માતાજીની આરાધનાના ગરબા ના પાસ પર GST નાખી શાસકોએ હિન્દુઓનું અપમાન કર્યું : નારી સુરક્ષા સમિતિ

File Image
File Image

03 Aug 22 : લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ, પારુલબેન સિધ્ધપુરા સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાત નહી બલ્કે સમગ્ર હિન્દુસ્તાનમાં હિન્દુઓના મતો થી ચૂંટાયેલી ભાજપ સરકારે માતાજીની આરાધના ના ગરબા ના પાસ પર ૧૮% GST નાખેલ છે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ.

૨૦૨૨ થી રાજ્ય સરકારે ગરબાના પાસ અને ચણિયા ચોળી પર જે રીતે જીએસટી લાગુ કર્યો છે તે એક તરફી અને મનઘડત છે. અને હિન્દુ ઓનું અપમાન થયું હોય તેવો ગેર વ્યાજબી નિર્ણય છે. એક સમયે જીએસટીના મુદ્દે વિરોધ કરનારા આજના શાસકો સ્મશાનના લાકડામાં પણ ૧૮% જીએસટી સહિત તમામ ક્ષેત્રે જીએસટી ના નામે ઉઘાડી કરોડોની જે રીતે ઉઘાડી લૂંટબાજી ચાલુ કરી છે તે બાબત યોગ્ય નથી. અને આવા મનઘડત નિર્ણય સામે વિરોધાત્મક રૂપે આજે દેવપરા ખાતે ધરણાનો કાર્યક્રમ રાત્રે ૬-૩૦ થી ૮ સુધી રાખવામાં આવેલ છે.

સરકારે અગાઉ હેલ્મેટના નામે, બાદમાં માસ્ક ના નામે, આઇવે પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ અને હવે જીએસટી ના નામે જે રીતે કરોડોની ઉઘાડી લૂંટ ચલાવી છે તે ગેર વ્યાજબી છે. અહીં સરકારના ‘સબકા સાથ સબકા વિકાસ’ સૂત્ર નું સુરસુરીયું થાય છે. ગુજરાત ના ગરબા એ સમગ્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ત્યારે ધંધાદારી સિવાયના ગરબાના આયોજનો ને ગરબાની સંસ્કૃતિ જાળવી રાખવા માટે સરકારે ગ્રાન્ટ આપવી જોઈએ તેને બદલે ૧૮ ટકા જીએસટી લગાડી સરકારે પોતાની લૂંટ કરવાનું આયોજન જે કરેલ છે તે કહેવાતા હિન્દુ શાસકોએ પોતાની હિન્દુ વિરોધી માનસિકતા છતી કરી છે.