મોરબીમાં ચોથા દિવસે પણ શોધખોળ ચાલું, પંજાબનો 1 વ્યક્તિ હજુ લાપતા, 6 બોટ કામે લગાવાઈ

02 Nov 22 : મોરબી દુર્ઘટનામાં ચોથા દિવસે પણ શોધખોળ ચાલું જ છે. પંજાબનો 1 વ્યક્તિ હજુ પણ મોરબીમાં લાપતા છે. જેમાં 6 બોટ અત્યારે કામે લગાડવામાં આવી છે. એક પછી એક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ હજુ પણ એક મૃતદેહને શોધવા તંત્ર કામે લાગ્યું છે. ચોથા દિવસે પણ શોધખોળની કામગિરી એનડીઆરએફની ટીમ દ્વારા ચાલી રહી છે.

મળતી વિગતો મુજબ પંજાબનો એક વ્યક્તિ લાપતા હોવાથી દિવસ રાત શોધવાની કામગિરી કરવામાં આવી રહી છે અત્યારે સુધી 136 લોકોના મોત થયા છે. અત્યારે છ બોટ છે પરંતુ આ પહેલા એનડીઆરએફ અને એસડીઆરએફની બે ટીમો ઉપરાંત આર્મી, નેવી, એસઆરપીએફ, એરફોર્સની છ પ્લાટુન અને ફાયર બ્રિગેડની ટીમો 18 બોટ સાથે નદીમાં બચાવ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ અત્યારે પણ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કેમ કે, હજુ પણ એક વ્યક્તિની ભાળ નથી મળી. અત્યારે સુધી 136ના જીવ ગયા છે. તમામના અગ્રિ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. ઘણાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ત્યારે હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાથી સઘન કામગિરી તેને શોધવાની ચાલી રહી છે.

વધુમાં વાંચો…. મોરબી દુર્ધટનામાં રાજકોટ બાર એસોસિએશને કહ્યું, આરોપીઓ તરફથી કોઈ વકીલ નહીં લડે કેસ

મોરબીમાં વકીલોએ વિરોધ દર્શાવ્યો છે. મોરબી દુર્ધટનામાં રાજકોટ જિલ્લા અને મોરબી બાર એસોસિએશને કહ્યું કે, આરોપીઓ તરફથી કોઈ વકીલ કેસ નહીં લડે. દિલીપી એક્સ પ્રેસિડેન્ટ બાર એસો, મોરબી કે જેમણે કહ્યું કે, એક્ટ ઓફ ગોડથી આવું નથી કેમ કે, આમાં એફઆઈઆર પણ થઈ છે. એફઆઈઆર 304, 308, સહીતના કલમો લાગી છે. આ એક્ટ ઓફ ગોડ નથી. અમે આ કેસથી અડગા રહીશું તેમ તેમણે જણાવ્યું હતું. બચાવ પક્ષ માટે કેસ ના લડવાનો નિર્ધાર વકીલોએ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પુલ તૂટ્યો ત્યારે કેબલના સહારે લોકો રવિવારે સાંજે લટકતા હતા. મરણ ચીસો સંભળાઈ રહી હતી. બચાવવા માટે ગુહાર લગાવી રહ્યા હતા. આ ચિચિયારીઓ મોરબીમાં હજુ પણ ગુંજી રહી હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, મોરબી માતમમાં અને ગુજરાત શોકમાં છે આજે રાજ્યવ્યાપી શોક પાડવામાં આવી રહ્યો છે. ત્યારે ચાર ચાર દિવસ થયા છતાં પણ લાશો કાઢવાનું કામ ચાલી રહ્યું છે. મોરબી દુર્ઘટનામાં ચોથા દિવસે પણ શોધખોળ ચાલું જ છે. પંજાબનો 1 વ્યક્તિ હજુ પણ મોરબીમાં લાપતા છે. જેમાં 6 બોટ અત્યારે કામે લગાડવામાં આવી છે.

વધુમાં વાંચો… CM યોગીએ કર્યું ઉત્તર ભારતના પ્રથમ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન, જાણો શું હશે તેનું કામ

File Image

આજના સમયમાં ડેટાનું મહત્વ ઘણું વધારે છે. તેને જોતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશના સૌથી મોટા ડેટા સેન્ટરની ભેટ આપી છે. CM યોગી આદિત્યનાથે નોલેજ પાર્ક ફાઇવ ગ્રેટર નોઇડામાં સ્થિત 6500 કરોડ રૂપિયાના રોકાણ સાથે યોટા ડેટા સેન્ટરના પ્રથમ ટાવરનું ઉદ્ઘાટન કર્યું. CMની હાજરીમાં એડિશનલ ચીફ સેક્રેટરી અરવિંદ કુમાર અને નોઇડા-ગ્રેટર નોઇડા ઓથોરિટીના CEO રિતુ મહેશ્વરીએ પણ યોટ્ટા કંપની સાથે આગામી 5થી 7વર્ષમાં રૂપિયા 39 હજાર કરોડનું રોકાણ કરવાનો કરાર કર્યો હતો. આ સાથે ડેટા સેન્ટરના બે નવા ટાવરના નિર્માણનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.

છ ટાવર બનાવવાના છે – આ પ્રસંગે બોલતા CMએ જણાવ્યું હતું કે દેશની અગ્રણી રિયલ એસ્ટેટ કંપની હિરાનંદાની ગ્રુપે ગયા વર્ષે પ્રથમ વખત મુંબઇથી બહાર નિકળતી વખતે ઉત્તરપ્રદેશમાં ડેટા સેન્ટર સ્થાપવાનું નક્કી કર્યું હતું. ઇન્વેસ્ટ યુપી હેઠળ, કંપનીએ ડેટા સેન્ટર માટે ગ્રેટર નોઇડાની પસંદગી કરી. તેમણે કહ્યું કે આ ડેટા સેન્ટરમાં આગામી 5 વર્ષમાં કુલ 6 ટાવર બનાવવાના છે જેમાં લગભગ રૂપિયા 39 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.

તે દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર છે. આ સિદ્ધિ ગ્રેટર નોઇડાના નામે આવી છે. તેમણે કહ્યું કે ડેટા સેન્ટર સેક્ટરની ઘણી વધુ કંપનીઓ પણ ગ્રેટર નોઇડામાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે. હીરાનંદાની ગ્રુપના આ નિર્ણયને આવકારતા મુખ્યમંત્રીએ કહ્યું કે ગ્રેટર નોઇડા હવે ડેટા સેન્ટર સેક્ટરમાં વધુ મોટું સ્થાન હાંસલ કરશે. આ ડેટા સેન્ટર આવવા થી રાજ્યની કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી એજન્સીઓને ડેટા સરળતાથી ઉપલબ્ધ થશે. તેઓ તેમનો ડેટા સ્ટોર કરવા માટે સુરક્ષિત સર્વર મેળવી શકશે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લાખો વપરાશકર્તાઓ છે. આનાથી તેમને ડેટા સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

ટેક કંપનીઓને ડેટા રાખવામાં મદદ મળશે – આ સિવાય બેંકિંગ, બિઝનેસ, હેલ્થકેર, ટુરીઝમ અને આધાર વગેરેનો ડેટા પણ આ ડેટા સેન્ટરમાં સુરક્ષિત રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વમાં મોબાઇલ અને ઇન્ટરનેટના 20 ટકા યુઝર્સ ભારતના છે, પરંતુ ડેટા સ્ટોરેજ માટે અમારે અન્યમાં જગ્યાઓ શોધવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. ડેટા સ્ટોરેજ, ડેટા એનાલિટિક્સ જેવા ક્ષેત્રોમાં કામ કરતી કંપનીઓ માટે અહીં અપાર સંભાવનાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here