
23 Dec 22 : કળીયુગના હાજરાહજુર દેવ હનુમાનજી મહારાજની રાજકોટ શહેરમાં પ્રથમ વખત હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન તારીખ ૨૭થી ૧ જાન્યુઆરી સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે . જેમાં સાળંગપુરધામના હરિ પ્રકાશદાસજી સ્વામી તેમના મુખેથી શ્રોતાગણોને હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવશે.અત્યારે યુવાનોમાં વેસ્ટર્ન કલ્ચરનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા માટે તેમજ આજના યુવાનોને ભારતીય સંસ્કૃતિથી માહિતગાર કરવા માટે રાજકોટ શહેરમાં પ્રથમ વખત હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે .
આ આયોજન પાછળનો મુખ્ય હેતુ સર્વ સમાજને સાથે રાખીને ચાલવાનો છે . તેમજ દરેક સમાજના લોકોમાં દેશદાઝ પ્રજવલીત કરવાનો છે . સાથે જ ખોટા માર્ગે જઈ રહેલા યુવાનોને સાચા રસ્તે લાવવાનો છે . કથાના પ્રારંભ પૂર્વે આગામી તારીખ 24 ના રોજ મોરબી રોડ ઉપર આવેલી મધુવન સ્કુલ , કાલાવડ રોડ ઉપર આવેલી આત્મીય યુનિવર્સિટી , ગોંડલ રોડ ઉપર આવેલી પી.ડી.એમ. કોલેજ , રૈયા રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક , સોરઠીયા વાડી સર્કલ , પાળ ગામે આવેલી સર્વોદય સ્કુલ તેમજ રૈયા રોડ ઉપર આવેલી ન્યુ એરા સ્કુલ સહિતના સાત સ્થળોએથી સાંજે પાંચ કલાકે એકી સાથે હનુમાનજીના રથ સાથે રાજમાર્ગો ઉપર નિયંત્રણ રેલી નિકળશે . જે નિમંત્રણ રેલી સાંજે 7.30 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડમાં પૂર્ણ થશે . આ ઉપરાંત નિમંત્રણ રેલીમાં ડીજેના તાલ અને પુષ્પવર્ષા સાથે સ્વયંસેવકો શહેરના રાજમાર્ગો ઉપર ફરશે . આ ઉપરાંત નિમંત્રણ રેલીમાં આવનારા તમામ મંદિરોમાં જઈને મંદિરના પુજારીઓને નિમંત્રણ પાઠવશે . દરેક સ્થળોએ ઉપર નિમંત્રણ રેલીનું આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વાગત અને સન્માન કરાશે . ે રેસકોર્સમાં આવેલા કથા સ્થળે મેઈન સ્ટેજ 45 * 80 ફૂટનું રહેશે . તેમજ સ્ટેજ ઉપર 28 * 10 ફૂટની બે વિશાળ એલઈડી સ્ક્રીન લગાવાઈ છે . તો સ્ટેજની એક તરફ રાષ્ટ્રધ્વજ અને બીજી તરફ ધર્મધ્વજ રહેશે . તેમજ વ્યાસપીઠના પાછળના સ્થાને 26 * 26 ફૂટની હનુમાનજી મહારાજનું વિશાળ કટઆઉટ રાખવામાં આવ્યું છે . તેમજ કથા સ્થળ ઉપર મધ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરની આભિભૂતી કરાવતું મંદિર બનાવાયું છે . આ ઉપરાંત શ્રોતાગણો માટે 12 * 20 ફૂટની 7 જેટલી વિશાળ એલઈડી સ્ક્રીન મુકવામાં આવી છે. કથાના પ્રારંભ પૂર્વે દરરોજ સાંજે 7.30 થી 8.30 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં દિલ્લી અને જયપુરની ટીમ દ્વારા ગણપતિ વંદના , ભારતમાતા વંદના , શિવતાંડવ , રામ દરબાર , રાધાકૃષ્ણ રાસ સહિતના કાર્યક્રમો રજુ કરશે . તેમજ કથાના દિવસો દરમયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી શ્રોતાગણોને તરબોળ કરશે.
તારીખ 27 ડિસેમ્બર , 2022 થી તારીખ 1 જાન્યુઆરી , 2023 ના રોજ યોજાનારી આ શ્રી ચાલીસા યુવા કથાનો પ્રારંભ સાંજે 8.30 કલાકથી રાત્રીના 11.30 કલાક સુધીનો રહેશે . જેમાં વ્યાસપીઠે સાળંગપુર ધામના હરિપ્રકાશદાસજી સ્વામી બિરાજી શ્રોતાગણોને કથાનું રસપાન કરાવશે . તેમજ કથા દરમયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે . યુવાનો તથા શ્રોતાગણોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જન ગણ મન … ગાઈને કરવામાં આવશે . તેમજ પૂર્ણાહૂતિમાં વંદે માતરમ ગીત ગાવામાં આવશે.
વધુમાં વાંચો…ચૂંટણી પૂરી થઈ ગયા છતાં ગોંડલ-રીબડા વચ્ચે વિવાદ સમ્યો નથી
ગોંડલ વિધાનસભા મત વિસ્તારની ટિકિટના મુદે ગોંડલ અને રીબડા જુથ્થ વચ્ચે થયેલા મનદુ:ખ ચૂંટણી પુરી થયા બાદ પણ સમ્યુ ન હોય તેમ ફરી ચૂંટણીના મુદે જ બઘડાટી બોલતા મોડીરાતે પોલીસના ધાડેધાડ ઉતારવામાં આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ટેકેદારે પૂર્વ ધારાસભ્યના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા તેમના બે પુત્ર અને અન્ય પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે રિબડા ખાતે જયરાજસિંહ જાડેજા દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જયરાજસિંહ દ્વારા બોલાવવામાં આવેલા આ સંમેલનમાં યુવાનો અને મહિલાઓને સ્ટેજ પર બોલાવીને મહિલાઓ પર થયેલા અત્યાચાર થયાના મહિલાઓએ ખુલાસા કર્યા હતા.
રિબડામાં મહિપતસિંહ દ્રારા ગેરવર્તન કરી અને ટોચર કરી ધાક ધમકીઓ આપવામાં આવે છે. ગાડીઓ અમારા વિસ્તારમાં રાખી અને ધમકાવે છે તેવા આક્ષેપો જયરાજસિંહના સંમેલનમાં કરવામાં આવ્યા હતા. વધુમાં આક્ષેપો થયા હતા કે,”ગામમાં પાણી હોવા છતાં પાણી આપતા નથી મહિપતસિંહ અમારા પર ત્રાસ ગુજારે છે. રિબડામાં યુવાનોને પણ ત્રાસ આપે છે તેવા અમારી પાસે અનેક પુરાવા છે. અમો ભાજપ સાથે જોડાયેલા છે એ માટે અનિરૂધસિંહ અને મહિપતસિંહ અમોને ધમકાવે છે મતદાન પણ ભાજપ તરફી કરવું તેવી અમને ધાક ધમકી આપવામાં આવી હતી. અમારા યુવાનોના જમીન પ્લોટમાં કબ્જા કરી વેચી મારવાના ધંધા કરે છે. અમે જે ધંધા રોજગાર કરીયે છીએ એમાં પણ અમને મોટા પાયે નુકસાન કરાવે છે.” વધુ આક્ષેપો કરતા સંમેલનમાં જણાવ્યું હતું કે રાજદીપસિંહ અમોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. અમારી જમીનના ભાવ એ લોકો નક્કી કરે અમે ન સ્વીકારીએ તો અમોને ધાક ધમકીઓ આપે છે. યુવાનોએ મોટા આક્ષેપ કર્યા કે અનિરુદ્ધસિંહે અમારી જમીનો મફતના ભાવે પચાવી લીધી છે.