
07 May 23 : VIA ની AGM માં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે સંકળાયેલ તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામ ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં VIA માં 6 વર્ષથી સેક્રેટરી તરીકે સેવા બજાવતા સતીશ પટેલને VIA ના નવા પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, પ્રકાશ ભદ્રા, યોગેશ કાબરીયાના કાર્યકાળ દરમ્યાન વાપીના ઉદ્યોગોના હિતમાં લેવાયેલા નિર્ણયો, વિકાસના કાર્યોની વિગતો સભ્યો સમક્ષ રજુ કરવામાં આવી હતી. AGMમાં પાછલા વિકાસના કાર્યો નો હિસાબ આપ્યા બાદ નવા પ્રમુખ તરીકે સતીશ પટેલની નિમણૂક કરી હતી. જે અંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે. આ ટીમમાં જે પણ પ્રમુખ સહિતના હોદ્દેદારો નિમાયા છે. તેમણે સરસ કામગીરી કરી છે. આજથી વીઆઇએ ના નવા પ્રમુખ તરીકે સતિષ પટેલની વરણી કરવામાં આવી છે. ભૂતપૂર્વ ટીમની જેમ જ હાલમાં બનેલી આ યુવાનોની નવી ટીમમાં કામ કરવા માટેનું ચોક્કસ વિઝન છે. જે વિઝન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, Deep Sea પાઇપલાઇન જેવા વિકાસના કામો કરવાના છે. તે પૂર્ણ કરી વાપીના વિકાસના પોતાનો સિંહ ફાળો આપશે. તો, નવા પ્રમુખ પદે વરણી પામેલા VIA ના પ્રમુખ સતીશ પટેલે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં વર્ષ 2023 થી 2026 ના પદ ભાર માટે તેમની પસંદગી કરવામાં આવી છે. તે બદલ VIA એસોસિયેશનના તમામ મેમ્બરો, એડવાઈઝરી કમિટીના મેમ્બરો અને રાજ્યના નાણાપ્રધાન કનુ ભાઈ દેસાઈનો વિશેષ આભાર માની જણાવ્યું હતું કે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 વર્ષથી VIA માં કાર્ય કરી રહ્યા છે. કનુભાઈ દેસાઈના હાથ નીચે ઘડાઈને જ છ વર્ષથી સેક્રેટરી પદે રહી ચૂક્યા છે. હવે પ્રમુખ પદે તેમની નિમણૂક થઈ છે.
વાપી ઔદ્યોગિક વિસ્તારમાં અને સમગ્ર વલસાડ જિલ્લામાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક વિકાસના કામ કર્યા છે. સતત તેમની સાથે તેમની કાર્ય પદ્ધતિ નિહાળવાનો અને કામ કરવાનો મોકો મળ્યો છે. આવનારા સમયમાં વીઆઇએના પ્રમુખ પદ પર રહી વાપીના ઉદ્યોગકારોના અને શહેરની જનતાના દીકરા દીકરીઓ માટે અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની નેમ છે. આ અધ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ બન્યા બાદ યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવાની નવી તક પ્રાપ્ત થશે. એ જ રીતે વાપીના ઉદ્યોગો માટે મહત્વની કહેવાતી CETP થી દરિયા સુધીની ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ માટે પણ નાણાપ્રધાને પોતાના બજેટમાં વિશેષ ભંડોળ ફાળવ્યું છે. જેનો ઉપયોગ કરી આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. VIA ઓડિટોરિયમને છેલ્લા 25 વર્ષ થઈ ચૂક્યા હોય આ ઓડિટરિઓના સ્થાને નવું અધ્યતન ઓડિટોરિયમ બનાવવાનું વિઝન છે. આ મહત્વના કાર્યો ઉપરાંત વાપીના ઉદ્યોગના વિકાસમાં અને પર્યાવરણ ક્ષેત્રે મહત્વનું કામ કરવા કટિબદ્ધતા દર્શાવીશું. સતિષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને વલસાડ જિલ્લાના ચાણક્ય કહેવાય છે. તેમની ચાણક્ય નીતિ અને કાર્ય પદ્ધતિથી વાપીના વિકાસમાં અનેકગણો ફાયદો થયો છે. ત્યારે આ AGM ની મિટિંગમાં તેમણે વધુ એક શીખ આપી હતી કે વિકાસના કામ માટે હંમેશા રહેવું જોઈએ. દરેક કામની વિગતવાર માહિતી મેળવવી જોઈએ. લોકોના કામ માટે અડધી રાત્રે પણ કામ કરવાની જિજ્ઞાસા હોવી જોઈએ. તેઓ પોતે દૈનિક 18-18 કલાક કામ કરે છે અને સતત વિકાસના કામોમાં તત્પર રહે છે. તેવી તત્પરતા વાપીના વિકાસના દરેક કામમાં બતાવતા રહેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે VIA ની 52મી AGM માં નવા પ્રમુખ તરીકે સતીશ પટેલની વરણી કરવામાં આવી હતી. એ ઉપરાંત અન્ય વિવિધ હોદ્દાઓ માટે હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. આ પ્રસંગે વીઆઇએના ભૂતપૂર્વ પ્રમુખો, વીઆઇએના સભ્યો, ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સતીશ પટેલ ને નવા પ્રમુખ બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.
વધુમાં વાંચો… ભરૂચ – ખેતર માંથી લાખોની કિંમત નો ભારતીય બનાવટ નો વિદેશી શરાબ નો જથ્થો ઝડપાયો

ભરૂચ જિલ્લા માં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી છે, જિલ્લા માં વિવિધ સ્થળે પોલીસ દ્વારા રાત -દિવસ દરોડા પાડી લાખોની કિંમત નો શરાબ નો જથ્થો ઝડપી પાડવા સાથે અનેક બુટલેગરો ને જેલ ના સળીયા ગણતા કર્યા છે તેવામાં વધુ એક વાર પોલીસે ખેતર માંથી મોટા પ્રમાણ માં વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડી બે બુટલેગરો ને વોન્ટેડ જાહેર કર્યા છે,ભરૂચ જિલ્લા રાજપારડી -નેત્રંગ રોડ ઉપર ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે રાજપારડી નો લિસ્ટેડ બુટલેગર વિજય અંબુભાઇ વસાવા નો ઈંગ્લીસ દારૂનો જથ્થો મંગાવી ચંદન પાર્ક સોસાયટી ની સામે આવેલ ખેતર માં કટિંગ કરે છે જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ ના દરોડામાં ઘાસ ના ઢગલામાં સંતાડેલ પ્રતિબંધિત ભારતીય બનાવટ ના વિદેશી દારૂની 3012 કિંમત 3,40,800 નો મુદ્દા માલ કબ્જે કરી મામલે વિજય અમરસંગ ઉર્ફે અંબુ વસાવા રહે, રાજપારડી ઉમિયા નગર નેત્રંગ તેમજ અમિત ઉર્ફે ડોલલાલ ઠાકોર વસાવા રહે, કરજણ કોલોની સામે નેત્રંગ રોડ નાઓને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વો માં ફફડાટ ની લાગણી છવાઈ જવા પામી છે
વધુમાં વાંચો… જુનાગઢ અને માંગરોળમાં છ જગ્યા પર દરોડા પાડી શંકાસ્પદ પનીરના લેવાયા નમુના
જુનાગઢ મહાનગરપાલિકામાં ફૂડ એન્ડ ડ્રગ શાખામાં જવાબદાર અધિકારીની જ જગ્યા ખાલી છે જેથી મનપા ભેળસેળિયા તત્વો પર કોઈ કાર્યવાહી કરવા પણ છે જ નહીં રાજ્ય સરકારની ફૂડ એન્ડ ડ્રગ શાખાના અધિકારીઓ પણ માત્ર દેખાણા પૂરતી કામગીરી કરતા હોય જેના કારણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતાં તત્વોને કોઈ ડર રહ્યો નથી બે દિવસ પહેલા જુનાગઢ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ભેળસેળ કરતા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરતા તંત્ર માત્ર કહેવા પૂરતું હરકતમાં આવ્યું હોય તેમ જુનાગઢ અને માંગરોળમાં દરોડા પાડી શંકાસ્પદ પનીરના નમુનાઓ લઈ કાર્યવાહી હાથ ધરી છે જૂનાગઢમાં ત્રણ અને માંગરોળમાં ત્રણ જગ્યા પર પનીરનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર ફૂડ એન્ડ ટ્રક વિભાગે દરોડા પાડી પનીરના નમુના લઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી જેના કારણે જોઈએ તેવી નમૂના લેવાની કાર્યવાહી થઈ શકતી નથી તે હકીકત છે છતાં પણ સમયાંતર શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમુના લેવાની કામગીરી કરવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો
વધુમાં વાંચો… જુનાગઢ જિલ્લામાંથી એક જ માસમાં 196.63 લાખની વીજ ચોરી ઝડપાઈ
જુનાગઢ જિલ્લામાં વીજચોરી ડામવા પીજીવીસીએલ તંત્ર દ્વારા વ્યાપક ચેકિંગ કરવામાં આવ્યું હોય તેમ મેંદરડા માણાવદર અને વંથલી વિભાગીય વિસ્તારોમાં વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત તાલુકાના વિસ્તારોમાં 22 ટુકડીઓએ વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી જેમાં 219 વીજ જોડાણના કનેક્શન તપાસવામાં આવ્યા હતા જેમાંથી 59 વીજ જોડાણોમાં 15.5 લાખની ગેરરીથી ઝડપાઈ હતી ગત એપ્રિલ મહિને જુનાગઢ જિલ્લામાંથી 513 વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા જેમાંથી 415 જોડાણોમાં ગેરરીતિ ઝડપાઈ હતી અને 196.63 લાખની વીજ ચોરીના બિલ આપવામાં આવ્યા હતા પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવને લઈ વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ પ્રસર્યો છે શહેરમાં વીજ કનેક્શનમાં ચેડા કરતાં લોકોને પકડી પાડવા ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં 23 ટીમ દ્વારા શહેરના સેન્ટ્રલ ગાંધીગ્રામ જીઆઇડીસી સહિતના 9 સબ ડિવિઝનમાં 23 ટુકડી દ્વારા ચેકિંગ કરાયું હતું જે દરમિયાન અલગ-અલગ વિસ્તારમાંથી 70 લોકોને પકડીને કુલ રૂપિયા 16.35 લાખનો દંડ ફટકાર્યો હતો વીજળીની ચોરી કરતા લોકોને કાયદાનું ભાન કરાવવા ચેકિંગ કરવામાં આવે છે આમ જુનાગઢ પીજીવીસીએલ દ્વારા જુનાગઢમાં સમયાંતરે ચેકિંગ કરી લાખોની ચોરી પકડી પાડવામાં આવે છે.
વધુમાં વાંચો… અમરેલી ખાતેથી કોમર્શિયલ ગેસના બાટલામાં ગેસ ભરી અને પોતાના ઘરની આજુબાજુમાં રહેતા માણસોની જિંદગી જોખમાય તેવું કામ કરનારા બે ઇસમોને 2,43,060 ના મુદ્દા માલ સાથે ઝડપી કાર્યવાહી કરી

અમરેલી સીટી ટાઉનમાથી ચોક્કસ બાતમી આધારે ઘરેલુ તથા કોમર્સીયલ ગેસના બાટલામા ગેસ ભરી પોતાના ઘરની આજુ-બાજુમા રહેતા માણસોની જીંદગી જોખમાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય કરનાર બે ઇસમોને કુલ રૂ.૨,૪૩,૦૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ,ભાવનગર વિભાગ ભાવનગર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબએ અમરેલી જીલ્લામા માણસોની જીંદગી જોખમ મુક્ત અને લોકોની જીંદગી સુરક્ષીત રહે અને આગના બનાવોથી માણસોની જીંદગી જોખમાય નહીં તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.પ્રસાદ સાહેબની રાહબરી હેઠળ, અમરેલી ટાઉનમા બટારવાડી,શ્યામ બેકરી વાળી શેરીમાં રહેતા મહમદભાઇ શેખડા તથા અમીનભાઇ શેખડા પોતાના મકાનમા ગેરકાયદેસર ગેસના બાટલાઓ રાખી ગેસ રીફીલીંગનો ધંધો કરે છે.ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી અલગ-અલગ કંપનીના રાંધણ ગેસના તથા કોમર્સીયલ ઉપયોગ માટેના ખાલી બાટલા, ગેસ ભરેલા બાટલા નંગ-૬૮ તથા ઇલેકટ્રીક મોટર,હેડપંપ,રેગ્યુલેટ વજન કાંટા,અલગ-અલગ કંપનીના પ્લાસ્ટીકના સીલ વિગેરે મળી કુલ રૂ.૨,૪૩,૦૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી અમરેલી સીટી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૦૩૨૩૦૨૧૬ /૨૦૨૩ ઇ.પી.કો.ક.૨૮૫,૪૬૧, ૧૧૪ મુજબનો ગુન્હો રજી.કરી બે ઇસમોને ધરોણસર અટક કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ. આર.એચ.રતન ચલાવી રહેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ- (૧) રાંધણ ગેસના ધરેલુ ઉપયોગ માટેના અલગ-અલગ ગેસ કંપનીઓના ભરેલ બાટલા નંગ-૦૯ કિ.ગ્ન,૩૬,૦00/- (ર) રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગ માટે ના અલગ-અલગ ગેસ કંપનીઓના ખાલી બાટલા નંગ-૩૮ કિ.રૂા.૧,૧૪,૦૦૦/- (૩) રાંધણ ગેસના કોમર્શીયલ ઉપયોગના ભરેલ બાટલા નંગ-૦૪, કિં.રૂા.૨૨,૦૦૦/- (૩) રાંધણ ગેસના કોમર્શીયલ ઉપયોગના અલગ-અલગ ગેસ કંપનીઓના ખાલી બાટલા નંગ-૧૭, કિં.રૂા.૫૯,૫૦૦/- (૪) ઈલેક્ટ્રીક મોટરહેડપંપ લગાવેલ ૫ તથા રેગ્યુલેટર લગાવેલ મોટર નગ-૦૩ ની કિ.રૂ.૭૫૦૦/- (૫) ઈલેકટ્રીક વજનકાંટા નંગ-૦૨ ની કિ.રૂા.૪૦૦૦/- (૬) ગેસ રીફીલીંગ માટેની લોખંડની ભૂંગળી(મોરલી) નંગ-૦૬ કિ.A.૬૦/- (૭) અલગ-અલગ કંપનીના પ્લાસ્ટીકના સીલ નંગ-૦૭જે સીલની કિ.રૂ.૦૦/૦૦
પકડાયેલ આરોપીઓની વિગતઃ- (૧) મહમદભાઇ ઓસમાણભાઇ શેખડા ઉ.વ.૫૧ ધંધો.સેલ્સમેન રહે.અમરેલી,બટારવાડી.શ્યામ બેકરી વાળી શેરી (૨) અમીનભાઇ ઓસમાણભાઇ શેખડા ઉ.વ.૪૫ ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે.અમરેલી, બટારવાડી, શ્યામ બેકરી વાળી શેરી, તા.જી.અમરેલી
કામગીરી કરનાર અધિકારી કર્મચારી – અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.પ્રસાદ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. આર.એચ.રતન, ASI એન.બી. ગોહીલ તથા સર્વેલન્સ ટીમના હેડ.કોન્સ. દિનેશભાઇ સરવૈયા,રાજેન્દ્રભાઇ ચૌધરી તથા મહીલા હેડ કોન્સ. કાજલબેન રાઠોડ તથા પો.કોન્સ.જગદીશભાઇ પોપટ,ધવલભાઇ મકવાણા, વનરાજભાઇ માંજરીયા, ચિરાગભાઇ માટીયા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.