RTI-05,RTE-09, RCPS ACT-13.. એક આશિર્વાદ વરદાન

13 Feb 22 : આરટીઆઇ એકટ હેઠળ અરજી કરી પુરાવા એકત્ર કરો અને આરસીપીએસ એકટની મદદ લો અને ફરિયાદ નીવારણ અઘિકારી અધિકારીને ફરિયાદ નોંધાવી દો. ફરિયાદ નોંધાવી એની પાકી રસીદ મેળવી લો.

૩૦ દિવસમાં નિકાલ કરવામાં આવે નહીં તો “”ફરિયાદ નિવારણ અધિકારી””સામે RCPS ACT ના ભંગ સબબ મુકરર સત્તા અધિકારી ને ફરિયાદ નોંધાવી દો.

જો એ જાહેર સેવક યોગ્ય રીતે કારવાહી ના કરે તો રાજ્ય અપીલ અધિકારી ને ફરિયાદ નોંધાવી દો. આ RCPS ACT 2013 મુજબ ફરિયાદ નિવારણ મેળવવા કોઈ ચાર્જ ભરપાઇ કરવાનો થતો નથી. લોકતંત્રમાં લોકોના હિત માટે, લોક સેવક ફરજ બજાવતા છે. ન્યાય ભલે મોડો મોડો મળે. ન્યાય મળે કે ના મળે એ માટે કારવાહી થતી જોવા મળે એ પણ જરુરી છે.

સુરત મહાનગરપાલિકાના જાહેર સેવા મંડળની વિવિધ ઝોન કચેરીઓમાં, જીલ્લા કલેક્ટર કચેરી સુરતમાં, જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરતમાં અને ગુજરાત હાઉસીંગ બોર્ડ કચેરી સુરતમાં “”રાઈટ ઓફ સિટીઝન પબ્લિક સર્વિસ એક્ટ ૨૦૧૩””નું પાલન કરવામાં આવે છે ?

અમો ફરિયાદી દિપક પટેલ સુરત દ્વારા આ તમામ કચેરીમાં અરજી કરી તપાસ કરી નિરાશા મળી છે. આ કેવું લોકતંત્ર ? આ કેવી વ્યવસ્થા ?

રાઈટ ઓફ સિટીઝન પબ્લિક સર્વિસ એક્ટ મુજબ જવાબદાર અધિકારીઓના નામ જાહેર બોર્ડ લગાવી કચેરીદ્વાર પર મુકવામાં આવે તેવી જોગવાઇ છે. તમામના નામ, હોદ્દા, સરનામું પ્રકાશિત કરવામાં આવે એવા હુકમ કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યાં છે. આવા પાટિયાં લટકતાં જોવાં મળે છે ખરાં ?

એજ રીતે ૦ થી ૧૪ વરસ ના બાળકોને શિક્ષણ અધિકાર અધિનિયમ મુજબ મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાના અધિકાર આપવામાં આવ્યાં છે. આપણાં ગુજરાતમાં આજે પણ ખાનગી પ્રાથમિક શાળાઓમાં લાખો ઝોલાં છાપ કથિત શિક્ષકો દ્વારા બાળકો સાથે માનસિક અને શારીરિક અત્યાચાર થાય છે.

જીલ્લા શિક્ષણ અધિકારીઓ એમની ફરજ બજાવતા નથી. વાર્ષિક નિરિક્ષણ કરી શાળાઓમાં મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કાનુનનું પાલન કરાવતાં નથી.ચોકીદાર ચોરની ભૂમિકા ભજવે છે. માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી માગનાર પર પ્રતિબંધ મૂકવાની કોઈ કાનૂની જોગવાઈ નથી. આની સ્પષ્ટતા કોર્ટ, સામાન્ય વહીવટ વિભાગ અને ખૂદ રાજ્ય માહિતી આયોગ ગુજરાત કચેરી ઓ માં આરટીઆઇ હેઠળ અરજી કરતાં જાહેર થઈ છે.

કાયદાનું પાલન ના થતું હોય તો એક માત્ર સરકાર જવાબદાર નથી. લોકો,નાગરીકો,પ્રજા, જનતા જાતે જાગશે નહીં ત્યાં સુધી ? આંખો બંધ હોય તો સર્વત્ર અંધકાર, આંખો ખોલો તો ?

અહેવાલ : દિપક પટેલ – સુરત