30 Aug 22 : મૂળ ભાવનગરના વતની એવા અને હાલ અમદાવાદની એક યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રો. સેજલ રાહુલ ત્રિવેદીએ તાજેતરમાં યોજાયેલ ‘મિસિસ અમદાવાદ’નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. મુંબઈ, અમદાવાદ, બેંગલોર કોલકાતા હૈદરાબાદ લખનઉ અને જયપુરના 750 થી વધુ સ્પર્ધકોને માત આપીને પ્રો. સેજલે ‘મિસિસ અમદાવાદ’ ટાઇટલ પોતાના નામે કર્યું છે. તેમના સાસુ બ્યુટી શન હોવા થી તેમને ગૃમીંગ કરવામાં મદદ કરી.

પરિણીત મહિલાઓ માટે યોજાયેલ આ બ્યુટી પ્રેઝન્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મે મહિનામાં યોજાયેલ ઓડિશન બાદ ફિનાલે રાઉન્ડ યોજાયો હતો. જેમાં ટેલેન્ટ, કોન્ફિડન્સ, પર્સનાલિટી, સ્ટેજ પ્રેઝેન્સ, રેમ્પ વોકમાં પોતાના ટેલેન્ટનો પરિચય આપીને પ્રો. સેજલે ‘મિસિસ અમદાવાદ’નું ટાઇટલ હાંસલ કર્યું છે. મિસિસ અમદાવાદ બન્યા પછી પ્રો. સેજલ રાહુલ ત્રિવેદી જયપુરમાં સ્ટેટ લેવલની ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે.

પ્રો. સેજલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે એક સ્ત્રી લગ્ન અને ત્યારબાદ બાળકો અને પરિવારની જવાબદારીઓ નિભાવતા નિભાવતા ક્યારેક પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકતી નથી. આ પરિસ્થિતિમાં પતિ,સાસુ,સસરા આ લોકો તમને મોટીવેટ કરી શકે છે. મારા કિસ્સામાં મારા પતિ અને સાસુ-સસરા એ મને ખૂબ મોટીવેટ અને મદદરૂપ થયા હતા. મારા સાસુમાં બ્યુટીશીયન હોવાથી તેમણે મને ઘણા ઘરેલુ નુસખાઓ અને બ્યુટી ટીપ્સ આપી હતી. જેના કારણે હું મારુ ગ્રૂમીંગ કરી શકી હતી.

દરેક પરિણીત સ્ત્રીઓને રસ ધરાવતી સ્ત્રીઓને તેમના સાસરિયા પક્ષે આ પ્રકારે મદદ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. FSIA દ્વારા સ્થાપિત જે એલિગેન્ટ એક્સપોર્ટસ્ પ્રા. લિ.ની પંજીકૃત બ્રાન્ડ છે. તેણે ગત ફેબ્રુઆરીમાં રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. તેમાં સેજલ એ ભાગ લીધો હતો.