22 Aug 22 : સાતમ આઠમની રજામાં ૩ લખથી પણ વધુ રાજકોટવાસીઓએ માણી રામવન અને પ્રદ્યુમન પાર્કની મજા. રામવનમાં ૨૮ ઓગસ્ટ સુધી ફ્રીમાં પ્રવેશ હોવાથી લાખો લોકોએ રામવનની મુલાકાત લીધી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 47 એકર જમીનમાં રૂ. 13.77 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રામવન-અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ ગત તા.17/ના રોજ રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ.

લોકાર્પણ બાદ તા.28 સુધી રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરેલ. જેના અનુસંધાને તા.18 થી તા.21 દરમ્યાન સાતમ આઠમના તહેવારોના પ્રસંગે અંદાજે 2 લાખથી વધુ લોકોએ રામવનની મુલાકાત લીધેલ. હજુ તા.28 સુધી નિ:શુલ્ક પ્રવેશ આપનાર છે. વિશેષમાં, રાજકોટ મનપા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. હાલ જન્માષ્ટમીના તહેવારોના અનુસંધાને ઝૂ ખાતે રાંધણ છઠ થી દસમ સુધીના (તા.17 થી તા.21 સુધી) પાંચ દિવસમાં કુલ 68,000 સહેલાણીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.17,66,765/-ની આવક થયેલ છે.

તહેવારોને ધ્યાને રાખી ગત શુક્રવાર જન્માષ્ટમીના દિવસે પણ ઝૂ મુલાકાતીઓ માટે શરૂ રાખવામાં આવેલ હતુ. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ઝૂ ખાતે ત્રણ માસ પહેલા જન્મ થયેલ 02 સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવેલ. આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. રામવન આગામી તા.28/08/2022 સુધી નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવેલ હોય. શહેરીજનોને લાભ લેવા પદાધિકારીઓએ અપીલ કરેલ છે.

  • રાજકોટવાસીઓનું પોતાના ઘરનું સપનું થશે સાકાર: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

22 Aug 22 : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈસ્ટ ઝોન ખાતે સ્માર્ટ ઘર-5 અને 6 (પાર્ટ)ના 1 ના નિર્માણ પામેલ 590 આવાસો તથા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર વિસ્તારમાં ખાલી રહેલ 100 પ્રકારના આવાસના ફોર્મ 22/08/2022 સુધી મેળવવા તથા પરત કરવાની મુદ્દત આપવામાં આવેલ. જે વિશેષ તા.23/08/2022થી 30/08/2022 સુધી ફોર્મ મેળવી  પરત  કરવાની સવલત આપી ઓન લાઈન પણ આવાસનું ફોર્મ ભરી શકાશે.

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધ કામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મનપા દ્વારા ઈસ્ટ ઝોનમાં ભગવતીપરા મેઈન રોડ, જયપ્રકાશ નગરની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ સ્માર્ટ ઘર-5 અને 6 (પાર્ટ)ના અને બીજા 590 આવાસ તથા રેલનગર વિસ્તારમાં મુખ્ય મંત્રી આવાસ યોજના હેઠળ અગાઉ બનાવવામાં આવેલા અને હાલ ખાલી પડેલ 100 આવાસોનો લાભાર્થીઓ લાભ લઈ શકે તે માટે રાજકોટ મનપા દ્વારા 22/08/2022 સુધી મેળવવા તથા પરત કરવાની મુદ્દત આપવામાં આવેલ. જે વિશેષ તા.23/08/2022થી 30/08/ 2022 સુધી ફોર્મ મેળવી શકશે અને વિગત ભરીને પરત કરી શકાશે.

ઈસ્ટ ઝોનમાં ભગવતીપરા મેઈનરોડ જય પ્રકાશ નગર આવાસ ની કિંમત રૂ.3 લાખ અને ફોર્મ સાથે રૂ. 3000 ડીપોઝીટ કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.3.00 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.1.00 લાખ થી 2.50 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે. આ યોજનામાં હયાત આવાસ જે હાલતમાં છે તે જ હાલતમાં સ્વીકારવાના રહેશે. આ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં રહેતા લોકો જ આ આવાસ યોજનાના ફોર્મ ભરી શકશે. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસમાં અંદાજીત 45.00 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

આવાસ યોજનાના ફોર્મ શહેરની ICICI બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગર પાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.100 રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.50 આપવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી સાંજે 03:00 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે 11:00 થી બપોરે 03:00 વાગ્યા સુધીનો રહેશે. રાજકોટ મહાનગર પાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.