સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ બનશે રાજકીય મહોત્સવ, નેતાઓને રાજી કરવાનો ખેલ

21 Sep 22 : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેટલી શિક્ષણ માટે પ્રખ્યાત નથી તેટલી રાજકીય માહોલ માટે વિખ્યાત છે. રાજકોટ માં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકીય નેતાઓ અને મંત્રીઓને રાજી રાખવા માટે ખેલ થઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવ ર્સિટીમાં દર વર્ષે યુવક મહોત્સવ યોજાઈ છે જે અનુરૂપ આ વર્ષે પણ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જો કે આ યુવક મહોત્સવ રાજકીય મહોત્સવ બની રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 120 કરોડ કરતા પણ વધારે ધનરાશિ વિદ્યાર્થીઓ દ્વારા એકત્ર કરી હોવા છતાં પણ યુવક મહો ત્સવના સ્પર્ધકો માટે ભોજન અને રાત્રી રોકાણ માટે નિવાસની સુવિધાથી વંચિત રાખવાનો યુનિવર્સિટીએ ખેલ પાડ્યો છે. એક તરફ સરકાર વિદ્યાર્થીના ઉથ્થાનની મોટી મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં વિદ્યાર્થીનો પ્રોત્સાહન આપવાને બદલે નેતાઓ અને મંત્રીઓને રાજી કરવા માટે મેદની ભેગી કરવા માટે ખાનગી કોલેજના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ તારીખ 23ના સાંજે 5 વાગ્યે ખુલ્લો મુકવામાં આવશે. શુક્રવારે સાંજના યુનિવ ર્સિટીના યુવક મહોત્સવના ઉદ્ઘાટન દરમિયાન શક્તિ પ્રદર્શન જેવો ઘાટ આપવામાં આવશે. આ તકે બધા વિદ્યાર્થીઓને ફરજીયાત હાજર રહેવા અત્યારથી જ સૂચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આ યુવક મહોત્સવને રાજકીય મહોત્સવ બનાવામાં આવી રહ્યો છે.