05 Sep 22 : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીએ ભાષણ આપતા ભાજપ પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર બનશે તો ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે જો ઉદ્યોગપતિઓના દેણા માફ થઇ શકતા હોય તો ખેડૂતોના કેમ ન થઇ શકે. રાહુલ ગાંધીએ સરદાર પટેલ પર રાજનીતિ કરતા ભાજપ પર કટાક્ષ કર્યો કે સરદાર પટેલ એ ફક્ત વ્યક્તિ જ ન હતા તે હિન્દુસ્તાનના ખેડૂતનો અવાજ હતા. કેન્દ્ર સરકારએ ખુડૂતો વિરુદ્ધ ત્રણ કાળા કાયદા લાવી હતી.

નોટબંધીએ વેપારીઓને નષ્ટ કરી દીધા હતા. ગુજરાત સરકાર ઉદ્યોગપતિઓને જમીન ની લ્હાણી કરે છે. વિશાળ સભાને સંબોધન કરતા તેમને કહ્યું કે ગુજરાતમાં વીજળીના ભાવ સૌથી વધારે છે. ગુજરાત ડ્રગ્સનું કેન્દ્ર બની ગયું છે. દર વખતે મુદ્રા પોર્ટ પરથી જ ડ્રગ્સ કેમ પકડાય છે. ગુજરાત જ એક એવું રાજ્ય છે જ્યાં આંદોલન માટે પણ અરજી કરવી પડે છે. પ્રજાના પૈસા ઉદ્યોગપતિઓના ખિસ્સામાં જાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં જ્યાં સરદાર પટેલ સંસ્થા બનાવી ત્યાં ત્યાં ભાજપ તેમના પર કબ્જો જમાવ્યો છે.

ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિભા બનાવી પરંતુ બીજી બાજુ ખેડૂતો અપમાન કર્યું. સરદાર પટેલ ખેડૂતો વિરુદ્ધ ક્યારેય નથી બોલ્યા. આ વર્ષના અંતમાં ચૂંટણી હોય તેના અનુસંધાને જણાવ્યું કે અમારી સરકાર ગુજરાતમાં બનશે તો અમે ખેડૂતોના દેવા માફ કરીશું અને 3 લાખ સુધીના દેવું માફ કરવા માટે કહ્યું હતું. તેમને વધુમાં કહ્યું કે કોંગ્રેસના કર્યકર્તા વિચારધારા સાથે લડી રહ્યા છે.

ગુજરાતમાં હજારો બબ્બર શેર અહીંયા આવ્યા. આ લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની નથી પણ વિચારધાની છે.રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાત ની જનતા તંગ અને પરેશાન છે અને પરિવર્તન ઈચ્છે છે. સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.

રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 4-5 ઉદ્યોગપતિના હાથમાં ગુજરાત સોંપી દેવાયું છે તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ 6 મહિનામાં ભાજપની હવા કાઢી નાખી છે. આ તકે રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતમાં આદિવાસીઓને જમીન મળતી નથી. ગુજરાતમાં ભાજપ સરકારે  હજારો શાળાઓ બંધ કરી છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી માટે જુદા જુદા વાયદાઓ આપ્યા હતા અને કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો 10 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે. દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસીડી આપવામાં આવશે. વધતી જતી મોંઘવારી મુદ્દે કહ્યું કે જો અમારી સરકાર આવશે તો અમે પ્રજાને 500 રૂપિયાના દરમાં ગેસ સિલિન્ડર આપીશું.

રાહુલ ગાંધીએ ચૂંટણી માટે આપેલા વાયદા 

– કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે

– દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસીડી

– ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાનો રાહુલ ગાંધીનો વાયદો

– 10 લાખ યુવાનોને અમે રોજગારી આપીશું

– કન્યાઓને મફત શિક્ષણ આપીશુ

– કોરોનમાં ગુજરાતમાં ત્રણ લાખના મોત

– ખેડૂતોના વીજળી બિલ કોંગ્રેસની સરકાર આવશે તો માફ કરીશું

– 300 યુનિટ વીજળી ફ્રી આપશે કોંગ્રેસ સરકાર

– 3 હજાર ઈંગ્લીશ મીડીયમ શાળાઓ બનાવીશું

  • ચૂંટણી પહેલા યુથ કોંગ્રેસને મોટો ઝટકો, યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ-કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે

05 Sep 22 : કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ યથાવત છે. ચૂંટણી પહેલા યુથ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કેમ કે, યુથ કોંગ્રેસ અને NSUI ના નેતાઓ ભાજપમાં જોડાશે. તાજેતરમાં જ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું ત્યારે હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.


સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર તેમની સાથે સાથે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના નેતાઓ જેમ કે, યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જીગર માળી કેસરીયો કરશે.

આ ઉપરાંત સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર એનએસયુઆઈના પ્રદેશ ઉપપ્રમુખ પાર્થ દેસાઈ, વિશાલ ઠાકોર ભાજપમાં જોડાશે. ભાવરી સમાજ ના ગુજરાત પ્રમુખ માલારમ ભાવરી પણ કેસરીયો કરશે. 2 હજાર જેટલા કાર્યકરો કેસરીયો ધારણ કરશે. આવતી કાલે સીઆર પાટીલની હાજરીમાં ભાજપ માં જોડાશે.

યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ 6 પાનાનો પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ છોડવાના કારણ સાથે આકરા પ્રહાર પણ કર્યા હતા. એક બાજુ કોંગ્રેસમાં જૂથવાદ છે ત્યારે જૂથવાદને ખાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી કોંગ્રેસની સ્થિતિ છે. કેમ કે, એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.