રાજકોટ કલેકટર કચેરી ખાતે કાર્યરત MCMC કંટ્રોલ રૂમની મુલાકાત લેતા કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી હૃદેશ કુમાર

22 Nov 22 : નાયબ ચૂંટણી કમિશનરશ્રી હૃદેશ કુમાર અને પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી એસ.બી.જોશીએ કલેકટર કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી. કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી, તથા સતત ૨૪ કલાક ત્રણ શિફ્ટમાં ટેલિવિઝનમાં ઉમેદવારો દ્વારા થતા પ્રચાર પર દેખરેખ રાખતા દિવ્યાંગ કર્મચારીઓની કામગીરીની મુક્ત મને સરાહના કરી હતી.

નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી હૃદેશ કુમારે કંટ્રોલ રૂમ ખાતે કાર્યરત કર્મચારીઓની ફરજ નિષ્ઠાની ખાસ નોંધ લીધી હતી અને ઉમેર્યું હતું કે અન્ય સામાન્ય કર્મચારીઓની જેમ જ દિવ્યાંગ કર્મચારીઓ હોશભેર ચૂંટણી ફરજો નિભાવે છે, તે અન્યો માટે પણ પ્રેરણારૂપ છે. કંટ્રોલરૂમના કર્મચારીઓની દૈનિક જીવનચર્યા વિશે તેમણે રસપૂર્વક માહિતી મેળવી હતી અને કહ્યું હતું કે તમામ શારીરિક મર્યાદાઓની ઉપરવટ જઈને તેઓ જે ચૂંટણી ફરજો નિભાવે છે તે રાષ્ટ્રની ઉત્તમોત્તમ સેવા છે. તેમની સેવા બદલ સમગ્ર ચૂંટણી તંત્ર ગૌરવની લાગણી અનુભવે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુએ કંટ્રોલ રૂમની કામગીરીથી હ્રૃદેશ કુમારને માહિતગાર કર્યા હતા. કંટ્રોલરૂમના પહેલી શિફ્ટના સમગ્ર કર્મચારીઓ વતી પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીએ કર્મચારીઓના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તથા એમ.સી.એમ.સી.ના સભ્ય સચિવ શ્રીમતી સોનલ જોશીપુરાએ હૃદેશ કુમારને કંટ્રોલ રૂમ ખાતે આવકાર્યા હતા તથા કર્મચારીઓ સાથે પરિચય કરાવ્યો હતો.

જનરલ ઓબ્ઝર્વરો સર્વશ્રી નીલમ મીણા, શ્રી સુશીલકુમાર પટેલ, શ્રી વી.વી.જ્યોત્સના, શ્રી મિથિલેશ મિશ્રા, શ્રી પ્રીતિ ગહેલોત, શ્રી શિલ્પા ગુપ્તા તથા પોલીસ ઓબ્ઝર્વર શ્રી એસ.પરિમાલા, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન ઠક્કર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચર અને રિટર્નિંગ ઓફિસરશ્રીઓ આ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં વાંચો… કોંગ્રેસના કામિની બા આજે ભાજપમાં જોડાશે, ગઈકાલે નારાજ થઈ ધરી દીધું રાજીનામું

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા આજે તેઓ વિધીવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. દહેગામ બેઠક પરથી ટિકિટ ન મળતા તેઓ નિરાશ થયા હતા. કામિની બા રાઠોડ પહેલાથી જ કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યા છે. પહેલા તેમના સમર્થકોને તાલુકામાં પદ ના અપાતા નારાજગી જોવા મળી હતી ત્યારે ફરી એકવાર તેઓ ટિકિટ ના મળતા નારાજ થયા હતા અને ખુલ્લેઆમ કોંગ્રેસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી ત્યારે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, જે બાદ કાલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં કામિનીબા રાઠોડે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં ટિકિટના સોદા પૈસાથી થાય છે.

કોંગ્રેસે દહેગામ બેઠક પરથી વખતસિંહ ચૌહાણને ટિકિટ આપી હોવાથી કામિનીબા રાઠોડ નારાજ હતા. ટિકિટ બાબતે કામિનીબા રાઠોડે પ્રદેશ પ્રમુખ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમની નારાજગી ટિકિટને લઈને સામે આવી હતી. જે બાદ આજે કામિનીબા રાઠોડે દહેગામ બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચી હતી. જોકે થોડા જ સમયમાં કામિનીબા રાઠોડ કોંગ્રેસથી અલગ થઈ જતાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ હતી. ફોર્મ પાછું ખેંચ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેમણે તેમના વડીલોના માનમાં સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચ્યું છે અને આજે તેઓ વિધીવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here