જંતર-મંતર પર અડધી રાતે થયો હોબાળો, કુસ્તીબાજોએ લગાવ્યો પોલીસ પર મારપીટ કરવાનો આરોપ, વાંચો સમગ્ર ઘટનાક્રમ

04 May 23 : જંતર-મંતર પર કુસ્તીબાજોના ચાલી રહેલા ધરણામાં બુધવારે રાત્રે ભારે હોબાળો થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને કેટલાક પોલીસકર્મીઓ વચ્ચે કથિત રીતે ઝપાઝપી થઈ. એટલું જ નહીં, કુસ્તીબાજોએ પોલીસકર્મીઓ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. આ ઝપાઝપીમાં કેટલાક પ્રદર્શનકારીઓને માથામાં ઈજાઓ પણ થઈ છે. બુધવારે રાત્રે બનેલી ઘટના બાદ વિનેશ ફોગાટે હવે જાહેરાત કરી છે કે કુસ્તીબાજો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીતેલા તમામ મેડલ પરત કરશે. હકીકતમાં, 23 એપ્રિલથી જંતર-મંતર પર કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે અને તેની ધરપકડની માંગ કરી રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઝપાઝપી રાત્રે 11 વાગ્યે જંતર-મંતર પર થઈ હતી. તેની પાછળનું મુખ્ય કારણ ફોલ્ડિંગ બેડ હતું. વાસ્તવમાં, વરસાદને કારણે ગાદલા ભીના થઈ ગયા હતા, તેથી ફોલ્ડિંગ બેડ ધરણા સ્થળ પર લાવવામાં આવી રહયા હતા. જ્યારે પોલીસકર્મીઓએ તેમને રોક્યા તો આ આખો હંગામો શરૂ થયો. કુસ્તીબાજોના કહેવા પ્રમાણે, પોલીસકર્મી ઓએ તેમની સાથે ગેરવર્તણૂક કરી અને મહિલા કુસ્તીબાજો સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી. મીડિયા સાથે વાત કરતા વિનેશ ફોગટ રડી પડી, તેમણે કહ્યું, જો તેઓ અમને મારવા માંગતા હોય તો અમને મારી નાખે. બીજી તરફ પોલીસનો દાવો છે કે AAP નેતા સોમનાથ ભારતી તેમના સમર્થકો સાથે બેડ લઈને પહોંચ્યા હતા. તો ત્યાં જ બજરંગ પુનિયાએ દાવો કર્યો કે અમે બેડનો ઓર્ડર આપ્યો હતો. અમે તેમને અંદર લાવી રહ્યા હતા. જ્યારે મારામારી થઈ ત્યારે AAP નેતા સોમનાથ ભારતી ત્યાં ન હતા.

કુસ્તીબાજોએ પોલીસ પર લગાવ્યો દુર્વ્યવ્હારનો આરોપ : બીજી તરફ પોલીસ પર આરોપ લગાવતા પૂર્વ કુસ્તીબાજ રાજવીરે કહ્યું કે, વરસાદને કારણે અમારા ગાદલા ભીના થઈ ગયા હતા, તેથી અમે સૂવા માટે ફોલ્ડિંગ બેડ લાવી રહ્યા હતા, પરંતુ પોલીસે તેને મંજૂરી આપી ન હતી. નશામાં ધૂત પોલીસકર્મી ધર્મેન્દ્રએ વિનેશ ફોગાટને ગાળો આપી અને અમારી સાથે મારપીટ કરી. તેઓએ અમને મારવાનું શરૂ કરી દીધું. બજરંગ પુનિયાના સાળા દુષ્યંત અને રાહુલને માથામાં ઈજા થઈ છે. પોલીસે ડોક્ટરોને સ્થળ પર પહોંચવા ન દીધા. મહિલા કોન્સ્ટે બલ પણ અમારી સાથે ગેરવર્તન કરી રહી હતી. વિનેશ ફોગાટે કહ્યું કે, પોલીસકર્મીઓએ મારી સાથે ગેરવર્તન કર્યું અને ધક્કા-મુક્કી કરી. આ સમયગાળા દરમિયાન ત્યાં કોઈ મહિલા પોલીસકર્મી પણ ન હતી. પુનિયાની પત્ની સંગીતા ફોગાટે દાવો કર્યો હતો કે પોલીસકર્મીઓએ તેની સાથે ધક્કા-મુક્કી કરી. બજરંગ પુનિયાએ ખેડૂતો અને તેમના નેતાઓને વિરોધ સ્થળ પર પહોંચવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, દિલ્હી પોલીસની ગુંડાગીરી હવે નહીં ચાલે. અમે ખેડૂતોને અહીં મોટી સંખ્યામાં ભેગા થવા બોલાવીશું. ટ્રેક્ટર હોય કે ટ્રોલી, ગમે તે મળે, બસ અહીં આવી જાઓ. અમે હવે આ સહન નહીં કરીએ.

કુસ્તીબાજોએ પોલીસ કમિશનરને લખ્યો એક પત્ર : મહિલા રેસલર વિનેશ ફોગાટે દિલ્હીના પોલીસ કમિશનરને ફરિયાદ પત્ર લખી પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. વિનેશે ફરિયાદમાં જણાવ્યું કે, વરિષ્ઠ ACP ધર્મેન્દ્રએ ધરણા કરી રહેલા કુસ્તીબાજોને જંતર-મંતર ખાલી કરવા માટે પણ ધમકાવ્યા. વિનેશે સિનિયર એસીપી ધર્મેન્દ્ર પર પોતાને ગંદી-ભદ્દી ગાળો આપવાનો આરોપ પણ લગાવ્યો છે અને પોલીસ કમિશનરને તમામ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પોલીસે આ આરોપો પર શું કહ્યું : ડેપ્યુટી કમિશનર પ્રણવ તયાલે કહ્યું કે, AAP નેતા સોમનાથ ભારતી ફોલ્ડિંગ બેડ લઈને પહોંચ્યા હતા. સોમનાથ ભારતીએ આ માટે પરવાનગી લીધી ન હતી. આના પર દિલ્હી પોલીસે તેમને રોક્યા હતા. પોલીસકર્મીઓ દ્વારા રોકવામાં આવ્યા બાદ ત્યાં હાજર સોમનાથ ભારતીના સમર્થકો ઉશ્કેરાઈ ગયા અને ટ્રકમાંથી બેડ બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેમણે જણાવ્યું કે આ પછી નજીવી તકરાર થઈ જેના પછી ભારતી અને અન્ય બેને કસ્ટડીમાં લેવામાં આવ્યા. ડીસીપી તાયલે વધુમાં જણાવ્યું કે કુસ્તીબાજોને ફરિયાદ નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે અને પોલીસકર્મીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે જેઓ “નશામાં” હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. અન્ય એક પોલીસકર્મીએ જણાવ્યું, કેટલાક લોકોએ ધરણા સ્થળ પર ફોલ્ડિંગ બેડ લાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે પોલીસકર્મીઓએ તેમને પૂછ્યું તો તેઓ આક્રમક બની ગયા અને ધરણા કરી રહેલા કુસ્તીબાજો પણ તેમની સાથે જોડાયા ગયા. તેમણે ખોટી રીતે એક પોલીસકર્મીને રોક્યો અને તેના પર નશામાં હોવાનો આરોપ લગાવ્યો. જ્યારે આવું નહોતું. પોલીસ તૈનાત કરવામાં આવી છે, હવે સ્થિતિ નિયંત્રણમાં છે. કોઈ પણ પ્રદર્શનકારીઓ સાથે મારપીટ થઈ નથી.

તમામ મેડલો પરત કરવાની કરી જાહેરાત : વિનેશ ફોગાટે જાહેરાત કરી કે કુસ્તીબાજો તેમના તમામ મેડલ પરત કરશે. દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલીવાલ હડતાળ પર ઉતરેલા કુસ્તીબાજોને મળવા પહોંચી હતી. સાથે જ કુસ્તીબાજોએ ખેડૂત સંગઠનોને ધરણા સ્થળ પર પહોંચવાની અપીલ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું છે કે તેઓ કુસ્તીબાજોના સમર્થનમાં પંચાયત યોજશે. પીડિત કુસ્તીબાજોને ટેકો આપવા ગુરુવારે સવારે જંતર-મંતર પહોંચેલા દિલ્હી કમિશન ફોર વુમન (DCW)ના વડા સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે તેમને ધરણા સ્થળ પર પ્રવેશ કરવા દેવામાં આવ્યો નથી. સ્વાતિ માલીવાલે કહ્યું, “કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે અમને કહ્યું કે તેઓને હેરાન કરવામાં આવ્યા, અને એવા પોલીસ અધિકારીઓ હતા જેઓ નશામાં હતા અને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. હું તેમની સુરક્ષાને લઈને ચિંતિત છું. દિલ્હી પોલીસ બ્રિજ ભૂષણને કેમ બચાવી રહી છે? દિલ્હી પોલીસ તેમની ધરપકડ કેમ નથી કરી રહી?. કુસ્તીબાજો 23 એપ્રિલથી ધરણા કરી રહ્યા છે. આ પહેલા 18 જાન્યુઆરીના રોજ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યું હતું. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ અને કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી, અભદ્રતા, પ્રદેશવાદના ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે, ખેલ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજોએ તેમના ધરણા ખતમ કરી દીધા હતા. ત્યારે ખેલ મંત્રાલયે કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. હવે ત્રણ મહિના બાદ કુસ્તીબાજો ફરીથી ધરણા કરી રહ્યા છે. કુસ્તીબાજોએ હવે સમિતિ પર જ સવાલો ઉઠાવ્યા છે.

વધુમાં વાંચો… ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓની ગલી ક્રિકેટ, સ્થાનિક યુવાનો સાથે ક્રિકેટ રમતા વીડિયોએ મચાવી ધૂમ
હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝન ચાલી રહી છે, જેમાં ગુજરાતની ટીમ ગુજરાત ટાઈટન્સે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાત ટાઈટન્સ હાલ આઈપીએલ ના પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમે અત્યાર સુધી 9 મેચ રમ્યા છે, જેમાંથી 6માં જીત હાંસલ કરી છે. ત્યારે આવતીકાલે ગુજરાત ટાઈટન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થવાનો છે. આ પહેલા ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મહાત્મા મંદિર પાસે એક મેદાનમાં સ્થાનિક યુવાનો સાથે ગલી ક્રિકેટ રમ્યા. જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચો રમાઈ રહી છે. ત્યારે એક મેચ દરમિયાન ગુજરાત ટાઈટન્સની ટીમ ગાંધીનગરના મહાત્મા મંદિર પાસેની એક હોટેલમાં રોકાઈ હતી. તે સમયનો એક વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખેલાડીઓ મહાત્મા મંદિર પાસે આવેલા એક મેદાનમાં સ્થાનિક યુવાનો સાથે ગલી ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે. હળવાશની પળોમાં હોટેલમાંથી બહાર નીકળેલા ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ સામાન્ય લોકોની જેમ નજીકના મેદાનમાં ક્રિકેટ રમતા સ્થાનિક યુવાનો સાથે ક્રિકેટ રમતા નજરે પડ્યા હતા. ગુજરાત ટાઈટન્સના ત્રણ ખેલાડી રાશિદ ખાન, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદ કેઝ્યુઅલ વેરમાં સ્થાનિક યુવાનો સાથે ક્રિકેટ રમી બેટિંગ અને બોલિંગ કરી હતી. ફેન્સે ખેલાડીઓની સાદગીને ખૂબ પસંદ કરી. આઈપીએલના સ્ટાર ખેલાડીઓને અચાનક મેદાનમાં જોઈ ત્યાં ક્રિકેટ રમી રહેલા સ્થાનિક યુવાનો પણ ચોંકી ઊઠ્યા હતા ને તેમણે પણ ખેલાડીઓ સાથે ક્રિકેટ રમી હતી. ત્યારે હવે ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ ખેલાડીઓની સાદગીને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ લાઇક્સ મળી રહ્યા છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વધુમાં વાંચો… હરિયાણાના ગુરુગ્રામથી એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાની જ 9 વર્ષની માસૂમ દીકરી પર એટલો અત્યાચાર કર્યો કે તેની ખોપરીનું હાડકું તૂટી ગયું. એટલું જ નહીં તેના પર ગરમ દૂધ પણ ફેંક્યું
હરિયાણાના ગુરુગ્રામથી એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાની જ 9 વર્ષની માસૂમ દીકરી પર એટલો અત્યાચાર કર્યો કે તેની ખોપરીનું હાડકું તૂટી ગયું. એટલું જ નહીં તેના પર ગરમ દૂધ પણ ફેંક્યું. આ વ્યક્તિ પર તેની પત્ની સાથે મારપીટ કરવાનો પણ આરોપ છે. ભોંડસી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા આરોપીએ તેની પત્ની અને પુત્રીને કેમ માર માર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસે રફા-દફા કરી દીધો હતો કેસ. આરોપ છે કે છોકરીના નાનાએ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે કેસને રફા-દફા કરી દીધો હતી, પરંતુ બાદમાં છોકરીની માતાની ફરિયાદના આધારે બુધવારે ભોંડસી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, “મારા પતિએ મને અને મારી પુત્રીને માર માર્યો હતો. તેણે મારી પુત્રી પર ગરમ દૂધ પણ ફેંક્યું. મારી પુત્રી ગંભીર રીતે દાઝી ગઈ અને માથામાં ઈજા થઈ. મારા પિતાએ પોલીસની મદદ માટે 112 પર ફોન કર્યો હતો, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. તેના બદલે, તેણે મારા પતિ સાથે કોઈ સમજૂતી કરીને મારા પિતાની સંમતિ વિના કેસ બંધ કરી દીધો.”

બાળકીનો સીટી સ્કેન રિપોર્ટ સામે આવ્યો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાળકીના સીટી સ્કેન રિપોર્ટમાં તેની ખોપરીના પાછળના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાના બે અઠવાડિયા પછી, ભોંડસી પોલીસ સ્ટેશનમાં છોકરીની માતાની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી. તપાસ અધિકારી સહાયક સબ-ઇન્સ્પેક્ટર રોશનીએ જણાવ્યું કે, “અમે એફઆઇઆર નોંધી લીધી છે અને અમે આરોપીને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” 7 વર્ષની બાળકીને સગી ફોઈ આપતી હતી દર્દનાક સજા. આ પહેલા તાજેતરમાં જ દિલ્હીના આરકે પુરમ વિસ્તારમાંથી આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યાં સાત વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. એક સગી ફોઈએ સાત વર્ષની બાળકીને દત્તક લીધી હતી અને દત્તક લીધાના પહેલા જ દિવસથી તેણીને ત્રાસ આપી રહી હતી. જ્યારે શાળાના શિક્ષકે પ્રથમ વર્ગની બાળકીના શરીર પર ઈજાના ઘણા નિશાન જોયા તો તેણે પોલીસને જાણ કરી. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી અને બાળકીની મેડિકલ તપાસ કરાવી તો તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું કે યુવતીના શરીર પર 18થી વધુ ઈજાના નિશાન હતા. આરોપી નર્સ બાળકીની ફોઈ છે અને તેણે બાળકીને દત્તક લીધી હતી.

વધુમાં વાંચો… “બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ પ્રસ્તાવ નથી”: કર્ણાટક ઘોષણાપત્ર પર બોલ્યા કોંગ્રેસના નેતા
કોંગ્રેસના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધના ઉલ્લેખ સામે સંઘ પરિવારના જોરદાર વિરોધ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી એમ. વીરપ્પા મોઈલીએ બુધવારે જણાવ્યું કે તેમની પાર્ટી સત્તામાં આવશે તો બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાનું કોઈ સૂચન નથી. ઉડુપીમાં પત્રકારોને સંબોધતા, તેમણે કહ્યું કે નફરતની રાજનીતિ સામે સુપ્રીમ કોર્ટના કડક અવલોકનોની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસે મેનિફેસ્ટોમાં બજરંગ દળ જેવા સંગઠનો સામે કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો.

મોઈલીએ કહ્યું કે રાજ્ય સરકારોને આવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી. તેમણે કહ્યું, “હવે સરદાર વલ્લભભાઈ પટેલની પૂજા કરનાર ભાજપ ભૂલી જાય છે કે પટેલે એક સમયે આરએસએસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ જવાહરલાલ નેહરુએ પાછળથી આ નિર્ણયને રદ કરી દીધો હતો.” મોઈલીએ કહ્યું, “નફરતની રાજનીતિ પર સુપ્રીમ કોર્ટનું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે. આને ધ્યાનમાં રાખીને અમે અમારા મેનિફેસ્ટોમાં તેનું વર્ણન કર્યું હતું, પરંતુ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનો અમારો કોઈ ઈરાદો નથી. કેરળ કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે આજે સ્પષ્ટ કરી દીધું છે.” દરમિયાન, મેંગલુરુમાં પત્રકારોને સંબોધિત કરતી વખતે, કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન હનુમાનની એક સંસ્થા સાથે તુલના કરીને ભગવાન હનુમાનના ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેમણે ભગવાન હનુમાન વિશેની વાંધાજનક ટિપ્પણી માટે વડાપ્રધાન પાસેથી માફી માંગવાની માંગ કરી. તેમણે કહ્યું, ‘પ્રધાનમંત્રીને બજરંગબલીનું અપમાન કરવાનો અધિકાર કોઈએ આપ્યો નથી. તેમણે કોઈ વ્યક્તિ કે સંસ્થા અને ભગવાન હનુમાન વચ્ચે સરખામણી કરવા બદલ કન્નડીગાની માફી માંગવી જોઈએ.’

વલ્લભે કહ્યું કે, કોંગ્રેસ એવી વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે પગલાં લેવા પ્રતિબદ્ધ છે જેઓ સમાજમાં વિભાજનના બીજ વાવે છે અને નફરત ફેલાવે છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કોંગ્રેસ પર સવાલોનો મારો ચલાવ્યો છે. તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર બજરંગ દળનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ એમ પણ પૂછ્યું કે શું બજરંગ દળ આતંકવાદી સંગઠન છે?

વધુમાં વાંચો… ડમી પત્રકાર આશિષ કણજારીયાની પૂછપરછમાં થયા ચોંકવનારા વધુ ખુલાસાઓ
અમદાવાદના ડમી પત્રકાર એવા આશિષ કણજારીયા સામે આરટીઆઈ કરી સ્કૂલો સંચાલકોને ધમકાવી રુપિયા પડાવવાના મામલે પૂછપરછમાં કેટલાક ખુલાસાઓ સામે આવ્યા છે.

આશિષ સ્કૂલ પાસેથી ટ્રસ્ટના એકાઉન્ટમાં રુપિયા જમા કરાવતો હતો. આશિષે મિલના માલિક પાસેથી બંગલાના નામે ડાઉન પેમેન્ટ માટે પણ રુપિયા પડાવ્યાનો ખુલાસો થયો હતો. આશિષે છેલ્લા 9 વર્ષથી પુત્રના સ્કૂલની ફી ન ભરી હોવાનો ખુલાસો પૂછપરછમાં સામે આવ્યો છે. પોલખોલ યુટ્યુબ ચેનલ નામે શાળાઓમાંથી ખંડણી વસૂલનારા આશિષ કણજારીયા વિરુદ્ધ 3 જેટલી ફરીયાદો નોંધાઈ છે. આશિષે પોતાની ઓળખ આરટીઆઈ કાર્યકર્તા, વાલી મંડળના પ્રમુખ અને પોલ ખોલ ટીવીના સંપાદક તરીકે આપીને ધમકાવી ખંડણી ઉઘરાવતો હતો ત્યારે આ મામલે હાલ પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે તેમાં કેટલીક વિગતો સામે આવી રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં અન્ય કેટલાક ખુલાસાઓ પણ સામે આવી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આશિષ કણજારીયા અને તેમના પરીવારમાં પત્નીના બેંક ખાતાની પણ પોલીસ દ્વારા પછપરછમાં વિગતો માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત આશિષ કણજારીયયાની વેબસાઈટ રજીસ્ટ્રેશન અંગેની પણ માહિતી માંગવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here