એસટી બસોમાં સરધારના ભાડા રુ. ૨૨ને રુ. ૩૦ વસુલી ચલાવતી ઉઘાડી લૂંટ !

16 Dec 2021 : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, લોક સંસદ વિચાર મંચના લીગલ એડવાઈઝર એડવોકેટ ઇન્દુભા રાઓલ, હિતાક્ષીબેન વડોદરિયા, ધીરુભાઈ ભરવાડ, ચંદ્રેશભાઇ રાઠોડ, સરલાબેન પાટડિયા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા ની એક સંયુક્ત જણાવે છે કે રાજકોટ થી ભાવનગર તરફ જતા સરધાર ગામે તારીખ 10 થી તારીખ 18 સ્વામિનારાયણ મંદિર સરધાર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ થી સરધાર ના એસ ટી ભાડામાં ખુલ્લે આમ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. તેવી ફરિયાદ કોંગ્રેસ આગેવાનને મળી છે.

વાતચીત નો ઓડિયો

પ્રાપ્ત વિગતો મુજબ જસદણ ડેપોની સવારે 8:30 વાગે ઉપડશે રાજકોટ મોઢુકા બસમાં સરધાર ખાતેનું કાયદેસર નું ભાડું 22 ને બદલે રૂપિયા 30 વસુલી ટિકિટ આપવામાં આવે છે. તેવી મળેલી ફરિયાદના પગલે જસદણ ડેપો મેનેજર ભાવનાબેન ને કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા એ ફરિયાદ કરતા તેઓએ જણાવ્યું કે સરધાર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યાં સુધી જ વધુ ભાડું વસૂલવામાં આવશે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે વધુ ભાડું વસુલ કરી ઉઘાડી લૂંટ ચલાવવાનો આદેશ કોનો છે. સરધાર ખાતે ઓર્ડિનરી એક્સ્ટ્રા બસો મુકવામાં આવે છે તેમાં રુ. ૩૦ ભાડું વસુલે તો એ વ્યાજબી છે પરંતુ રૂટીન જે બસો ચાલી રહી છે તેમાં સરધાર થી અવર જવર કરતા મુસાફરોને વધુ ડામ શા માટે ? ડેપો મેનેજર પૂછવામાં આવ્યું કે વધુ ભાડું વસૂલ કરવા અંગે કોઇ લેખિત આદેશ કરેલ છે ત્યારે તેઓએ કહ્યું હા લેખિત આદેશ હોય જ ને ડેપો મેનેજરને એ આદેશની નકલ વોટ્સ એપ કરવા ગજુભા એ જણાવતા ડેપો મેનેજર ગેંગે-ફેફે થયા હતા અને જણાવ્યું હતું કે સરધાર નો મહોત્સવ પૂર્ણ થયે રૂટિન ભાડું વસૂલવામાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ સેવાનું માધ્યમ છે ત્યારે વધુ ભાડું વસૂલી શકાય નહીં જ્યારે આ બાબતે જવાબદાર કોણ ? કંડકટર પાસે રહેલ મશીન માં સ્ટેજ કેરેજ મુજબ ટિકિટ નીકળતી હોય છે. ત્યારે કાયદેસર રૂપિયા 22 ની ટિકિટ મળવી જોઈએ પરંતુ રૂપિયા 30 ની ટિકિટ નીકળતી હોય ત્યારે જસદણ ડેપો ના ડેપો મેનેજર કે આ રૂટની ચાલતી બસ કંડક્ટર મશીન સાથે ચેડા કરેલ છે કે કેમ ? તે તપાસનો વિષય છે. શું ડેપો મેનેજરે ડેપોની આવક વધારવા આ પ્રકારની કરામત કરેલ છે કે કેમ ? રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે બી કલોતરા ને આ અંગે ફરિયાદ કરતા તેઓ તપાસ કરી યોગ્ય કરાશે એવી ખાતરી આપી હતી. સાથો સાથ જણાવ્યું હતું કે અમો એસટી ચલાવીએ છીએ એટલે સરધાર નું ભાડું ઓછું લઈએ છીએ પરંતુ ખાનગી ટ્રાવેલ્સ ખાનગી વાહનો રૂપિયા ૧૦૦ વસૂલતા હોય છે તેવી શેખી મારી હતી. એટલે રૂપિયા 22 ના બદલે રૂપિયા 30 વસૂલવા વિભાગીય નિયામકની સંડોવણી છે કે કેમ ?

સરધાર ખાતે તારીખ 10 થી એસ.ટી.ના ભાડા અંગે થયેલી ઉઘાડી લૂંટ અંગે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી ને લોક સંસદ વિચાર મંચના અને કોંગ્રેસના આગેવાનોએ ફરિયાદ કરી આ બાબતે કસૂરવાર અધિકારીઓ સામે નિયમ અનુસાર કડક પગલાં ભરવા અપીલ કરી છે.