શિવસેના સૌરાષ્ટ્ર કચ્છ ઝોન મા સંગઠન અંતર્ગત કચ્છ જિલ્લા ના હોદેદારો ની મિટિંગ મળી

10 Jan 23 : શિવસેના સૌરાષ્ટ્ર કચ્છ ઝોન મા સંગઠન અંતર્ગત કચ્છ જિલ્લા ના હોદેદારો ની મિટિંગ મળી હતી . મીટીંગ માં શિવસેના (બાલા સાહેબ કી)ના પ્રદેશ પ્રભારી શ્રી જીમ્મીભાઈ અડવાણી ઍ મધુભા સોંઢા ને કચ્છ, મોરબી જિલ્લા ના પ્રભારી, ઈશ્વરભાઈ ભાનુશાલી કચ્છ જિલ્લા પ્રમુખશ્રી, ધવલ ભટ્ટ કચ્છ જિલ્લા ઉપ પ્રમુખ વિપુલદાન ગઢવી જિલ્લા ઉપ પ્રમુખ, સૂરજ ભાનુશાલી યુવા સેના કચ્છ જિલ્લા,પ્રમુખ સહીત ના તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ શ્રી ના વિધિવત હોદા જાહેર કરી નિયુકયતી પત્ર આપી કેશરી ખેશ પહેરાવી ને વિધિવત હોદેદારો જાહેર કર્યા હતા.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર સંયોજક જયપાલસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ ચંદુભાઈ પાટડીયા, ઉપ પ્રમુખ નિલેશભાઈ ચૌહાણ મહા મંત્રી બિપિન મકવાણા સહીત ના હોદેદારો હાજર રહ્યા

વધુમાં વાંચો…. ૨૪ જાન્યુઆરી “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી અન્વયે રાજકોટમાં યોજાશે “ડાન્સ વિથ ડોટર” સ્પર્ધા

રાજકોટ જિલ્લામાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત તા.૨૪/૦૧/૨૦૨૩ ના રોજ “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી નિમિતે બેટી બચાઓ બેટી પઢાઓ (BBBP) સેલ અને જિલ્લા વહિવટી તંત્ર – રાજકોટ દ્વારા “ડાન્સ વિથ ડોટર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેની યાદીમાં જણાવ્યા મુજબ, આ સ્પર્ધામાં કુંટુંબના કોઈ પણ સભ્ય પોતાની દીકરી સાથે ડાન્સ કરી શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે https://linkshortner.net/JHZUp લીંક પર તા.૧૫/૦૧/૨૦૨૩, શુક્રવારના સાંજે ૬:૧૦ કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન મર્યાદિત સંખ્યામાં કરવાનું હોવાથી ‘‘વહેલા તે પહેલા’’ના ધોરણે આપેલ લીંકમાં સંપૂર્ણ વિગત સાથે પ્રથમ આવેલ ૧ થી ૩૫ રજીસ્ટ્રેશન થયેલા લાભાર્થીને જ પ્રાધાન્ય આપવામાં આવશે. ઉપરોક્ત લિંકમાં કાર્યક્રમ અંગેના નિયમ તેમજ સંપૂર્ણ વિગત દર્શાવેલ છે, જે રજીસ્ટ્રેશન કરતા પહેલા લાભાર્થીએ ધ્યાને લેવાની રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી.

ઉલ્લેખનીય છે કે, મહિલાઓ/દીકરીઓ માટે સમાજમાં રહેલ ભેદભાવને દુર કરી અને સમાનતા લાવવા માટેના અભિયાનના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના કાર્યરત છે. દીકરીઓના મહત્વને દર્શાવવા, સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા, મહિલાઓને શિક્ષણ, રોજગાર, વહીવટી પ્રક્રિયાઓમાં ભાગીદાર બનાવવા, રાજકીય ક્ષેત્ર સાથે જોડવા જેવા હેતુઓ સાથે આ અભિયાન ચલાવવામાં આવે છે, જેથી તેમનામાં આત્મનિર્ભરતાનો આત્મવિશ્વાસ પ્રત્યક્ષરૂપે બહાર લાવી શકાય.

વધુમાં વાંચો… રાજકોટ – ઘરભેદુએ કરી ચોરી: મોટર્સના વર્કશોપમાંથી ૯૦ હજારના સ્પેરપાર્ટ્સ ચોર્યા, સીસીટીવી ફૂટેજની ભેદ ઉકેલાયો

રાજકોટમાં ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ અતુલ મોટર્સના વર્કશોપમાંથી સ્વિફ્ટ ડિઝાયાર કારના કાચના બેરીંગ નગ.25 જેની કિંમત રૂ .90 હજારની ચોરી તેમાં જ કામ કરતા કર્મચારીએ કર્યા હોવાની ફરિયાદ તેના મેનેજરે એ – ડિવિઝન પોલીસમાં નોંધાવતા પોલીસે તે મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ અતુલ મોટર્સ ના સ્પેરપાર્ટ ડિપાર્ટમેન્ટના મેનેજર પ્રતિકભાઇ વરાજભાઈ દેરડીયાએ ત્યાંના જ કર્મચારી અસદ અલીબીન જફાઈ સામે નોકર ચોરીની ફરિયાદ એ- ડિવિઝન પોલીસમાં નોંધાવતા પોલીસે તેના સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. તેની ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે , 27/12/22 ના તેઓ નવાગામ ખાતે આવેલ અતુલ એન્ટરપ્રાઇઝમાં ગાડીનો પાસ લેવા માટે ગયા હતા તે દરમિયાન સાંજના પાંચેક વાગ્યા સ્પેરપાર્ટ વિભાગમાં ઇન્ચાર્જ મેનેજર તરીકે કામ કરતા આશીષભાઇ પંડયા નો તેના પર ફોન આવ્યો હતો જેમાં તેને કહ્યું હતું કે ગઇ તા.19 ના રોજ વર્કશોપના સ્પેરપાર્ટ વીભાગમાં એક ખાખી કલરનું પાર્સલ હતું જેમાં સ્વીફટ ડીઝાઇર કારના કલચ બે રીંગ નંગ-25 જેની કિ.રૂ.89,750ની હોય જે પાર્સલ આખા વિભાગમાં શોઘતા કયાંય મળતું નથી જેથી તેઓ નવાગામ ખાતેથી કંપનીની ગાડીમાં ટાગોર રોડ પર આવેલ અતુલ મોટર્સ પ્રા.લી વર્ક શોપ ખાતે ગયા અને સ્પેરપાર્ટ વિભાગમાં પાર્સલની તપાસ માટે કર્મચારીઓને પૂછ્યું હતું પરંતુ તો પણ પાર્સલ નો કોઈ પતો નહિ લાગતા તેને આ બાબતે સી.સી.ટી.વી ફુટેજ ચેક કર્યા હતા જેમાં સ્પેરપાર્ટ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા અસદ અલીબીન જફાઇ તા.24/12 ના પાર્સલ લઈને જતો હોવાથી તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં વાંચો.. જામનગર રોડ પરના પુલ પર નિયત ઝડપ જાળવવા, ઓવરટેઇક ન કરવા અને ડાઇવર્ઝન અંગેના આદેશો જારી

જામનગર રોડ પરના સાંઢિયા પુલના સુપર સ્ટ્રકચરને ભારે વાહનોની તથા મલ્ટી એક્ષેલ વાહનોની અવરજવરને કારણે થતુ નુકસાન અટકાવવા અને બ્રિજની સલામતી માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે તમામ ભારે કોમર્શીયલ વાહનો અને મલ્ટી એક્ષેલ વાહનોની અવર જવર, ફકત લાઇટ વ્હીકલ જેવા કે, કાર, જીપ, ટુ-વ્હીલર, છકડો રીક્ષા, ઓટો રીક્ષા, મીની ટેમ્પો કે જેની હાઇટ ગેઇઝ ૨.૨૫-મીટરમાંથી પસાર થઇ શકે તેવા વાહનો, તમામ વાહનોની સ્પીડ લીમીટ ૩૦-kmphની જ રાખવાના આદેશો જારી કર્યા છે. આ બ્રીજ ઉપર કોઇ પણ પ્રકારનું વાહન ઓવરટેક કરી શકશે નહી તેમજ તમામ એસ.ટી.બસ માધાપરથી રૈયા ચોકડી, આમ્રપાલી અંડર બ્રીજથી એસ.ટી. બસ સ્ટેશન તરફ જઈ શકશે તથા ભારે વાહનો તથા પ્રાઈવેટ લકઝરી બસો માટે પ્રવેશ બંધનાં સમય બાદ ભારે વાહનો તથા પ્રાઈવેટ લકઝરી બસો માધાપર ચોકથી રૈયા ચોકડી, આમ્રપાલી અંડર બ્રીજ અવર-જવર કરી શકશે.

આ આદેશો પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહનો તથા અન્ય સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં. ઉપરોકત, જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક શિક્ષાને પાત્ર ઠરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here