
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ અને અદાણી કેસની તપાસની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ મામલાની તપાસ માટે વધારાનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સેબીની માંગ પર તેને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. કોર્ટે સેબીને 14 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, સેબીએ અગાઉ આ મામલાની તપાસ માટે કોર્ટ પાસે 6 મહિનાનો સમય માંગ્યો હતો. સેબીએ કોર્ટ સમક્ષ દલીલ કરી છે કે આ મામલો ઘણો જટિલ છે તેથી તેમને આ મામલાની તપાસ માટે થોડો વધુ સમય જોઈએ. જોકે કોર્ટે છ મહિનાને બદલે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે અદાણી કેસની તપાસ ત્રણ મહિનામાં પૂરી કરીને રિપોર્ટ સોંપે.
આજે કોર્ટમાં થઈ સુનાવણી. સુપ્રીમ કોર્ટે આજે બુધવારે ફરી આ અરજી પર સુનાવણી કરી. જ્યાં સેબીએ ફરી એકવાર પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું અને વધારાના સમયની માંગણી કરી. સોમવારે,કોર્ટે સેબીની અરજીની સુનાવણી છ મહિના લંબાવવાની માંગણી પર મુલતવી રાખી હતી. આજે ફરી આ મામલે સુનાવણી થઈ. સેબીનું કહેવું છે કે અદાણી-હિંડનબર્ગ મામલા માં કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવા માટે તેમને 6 મહિનાની જરૂર છે. તેમણે મામલાની જટિલતાને આધારે આ સમય માંગ્યો હતો. સેબીની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ત્રણ મહિના નો સમય આપ્યો છે.
સેબીએ તપાસને લઈને મોટી વાત કહી. સોમવારે આ મામલામાં સુનાવણી દરમિયાન સેબીએ કોર્ટમાં કહ્યું કે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાંથી કોઈ પણ તે 51 કંપનીઓનો ભાગ નથી. તેણે કોર્ટમાં કહ્યું કે અદાણીની કંપનીઓ 2016થી તેની ચાલી રહેલી તપાસમાં સામેલ નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી જૂથ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમના 88 પાનાના અહેવાલમાં, હિંડનબર્ગે અદાણી પર ખાતાઓમાં હેરાફેરી, શેરની વધુ કિંમતો સહિત અનેક ગંભીર આરોપો મૂક્યા હતા. અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને વધુ 3 મહિનાનો સમય આપ્યો છે. બુધવારે કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તપાસ માટે વધારાનો ત્રણ મહિનાનો સમય આપવા માટે મંજૂરી આપી છે. હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી જૂથ પર લાગેલા આરોપોની તપાસ માટે સેબીને 14 ઓગસ્ટ સુધી વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. સેબીએ આ મામલાની તપાસ માટે વધારાના છ મહિનાનો સમય માંગ્યો હતો.
વધુમાં વાંચો… ગૌચર ની જમીન માંથી ગેરકાયદેસર લાખો ની માટી ખનન કરતા અમરેલી સાંસદ ના પૌત્ર સામે પગલાં ભરવામાં લાજ કાઢતા તંત્ર સામે RTI સુખડીયા
અમરેલી તાલુકા માં ગૌચરની જમીન સર્વે નંબર. ૩૩૪ પૈકી ૫ ની જમીનમાંથી ગેરકાયદેરસ ખનન કરાતું હોવા ની આધાર પુરાવા સાથે ની તા.૧૫/૫/૨૦૨૩ ની લેખિત રજુઆત છતાં JCB ટ્રેકટરોને જવા દેવામાં આવ્યા તેની સામે પગલા ભરવા અન્યથા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની સુખડીયા ની ચેતવણી અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને સંબોધી ને તા.૧૫/૦૫/૨૦૨૩ રૂબરૂ મળી લેખીત ફોટોગ્રાફ રેવન્યુ ઉતારા સાથે અમરેલી શહેરની અમરેલી ગામની ગૌચર ની જમીન સર્વે નંબર. ૩૩૪ પૈકી ૫ ૧૨- ૨૭ ૩૭ હે.આરે. ચો.મી. જમીન માંથી ગેરકાયદેસર અમરેલી ચકકરગઢ ગામને જોડતા નોન પ્લાન રોડમાં સાંસદ અમરેલી નારણ કાછડીયા પૌત્ર મંથન કાછડીયા ઈન્જીનીયર છે તેવી કોન્ટ્રાકટ એજન્સી દ્વારા કોઈપણ પાસ ૫૨મીટ વગર ટાંચ (માટી) આ જમીનમાંથી ખોદાણ કરી લાખો રૂપિયાની મહામુલી ગૌચર ની જમીનમાં મસમોટા ખાડા કરી છે ખનન કરેલ જેની ૨જુઆતના કામે સુચનાથી જે તે સંબંધીત અધિકારીઓ બે ત્રણ સ૨કા૨ી ગાડી લઈને તપાસમાં ગયેલ અને ત્યા ૪ થી ૫ ટ્રેકટરો જેસીબી થી ખોદાણ કરતા હતા અને આ સમયેની પોલીસ વિભાગના નેત્રમ સી.સી.ટી.વી. કેમેરામમાં વાહનોની હલન ચલન છેલ્લા પાંચ થી છ દિવસથી કેદ થયેલ છે.
અને તપાસ માટે ગયેલ સબંધીતોએ રાજકીય ઈસમોને છાવરવા માટે આ વાહનોને કોઈપણ જાતના દંડ કે કાર્યવાહી વગર છોડી દિધાનું ધ્યાને આવેલ છે. અને રાષ્ટ્રીય સંપતિને નુકશાન કરનાર.ઈસમોને બચાવવામાં આવેલ છે. તેમજ આ અગાઉ પણ ગૌચરની આ જમીન ઉપર અમરેલી લોકસભા સાંસદ ના નિવાસસ્થાન વાળા બંગલામાં સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બગીચો તેના બંગલામમાંથી પ્રવેશી શકાય તેવું દબાણ ઉભુ કરેલ જે નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓરલ ઓર્ડર તા.૨૯/૬/૨૦૨૦નાં છતા પણ માત્ર કાગળ ઉપર દબાણ દુર થયાનું બતાવી સાંસદ ના દબાણ ને બચાવતા રહેલ છે જે બાબતે કોર્ટની આદેશની અવગણના કરવામાં આવે છે. તેમજ લેખીત વિગત સાથેની માહિતી આપવા છતા જવાબદારોની સાથે તપાસન કામે ગયેલ અધિકારીઓએ આ ગૈાચરની જમીનમાં માટી ચોરી થયેલ ખાડામાં ઠંડા પીણાની લહેજત માણી વાહનો ને કોઈ રોકટોક વગર જવા દિધેલ છે જે નામદાર સુપ્રિમ કોર્ટના બધા રાજયોને લાગુ ગૌચર ની સુરક્ષા અને જાળવણીની જવાબદારી જિલ્લા ગૈાચર સમિતિના અધ્યક્ષ તરીકે આપની જવાબદારી માં છે તો પણ આવા સુપ્રિમ કોર્ટના આદેશો, ગુજરાત હાઈકોર્ટના આદેશો છતા ગઈકાલ લાખોની માટી ચોરી કરનારને તમારા આદેશ છતા મુકતી આપેલ હોય જેથી આર્થિક અથવા રાજકીય સેટિંગથી આ હકિકત બની હોવાનું સ્પષ્ટ જણાય છે. જે અતી ગંભીર બાબત છે. આ બાબત આપને લેખીત પુરાવાઓ સાથે રજુ કરે છે. કે જો તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહિ આવે તો તમામ જવાબદારો સામે નામદાર સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોનું પાલન ન કરનાર સામે કન્ટેમ્પ દાખલ કરીશ તેમ આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ જણાવ્યું હતું
વધુમાં વાંચો… સુરતમાં બાગેશ્વર ધામમાં પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાય તે પહેલા વિરોધ, જાણો કઈ બાબતનો કર્યો વિરોધ
સુરતમાં બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવવા જઈ રહ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં 26 અને 27 મેં ના રોજ દિવ્ય દરબાર ભરાશે. જો કે, આ પહેલા સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ જોવા મળી રહ્યો છે અને અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલમાં સમગ્ર દુનિયાનું ધ્યાન આકર્ષિત કરનાર બાગેશ્વર ધામમાં પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ પૈકી સુરતમાં યોજાવવા જઈ રહ્યો છે. કોઈને પણ બોલાવી કાગળમાં તમામ વ્યથા અલેખનાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી 26 અને 27 મેંના રોજ સુરતના લીંબાયત ખાતે દિવ્ય દરબાર યોજાશે. જોકે આ દિવ્ય દરબાર યોજાય તે પહેલા જ સુરતમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાનું કારખાનું ચલાવતા અને સમાજ સેવા કરતા જનક બાબરીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને અંધશ્રદ્ધા ફેલાવનાર બાબા કહ્યા છે.
તેમણે આક્ષેપ કર્યા હતા કે જો બાબા સાચે જ પોતાની દિવ્ય શક્તિ બતાવવા માંગતા હોય તો હું તેમના દિવ્ય દરબારમાં જઈશ અને તેમને હીરાનું બંધ પેકેટ આપીશ અને તેની અંદર કેટલા હીરા છે તે કહી દે તો બાબાની દિવ્ય શક્તિને માનીશ. સાથે એવું પણ કહ્યું હતું કે, ગુજરાત સંતોની ભૂમિ છે. જેમાં સંત જલારામ તેમજ બજરંગ દાસ બાપા થઈ ગયા છે. તેમણે કયારેય રૂપિયા માટે કે લોક ચાહના માટે દિવ્ય દરબાર ભર્યો નથી. જેમ આશારામ અને ઢબુંડી જેવા પખંડીઓ દરબાર ભરતા તેથી તેમનો પર્દાફાશ થયો છે. તેમણે વધુંમાં કહ્યું કે, આ સાથે જ રાજકોટ અને અમદાવાદ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ કાર્યક્રમ બંધ રાખવા માટે આવેદન પણ આપવામાં આવશે. જો સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ નહીં રહે તો વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમે સરકારને પણ પત્ર લખીશું. કલેક્ટરને પણ આવેદન આપીશું. તેમની પરમિશન રદ કરાવવવા માટે આવેદન આપીશું. ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબારમાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોની અરજી લાગશે તેમના પ્રશ્નોનો જવાબ આપનવામાં આવશે. અમદાવાદમાં 29 અને 30 તારીખે ઘાટલોડીયામાં ચાણક્યપુરી ખાતે લોકદરબારનો કાર્યક્રમ યોજાશે. 1 અને 2 જૂનના રોજ રાજકોટ રેસ ક્રોસ મેદાનમાં કાર્યક્રમ થશે જ્યારે સુરતમાં 26 અને 27 તારીખે કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં મોટી સંથખ્યામાં લોકો આવશે. ત્યારે રાજકિય નેતાઓને આમંત્રણ આપવામાં આવશે.