સૌરાષ્ટ્ર તમિલ સંગમ- ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો

19 April 23 : સમગ્ર દેશને એક તાંતણે બાંધવાના સ્વપ્ન સાથે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાર્થક કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે તમિલથી સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવની પાવન ધરા પર પધારેલા તમિલ બંધુઓ સમક્ષ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે જ તમિલના કલાકારો દ્વારા તમિલના લોકગીતો નૃત્ય સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જે રજૂ થતાં સ્ટેજ પર સામે રહેલા તમિલ દર્શકો ઝૂમી ઉઠયા અને દિલ ખોલીને નાચ્યા હતા. ગુજરાતી ગીત “સ્વાગતમ્ સ્વાગતમ્” પર ભરતનાટ્યમ નૃત્ય દ્વારા તમિલ બંધુઓની ગુજરાતની ગરિમામયી અને દિવ્ય ધરા પર અદકેરો આવકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તમિલના લોકપરંપરાગત વાદ્યો દ્વારા ‘તપટ્ટમ્ ‘ સંગીત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતની લોક પરંપરાને ઉજાગર કરતા ટિપ્પણી નૃત્યને ઉપસ્થિતોએ માણ્યો હતો. તમિલના કલાકારો દ્વારા ઢોલ, ઢોલકી, ડફલી, મંજીરા વગેરે વાદ્યો સાથે રજૂ થયેલા પેરિયામેલમ્ પરફોર્મન્સએ કાર્યક્રમમાં અનોખી આભા ઊભી કરી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રની શાન સમા મેર જાતિનો રાસ, તમિલના કલાકારો દ્વારા સ્ટ્રીટ પપેટ (કઠપૂતળી) શો અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ થીમ સોંગ પર તમામ કલાકારો દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલ અને ગુજરાતની સાંસ્કૃતિકના સંગમ બની ગયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ ખૂબ માણ્યો હતો.

ગુજરાત સરકારે કરેલી પરિવહન, રહેવા જમવા સહિતની વ્યવસ્થાઓ અદ્વિતીય – તમિલથી આવેલા કલાકાર શ્રી રાજકુમાર

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમિલના કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કુલ ૪૭ લોકોના ગૃપ દ્વારા તમિલ લોકગીત અને લોક સંગીત, પારંપારિક સંગીતની પ્રસ્તુતિ, તપ્પટ્ટમ્, સ્ટ્રીટ પપેટ (કઠપૂતળી) વગેરે પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા. જે અન્વયે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ વિશે વાત કરતાં તમિલ કલાકારોના ગૃપ લીડર અને સૌઝોન કલ્ચર સેન્ટરના પ્રોગ્રામ ઓફિસરશ્રી રાજકુમારે જણાવ્યુ હતુ કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેનો અમે એક હિસ્સો બની શક્યા તે અમારા માટે સૌભાગ્યની વાત છે. ગુજરાત સરકાર દ્વારા અમારા પરિવહનથી માંડીને રહેવા, જમવા સહિતની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે ખરેખર અદ્વિતીય છે. અમે અહીં સાંસ્કૃતિક કાર્યકમની પ્રસ્તુતિ સાથે વધુ આનંદ મેળવી શકીએ છીએ.

કાશી-તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમનો લાભ મળ્યો, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર – સુશ્રી સૂર્યપ્રભા

સૌરાષ્ટ્ર તમિલ સંગમના બીજા દિવસે સંધ્યા આરતીના દર્શનાર્થે પધારેલા તમિલ બાંધવાનો “જય સોમનાથ”ના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું. તમિલનાડુના ચેન્નાઈથી આવેલા અને મદ્રાસ હાઈકોર્ટ ખાતે ફરજ બજાવતી સુશ્રી સૂર્યપ્રભા પણ આ દર્શનાર્થીઓમાંના એક હતાં. અગાઉ કાશી-તમિલ સંગમમ કાર્યક્રમમાં કાશીની મુલાકાતે જઈ આવ્યા છે તેવા શ્રી સૂર્યપ્રભા શિવભક્ત છે અને તેઓ ભારતીય શાસ્ત્રીય નૃત્ય પણ કરે છે. તેઓ પગમાં પારંપારિક ઝાંઝર પહેરીને આવ્યા હતાં અને ભગવાન સોમનાથના સાંનિધ્યમાં નૃત્ય કરી શિવાંજલિ આપવા માંગતા હતાં.તેમણે જણાવ્યું કે, હું અગાઉ કાશી-તમિલ સંગમમનો ભાગ હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાયેલા સોરાષ્ટ્ર-તમિલ સંગમનો ભાગ બનવાનો અવસર મળ્યો તે બદલ તેમનો આભાર માનું છું. હું સોમનાથ દાદાના સાનિધ્યમાં નૃત્ય કરવા માંગતી હતી પરંતુ શિવાલયમાં પ્રવેશતાની સાથે જ જે દિવ્યતા અનુભવાઈ, જાણે મારા પગ થંભી ગયાં. આ સુંદર આયોજન બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર. શ્રી સૂર્યપ્રભા મદ્રાસ હાઈકોર્ટમાં કામ કરે છે અને સાથે લીગલ-સોશિયલ રિસર્ચર તરીકે સંશોધનકાર્યમાં પણ જોડાયેલા હોવાનું તેમણે જણાવ્યું હતું.

“જય સોમનાથ” અને “હર હર મહાદેવ” સાથે શિવાલય ગૂંજી ઉઠ્યું

સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તમિલ ભગિની – બંધુઓએ સૌરાષ્ટ્ર સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે મહાદેવ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે સૌરાષ્ટ્ર તમિલ ભગિની – બંધુઓએ સોમનાથ મંદિરના પટાંગણમાં આવેલા કપર્દિ વિનાયક મંદિરમાં સામૂહિક દર્શન કર્યા હતા. તેમના “જય સોમનાથ” અને “હર હર મહાદેવ” સાથે શિવાલય ગૂંજી ઉઠ્યું હતું. સોમનાથ મહાદેવની આરતી સમયે શંખનાદ, ઢોલ અને નગારા સાથે દિવ્ય અનુભૂતિ ભક્તોએ અનુભવી હતી. તમિલ ભગિની – બંધુઓએ પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ તેમની શ્રધ્ધા મુજબ રુદ્રાક્ષ માળા, પવિત્ર જળ, ભભૂતિ સહિતની વિવિધ વસ્તુઓ સોમનાથ મહાદેવને ભેટ ધરી હતી. તમિલ ભગિની શ્રી કે. એસ. નંદિનીએ શંખનાદ કરી તેમની શિવ પ્રત્યેની આસ્થા અનોખી રીતે અભિવ્યક્ત કરી અહોભાવ અનુભવ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિર પટાંગણ ખાતે ભક્તોએ તેમના મહાદેવ ભગવાન અને તેનીદિવ્યતા, ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર પ્રદેશ, સૌરાષ્ટ્રની મહેમાનગતિ, આવકાર, આગતા-સ્વાગતા સહિતની બાબતો માટે તેમની લાગણીઓ અને ઉર્મિઓ વ્યક્ત કરી હતી.

વધુમાં વાંચો… અમદાવાદ માં અલગ-અલગ રાજ્યોમાંથી શહેર આવી મોબાઇલ સ્નેચિંગ કરતા 5 ઝડપાયા

મેટ્રો સિટી અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે શહેરમાં મોબાઈલ ફોનની ચોરીની ઘટનાઓ પણ વધી છે. થોડા દિવસ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL ની ક્રિકટ મેચ દરમિયાન અનેક લોકોના મોબાઈલોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી.ઉપરાંત, શહેરમાં મોબાઈલ સ્નેચિંગ ની ફરિયાદો પણ પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ રહી છે. ત્યારે અમરાઈવાડી પોલીસે શહેરમાં મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા આરોપીઓ પાસેથી 12 લાખની કિંમતના કુલ 102 મોબાઈલ જપ્ત કર્યા છે.

પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી. મળતી માહિતી મુજબ, છેલ્લા ઘણા સમયથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં લોકો પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરનાર ગેંગ સક્રિય થઈ હતી. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મોબાઈલ ચોરી અને સ્નેચિંગની ફરિયાદો સતત વધી હતી. ત્યારે અમદાવાદના પોલીસ કમિશનરે આવા ગુના આચરતા આરોપીઓને જલ્દી ઝડપી પાડવા માટે શહેર પોલીસને સૂચના આપી હતી. અમદાવાદ પોલીસની વિવિધ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમરાઈવાડી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે કાર્યવાહી કરી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ પાંચેય આરોપીઓ પશ્ચિમ બંગાળ,ઝારખંડ સહિત અલગ-અલગ રાજ્યોના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 12 લાખની કિંમતના કુલ 102 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં વાંચો… ભાવનગરમાં ડમી કાંડ પ્રકારણની તપાસના પગલે સરકારી કચેરીઓમાં ચર્ચાનો દોર જામ્યો

ભાવનગરમાં ડમી કાંડ પ્રકારણની તપાસના પગલે સરકારી કચેરીઓમાં ચર્ચાનો દોર જામ્યો ભાવનગર જિલ્લામાં ડમી કાંડ પ્રકારણની તપાસના પગલે સરકારી કચેરીઓમાં ચર્ચાનો દૌર જામ્યો છે. ડમી કાંડમાં સંડોવાયેલા કેટલાક કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. કેટલાક સરકારી કર્મચારીઓ ડમી કાંડમાં ઝડપાયા છે, હજુ કંઈ સરકારી કચેરીના કેટલા કર્મચારી પકડાશે ? તેને લઈ કર્મચારીઓમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

કેટલાક સરકારી કર્મચારીઓ ડમી કાંડમાં ઝડપાયા, હજુ કંઈ કચેરીના કેટલા કર્મચારી પકડાશે ? તેને લઈ ચર્ચાનો માહોલ ખોટુ કરીને પણ સરકારી નોકરી મેળવવા માટે લોકો તલપાપડ હોય છે પરંતુ જયારે હકીકત બહાર આવે છે અને કાર્યવાહી થાય છે ત્યારે આવા લોકોની મૂશ્કેલી વધતી હોય છે, આવુ જ હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યુ છે. ભાવનગર શહેર અને જિલ્લાના કેટલાક શખ્સોએ ખોટુ કરીને સરકારી નોકરી મેળવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કચેરીના અને કયાં કર્મચારીઓના નામ બહાર અને કેટલાક સરકારી કર્મચારીઓની ધરપકડ આવશે ? તેને લઈ કર્મચારીઓ ગપસપ કરી પણ કરી છે અને હજુ કેટલાક કર્મચારીઓ ની રહ્યા હોવાનુ કહેવાય છે. ડમી કાંડને લઈ | ધરપકડ થાય તેવી શકયતા છે. ડમી કાંડ ભાવનગર મહાપાલિકા, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રકરણ બહાર આવતા સરકારી કચેરીઓના ક્લેક્ટર કચેરી, પોલીસ તંત્ર સહિતના વિભાગમાં અધિકારી-કર્મચારીઓમાં ચર્ચાનો માહોલ ચર્ચાનો માહોલ છે. ડમી કાંડની તપાસ શરૂ રહેશે ગરમાયો છે. ડમી કાંડમાં સંડોવાયેલા કેટલાક ત્યાં સુધી ચર્ચાનો માહોલ ગરમ રહેશે તેમ જણાય સરકારી કર્મચારીઓમાં ફફડાટ પણ ફેલાયો રહ્યુ છે. ડમી કાંડમાં હજુ કેટલાક કર્મચારીઓને હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ડમી કાંડમાં હજ કંઈ રેલો આવે છે? તેની રાહ જોવી જ રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here