
ઓમ સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ, લોક સંસદ વિચાર મંચ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના સામાજિક આગેવાનો સર્વશ્રી દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ તલાટીયા, હેમાબેન કક્કડ, પ્રવીણભાઈ લાખાણી, સરલાબેન પાટડીયા, પારુલબેન સિદ્ધપુરા, પ્રફુલાબેન ચૌહાણ ની સંયુક્ત યાદી જણાવે છે કે મધ્યપ્રદેશના છત્રપુર જિલ્લાના ગઢા ગામ માં આવેલા સ્વયંભૂ બાગેશ્વર બાલાજી હનુમાનજી મંદિરના પીઠાધીશ્વર 27 વર્ષના ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી ગુજરાતમાં હાલ પ્રવાસે છે. અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં તારીખ 1 અને 2 જુન દિવ્ય દરબાર યોજવાના છે.
સુરત ખાતેના કાર્યક્રમમાં ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીએ કહ્યું કે મારે કોઈ રાજકીય પક્ષ સાથે સ્નાનસુતકનો પણ સંબંધ નથી સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ અને હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા નો મારો લક્ષ્ય છે. હિન્દુ ધર્મનો બહોળો પ્રચાર – પ્રસાર થાય જે પગલે ઉપરોક્ત સામાજિક સંસ્થાઓ એ બાબા બાગેશ્વરના કાર્યક્રમને સંપૂર્ણ ટેકો જાહેર કરી જણાવ્યું હતું કે હિન્દુસ્તાન માં કોઈપણ ધર્મનો પ્રચાર કરવાનો દરેક નાગરિકને અધિકાર છે. અને હિન્દુ ધર્મ અને સનાતનની ધર્મનો પ્રચાર કરવો એ કોઈ ગેરકાયદેસર કૃત્ય નથી તેમ છતાં કેટલાક વિધર્મીઓ દ્વારા હવનમાં હાડકા નાખવાની પ્રવૃત્તિઓ કરી કાર્યક્રમ બંધ રાખવા હવાતિયાં મારી રહ્યા છે અને હાઇકોર્ટ સુધી જવા છતાં આવા વિધર્મીઓ ને હાઇકોર્ટ માંથી પણ પછડાટ મળેલ છે. ઊલટાનું બાબાને કેન્દ્ર સરકારે હિન્દુ અભિયાન આગળ વધારવા Y કેટેગરીની સુરક્ષા આપી છે. વિરોધીઓને દુઃખે છે પેટ અને કૂટે છે માથું રાજ્યમાં બાગેશ્વર બાબાના દર્શનાર્થે હજારો લોકો ભર તડકે કલાકો સુધી રાહ જોતા વિરોધીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. અને જેટલા બાબાના અને હિન્દુ વિરોધીઓ બાબા બાગેશ્વરના કાર્યક્રમનો વિરોધ કરે છે તેની કરતા 10 ગણી પબ્લિક બાબાના લોક દરબારમાં ઉપસ્થિત રહે છે.
રાજકોટમાં રેસકોર્સ ખાતે તારીખ 1 અને 2 જુન બપોરના ચારથી રાતના 11 સુધી બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યો છે. હાલ રાજકોટ ખાતે રેસકોર્સમાં કેસરિયો માહોલ સર્જાયો છે અને જય શ્રી રામ જય હનુમાનના નારા સાથે હિન્દુ નેતાઓ પણ ઉમટી રહ્યા છે અને રાજકોટ વાસીઓમાં પણ બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ઉમટી પડવા અનન્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તારીખ 29 મે 2023 ના સોમવારે બાગેશ્વર ધામ સમિતિ દ્વારા રાજકોટમાં બાબા બાગેશ્વરના આગમન પૂર્વે આપણે સૌ હિંદુ ધર્મ અને સનાતની ધર્મના પ્રચારાર્થે આપણી ફરજ સમજી ભાઈઓ, બહેનો, યુવા મિત્રો બહોળી સંખ્યામાં સાંજે ચાર વાગે શાસ્ત્રી મેદાન ખાતે ઉપસ્થિત રહેવા ઉપરોક્ત સામાજિક આગેવાનોએ અપીલ કરી છે.
વધુમાં વાંચો… રાજકોટ – દુકાનમાં ચોરી કરવાના ગુનામાં અંદર થયેલ ચોરે પોલીસની નજર સામે પોતાનું ગળુ કાપ્યું
રાજકોટમાં રજપુતરા મેઈન રોડ પર આવેલી દુકાનમાંથી રૂ.૧.૮૨ લાખની ચોરી કરવાના ગુનામાં એ ડિવિઝન પોલીસ દ્વારા ગઈકાલે બે આરોપીઓને પકડવામાં આવ્યા હતા.જેમના એક આરોપી અનિલ જેન્તી ચારોલીયા (ઉ.વ.૩૦ રહે. કુબલીયાપરા, ચારબાઈના મંદિર પાસે)એ ગઈકાલ સાંજના સમયે જયુબેલી પોલીસ ચોકીમાં ફરજ પર રહેલા પી.એસ.આઇ નો નઝર સામે જ પોતાની જાતે પોતાના ગળામાં બ્લેડ જેવા તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીકી આપઘાત કરી લેતા પોલીસ સ્ટાફ માં દોડધામ મચી જવા પામી હતી.
ઘટના બનતાની સાથે જ જુબેલી પોલીસ ચોકીને સીલ કરી દેવામાં આવી હતી અને આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બનાવની વિગતો મુજબ રજપુતપરા મેઈન રોડ પર આવેલી દિપક એન્ડ કંપની નામની દુકાનમાંથી ગઈ તા.૨૦ના રોજ રાત્રે રૂા.૧.૮૨ લાખની કિંમતના સેનેટરીવેર અને બાથ ફિટીંગના સામાનની ચોરી થઈ હતી. જે અંગે દુકાનના માલીકે એ-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના અંતે પોલીસે આજે ચોરીમાં સંડોવાયેલા આરોપી અનિલ અને તેના સાગરીત વિકકી ભીખુભાઈ તરેટીયાની ધરપકડ કરું હતી. બંને આરોપીઓ સાઈકલ રેકડીમાં ચોરીનો મુદ્દામાલ લઈ નીકળ્યા હોવાની ચોકકસ બાતમી આધારે આરોપીઓને રામનાથપરાના ભાણજીદાદાના પુલ પાસેથી પકડી લેવામાં આવ્યા હતા.અને તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બંને આરોપીઓને તપાસના કામે જયુબેલી પોલીસ ચોકી લઈ જવાયા હતા. જયાં પીએસઆઈ ચૌહાણ ફરજ બજાવે છે. બંને આરોપીઓ નીચે બેઠા હતા. તે વખતે પોલીસ અન્ય કામમાં વ્યસ્ત હતી.ત્યારે અચાનક અનિલે કોઈ બ્લેડ જેના તિક્ષ્ણ હથિયાર વડે પોતાનું ગળું કાપી નાખતા લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા.બનાવ પગલે જયુબેલી ચોકીના સ્ટાફ માં દોડધામ મચી જવા પામી હતી.અને તત્કાલ અનિલને સારવાર માટે સિવિલમાં લઈ જવાયો હતો. જયાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલાની જાણ થતાં જ એ-ડીવીઝનના પીઆઈ, એસીપી સહિતના અધિકારીઓને થતા તેઓ જયુબેલી ચોકી અને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જો કે અનિલે શેના વડે ગળું કાપી નાખ્યું તે વિશે પોલીસને કોઈ ચોકકસ માહિતી મળી નથી. આમ છતાં બ્લેડનો ઉપયોગ કર્યાની શકયતા પોલીસે દર્શાવી છે.જ્યારે આપઘાત કરી લેતને મૃતક અનિલ પરિણીત હતો. તેણે કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે કોઈ માહિતી બહાર આવી નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વધુમાં વાંચો… દેશના એકમાત્ર માતૃશ્રાદ્ધ એવા બિંદુ સરોવરનો થશે વિકાસ, ૩૩ કરોડના માળખાગત સુવિધા ઉભી કરાશે
રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષ દરમિયાન બિંદુ સરોવરની માળખાગત સુવિધામાં વધારો કરવા ૩૩ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ. માતૃશ્રાદ્ધ માટે સમગ્ર ભારત દેશમાંથી અને વિશ્વના ખૂણે ખૂણે થી લોકો સિદ્ધપુર આવે છે.
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે બિંદુ સરોવરના પ્રાંગણમાં બિરાજમાન ભગવાન શ્રી કન્દ્રભ ઋષિ, દેવહુની માતાજી, કપિલ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવી બિંદુ સરોવરના વિકાસ માટેની મિટિંગ યોજી હતી. જે મિટિંગમાં જીલ્લા તેમજ સિદ્ધપુર તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રાધામ વિકાસની મિટીંગમાં દેશના એકમાત્ર માતૃશ્રાદ્ધ એવા બિંદુ સરોવરના વિકાસ માટે આગામી સમયમાં શું કરી શકાય તે માટેની મેરેથોન ચર્ચા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હાજર અધિકારી અને પદાધિકારીઓ સાથે કરી હતી. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાનમાં બિંદુ સરોવરના વિકાસ માટે મળેલી મિટિંગમાં આવેલ અધિકારી અને પદાધિકારીઓના સૂચનો સાંભળીને તેમના પર ચર્ચા કરી હતો તેમજ બિંદુ સરોવરને વૈશ્વિક કક્ષાનો વિકાસ કરવા યોગ્ય પગલા લેવાની ખાત્રી આપી હતી. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે બિંદુ સરોવર સ્થિત શ્રી સ્થલ મ્યુઝિયમની મુલાકાત દરમ્યાન ત્યાં રહેલી મૂર્તિ જોઇ આ અમૂલ્ય વારસાઓને નિહાળવા સિદ્ધપુર આવતા દરેક નાગરિકે મ્યુઝિયમની મુલાકાત લેવા અપીલ કરી હતી.
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે બિંદુ સરોવરના વિકાસ માટે મળેલી બેઠક અંગે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર એકમાત્ર સ્થળ છે. માતૃશ્રાદ્ધ માટે સમગ્ર ભારત દેશમાંથી અને વિશ્વના ખૂણે ખૂણે થી લોકો સિદ્ધપુર આવે છે. જેથી સિદ્ધપુરના બિંદુ સરોવર થી લઇ શહેરના વિકાસ માટે ગુજરાત સરકારે ભુતકાળમાં વિકાસના અનેક કામ કર્યા છે. જ્યારે આ સ્થળ વધુ વિકસિત થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને મંત્રી હર્ષભાઇ સંઘવીને રજુઆત કરવામાં આવી હતી. મને કહેતા આંનદ થાય છે કે આ ધાર્મિક સ્થળના વિકાસ માટે સરકારે ૩૩ કરોડની ગ્રાન્ટ ૩ વર્ષ માટે ફાળવવામાં આવી છે. આ ત્રણ વર્ષ દરમિયાન બિંદુ સરોવરના વિકાસ તેમજ માળખાગત સુવિધાઓ ઉભી કરવા વિકાસના કામ થશે. આ માટે અત્યારે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે નાણાં વિકાસના કામ માટે ઉપયોગમાં લેવાશે. આજે સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે મળેલી યાત્રાધામ વિકાસની મિટિંગમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત,યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર.રાવલ,કલેકટર અરવિંદ વિજયન,અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સહિત અધિકારી ઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.