28 Aug 22 : વડોદરા શહેરના ફતેહગંજ બ્રિજ નીચે આવતી જતી મહિલાઓને ગંદા ઇશારા કરતી રોડ રોમિયો ત્રિપુટીને ફતેગંજ પોલીસ મથકની મહિલા સી ટીમે વોચ ગોઠવી ઝડપી પાડી હતી.આ અંગેની વિગત એવી છે કે, ફતેગંજ પોલીસ મથકની સી ટીમ દ્વારા ગઈકાલે રોડ રોમિયો માટે વોચ ગોઠવી, કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફતેહગંજ બ્રિજ નીચે ત્રણ શખ્સ આવતી જતી મહિલાઓને જોઈ બીભત્સ વર્તન કરતા નજરે ચડ્યા હતા. દરમ્યાન મહિલા પોલીસ સાદા ડ્રેસમાં ત્યાંથી પસાર થતા ત્રિપુટીએ અભદ્ર ભાષામાં વાત કરી ચેનચાળા કર્યા હતા. જેથી વોચમાં ગોઠવાયેલ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓ મુસ્તકીમ સમીમભાઈ સૈયદ  તરસાલી) વિક્રમ કનુભાઈ ચૌહાણ (ખોડીયાર) નગર અને ઇન્દ્રપાલસિંગ સતીશસિંહ ચૌહાણ ( ડભોઈ રોડ ) હોવાનું બહાર આવ્યું હતું. ફતેગંજ પોલીસે આરોપીઓની જી.પી.એ. એક્ટ 110 હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • વડોદરા – નાગરવાડા વિસ્તારમાં 15 લાખની કિંમતના સામાનની ચોરી સાથે NRI ની દુકાન પચાવી પાડી !

28 Aug 22 : વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ દુકાનનો 15 લાખની કિંમત ધરાવતો સામાન અને અગત્યના દસ્તાવેજ ચોરી 3 શખ્સો એ દુકાન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે એનઆરઆઈ વૃદ્ધે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે .અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાબતે કારેલી બાગ પીઆઈએ ફરિયાદીની રજૂઆત ન સાંભળી હોવાનું પણ જણાવ્યું છે.

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ દુકાનનો 15 લાખની કિંમત ધરાવતો સામાન અને અગત્યના દસ્તાવેજ ચોરી 3 શખ્સોએ દુકાન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે એનઆરઆઈ વૃદ્ધે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે .અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાબતે કારેલીબાગ પીઆઈએ ફરિયાદીની રજૂઆત ન સાંભળી હોવાનું પણ જણાવ્યું છે.આ અંગેની વિગત એવી છે કે ,NRI અને શહેરના અજીતાનગર ખાતે મકાન ધરાવતા નીતિન ભાઈ ડાયાભાઈ પટેલની નાગરવાડા વિસ્તારમાં દુકાન આવેલ છે.

તેમણે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે કે, પટેલ ફળિયાના નાકે નાગરવાડામાં રહેતા મોહમ્મદ હનીફ આગેવાન તેમજ અહેમદ મુસાભાઇ – સુરત માંગરોળના મોહમ્મદ ઈસ્માઈલ રાવતએ દુકાનમાં ચોરી કરી દુકાન પચાવી પાડવાના હેતુથી ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી છે. ફરિયાદી નીતિન પટેલના પિતા ૧૯૬૬માં લકી મેન્શનમાં ભાડા પેટે દુકાન રાખી ગુજરાત ટ્રેકટર કોર્પોરેશનના નામે ધંધો કરતાં હતાં. ફરિયાદી તથા તેમના મોટા ભાઈ વર્ષ 2013 દરમિયાન અમેરીકા ગયા છે. તે સમયેમકાનના ઓરીજનલ ડોકયુમેન્ટસ, ભાડા પાવતી ધંધાને લગતા કાગળો તીજોરી તેમજ કબાટો, અન્ય સામાન મળીને આશરે રૂ. 15 લાખનો સામાન દુકાનમાં હતો. તબીયતના દુરસ્ત હોવાના કારણે ફરિયાદી વર્ષ 2021 દરમિયાન વડોદરા આવ્યા હતા. સાતમી ઓગસ્ટના રોજ દુકાનના તાળા તૂટયા હતા.વધુમાં જણાવ્યું હતું કે જીવનભરની સાચવેલી મીલકત આરોપીઓએ પડાવી લીધી છે.

આ બાબતે કારેલીબાગ પો.સ્ટેશનના પી.આઈને જાણ કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ પી.આઈ.એ રજુઆત સાંભળી ન હતી. જેથી પોલીસ કમિશનરને રજૂઆત કરવાની ફરજ પડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,ગઈકાલે યુવતી ઉપર હુમલાના બનાવવામાં પણ વાડી પોલીસે યોગ્ય કલમો નહિ લગાવ્યું હોવાના આક્ષેપ થયા છે.