરોપીને ઓળખી બતાવે છે.બનાવ સ્થળે એફએસએલ અધિકારીએ કરેલી ચકાસણીમાં કારના બંને સાઈડના કાચ તૂટેલા અને કારની બંને સાઈડમાં માટી ચોંટેલી હતી. તેમજ ડોક્ટરની જુબાની પણ મૃતક વૃદ્ધનું મૃત્યુ ઢસડવાથી થયું હોવાની જુબાની તહોમતનામાને પુરવાર કરે છે. જેવી દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ પટેલે ગુનામાં આરોપી આશિષ મનસુખ તોગડીયાને તકસીરવાન ઠેરવી મનુષ્ય સાપરાધ વધના ગુનામાં પાંચ વર્ષની કેદ અને રૂપિયા ૨૫ હજાર નો દંડ ફટકારતો હુકમ કર્યો છે આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ બિનલબેન રવેશીયા રોકાયા હતા.

વધુમાં વાંચો… એન્કાઉન્ટર બાદ પકડાયો નિધિની હત્યાનો આરોપી, પગમાં લાગી ગોળી, પોલીસે રાખ્યું હતું ઈનામ

લખનઉના નિધિ ગુપ્તા હત્યા કેસમાં ફરાર આરોપી સુફિયાનની લખનઉ પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. એન્કાઉન્ટર દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી હોવાની માહિતી સામે આવી છે. લખનઉ પોલીસનું દુબગ્ગા વિસ્તારમાં સુફિયાન સાથે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન તેને પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે ઘાયલ થયો હતો. આરોપી સુફિયાન પર 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પીડિતાના પરિજનોએ આરોપી સુફિયાન પર નિધિને છત પરથી નીચે ફેંકવાનો આરોપ લગાવ્યો હતો. નિધિ ગુપ્તાના મોત બાદ લખનઉ પોલીસ સુફિયાનની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી હતી. આ મામલે સતત તપાસ ચાલી રહી હતી. ફોનના છેલ્લા લોકેશન પરથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. સ્થળ દુબગ્ગા વિસ્તારનું હતું. પોલીસ લોકેશન પર પહોંચતા જ સુફિયાને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સાથેના આ અથડામણ દરમિયાન પોલીસે તેને પગમાં ગોળી મારી અને તેની ધરપકડ કરવા માં આવી.

હકીકતમાં, 19 વર્ષીય નિધિના બોયફ્રેન્ડ સુફિયાન પર તેને ચોથા માળેથી નીચે ફેંકવાનો આરોપ છે. પ્રેમ પ્રકરણના કારણે પ્રેમીએ નિધિને નીચે ફેંકી દીધી હતી, જેનું સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં મોત નીપજ્યું હતું. આ મામલે લવ જેહાદનો એંગલ પણ સામે આવ્યો છે. પોલીસે પરિવારજનોની ફરિયાદ પરથી સુફિયાન સામે ગુનો નોંધ્યો હતો. કેસ નોંધ્યા બાદ આરોપીની સતત શોધખોળ ચાલી રહી છે. આ ઘટના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારના બસંત કુંજ યોજના સેક્ટર એચની છે. સુફિયાન પર હતું 25 હજારનું ઈનામ.પોલીસ કમિશનરેટ લખનઉએ અગાઉ કહ્યું હતું કે કલમ 302 અને 3/5(1) હેઠળ આરોપી સુફિયાન વિશે માહિતી આપનારને 25,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ માટે લખનઉ પોલીસ કમિશનરેટ દ્વારા નંબર પણ જારી કરવામાં આવ્યો હતો. જોકે, હવે પોલીસે લોકેશન ટ્રેસ કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃતકની માતાની ફરિયાદના આધારે સુફિયાન સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here