ભારતીય બજારમાં રોનક પરત ફરી, વિદેશી રોકાણકારોએ બનાવી નાખ્યો આ રેકોર્ડ

ભારતીય શેરબજાર (Indian Share Market) ની સ્થિતિમાં થઈ રહેલા સુધારાની અસર વિદેશી રોકાણકારો (Foreign Investors) ના ટ્રેન્ડમાં પણ જોવા મળી રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (Foreign Portfolio Investors) છેલ્લા 14 દિવસથી ભારતીય ઈક્વિટીમાં ચોખ્ખા ખરીદદાર બની રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ભારતીય બજારમાં એફપીઆઈ (FPI Buying) દ્વારા આ સૌથી લાંબી સતત ખરીદી છે.
કેટલો મજબૂત થયો નિફ્ટી50
બજારના મોટા રોકાણકારોમાંના એક નિલેશ શાહ (Nilesh Shah) એ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, છેલ્લા 14 દિવસમાં એફપીઆઈ (FPIs) એ ભારતીય બજારમાં 2.74 બિલિયન ડોલર અથવા લગભગ 22,579 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી છે. તે જ સમયે, આ 14 દિવસ દરમિયાન નિફ્ટી50 લગભગ 3 ટકા વધ્યો છે. આ 14 દિવસોમાં 10 સેશનમાં નિફ્ટી 50 તેજી સાથે બંધ થયો છે.
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટના શાહે જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોને આકર્ષવાનું મુખ્ય કારણ મ્યુચ્યુઅલ ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડના કારણે FPIsને લાગે છે કે ભારતીય બજારમાંથી બહાર નીકળવું સરળ છે, પરંતુ એન્ટ્રી કરવી મુશ્કેલ છે.
કામ આવી રહ્યો છે RBIનો ઉપાય. એપ્રિલમાં ભારતીય બજારમાં FPIsના વેચાણ પર બ્રેક લાગી હતી અને તેઓ ખરીદીના માર્ગ પર પાછા ફર્યા છે. તેના માટે ઘણા ફેક્ટર્સ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. રિઝર્વ બેંકે ગયા વર્ષના મે મહિનાથી વ્યાજ દરોમાં સતત વધારો (RBI Repo Rate Hike) અટકાવી દીધો છે. દેશમાં છૂટક મોંઘવારી દરમાં થયેલો ઘટાડો સૂચવે છે કે આગામી સમયમાં પણ વ્યાજ દરો સ્થિર રહેશે. તેનાથી FPIને પ્રોત્સાહન મળ્યું છે.
આ ફેક્ટર પણ કરી રહ્યા છે સપોર્ટ
આ સિવાય માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટની સિઝને પણ સેન્ટિમેન્ટને સુધારવામાં મદદ કરી છે. માર્ચ ક્વાર્ટર માટે કંપનીઓના ત્રિમાસિક પરિણામો બજારની અપેક્ષાઓ સાથે સુસંગત છે અને અત્યાર સુધી કોઈ મોટો આંચકો આવ્યો નથી. યુએસ ફેડરલ રિઝર્વે પણ વ્યાજદરમાં વધારો નહીં કરવાનો સંકેત આપ્યો છે. આ તમામ કારણોને લીધે FPIs ભારતમાં ખરીદદાર બન્યા છે અને તેના કારણે એપ્રિલ મહિનામાં નિફ્ટી લગભગ 5 ટકા સુધી ઉછળી શક્યો હતો.

વધુમાં વાંચો… વોડાફોન આઈડિયાને નથી મળી રાહત, ટ્રાઈના દંડ પર રોક લગાવવા પર હાઈકોર્ટનો ઈનકાર
બ્રિટિશ ટેલિકોમ કંપની વોડાફોન (Vodafone) ને ઘણા વર્ષો જૂના એક કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) એ વોડાફોનની બે કંપનીઓ પર દંડ લગાવવાના ટેલિકોમ રેગ્યુલેટરી ટ્રાઈના નિર્ણયમાં દખલ થવાનો ઈન્કાર કરી દીધો છે. ટ્રાઈ (TRAI) એ ઇન્ટર-કનેક્ટિવિટી સંબંધિત જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ વોડાફોનની બે કંપનીઓ પર 1,050 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેને વોડાફોન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આ કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈએ રિલાયન્સ જિયો ઈન્ફોકોમ (Reliance Jio Infocomm) ને ઈન્ટર-કનેક્ટિવિટી સર્વિસ આપવાનો કથિતપણે ઈન્કાર કરવા બદલ વોડાફોનની આ બે કંપનીઓ પર આ દંડ લાદવાની ભલામણ કરી હતી. આ સુવિધા વોડાફોન અને જિયો વચ્ચેના ઇન્ટર-કનેક્ટિવિટી એગ્રીમેન્ટ હેઠળ આપવાની હતી, જેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હતું.
વોડાફોન દ્વારા 21 ઓક્ટોબર, 2016ના રોજ જારી કરાયેલા આ નિર્દેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચુકાદો આપતી વખતે ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે જણાવ્યું કે, ટ્રાઈ દ્વારા લગાવવામાં આવેલા દંડને ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે ટીડીસેડ (TDSAT) માં પણ પડકારવામાં આવ્યો છે. ટીડીસેટ (TDSAT) TRAI એક્ટ હેઠળ ઉદ્ભવતા તમામ વિવાદોના સમાધાન માટે અધિકૃત છે. ખંડપીઠે જણાવ્યું કે, જો દિલ્હી હાઈકોર્ટ આ અંગે હસ્તક્ષેપ કરશે તો તે ટીડીસેટ (TDSAT) સુનાવણી પર પ્રતિકૂળ અસર કરશે. આ કારણોસર, કોર્ટે વોડાફોન મોબાઈલ સર્વિસ લિમિટેડ (Vodafone Mobile Services Ltd) અને વોડાફોન આઈડિયા લિમિટેડ (Vodafone Idea Ltd) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
2016માં ટ્રાઈએ વોડાફોનની બંને કંપનીઓ પર દંડ લાદવાની ભલામણ કરી હતી. તેના પછી, 29 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ કેન્દ્ર સરકારે વોડાફોનની આ કંપનીઓ પર દંડ લાદવાનો આદેશ પસાર કર્યો હતો. સેલ્યુલર મોબાઈલ ટેલિફોન સર્વિસીસ રૂલ્સ, 2009 અને બેઝિક ટેલિફોન સર્વિસીસ રેગ્યુલેશનની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો હતો. તેમાંથી વોડાફોન આઈડિયા લિમિટેડ પર 950 કરોડ રૂપિયા અને વોડાફોન મોબાઈલ સર્વિસ લિમિટેડ પર 100 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here