આ વખતના ઉમેદવારોમાંથી કોઈ પાસે 300 કરોડની તો કોઈ પાસે 150 કરોડથી વધુ છે સંપત્તિ, જાણો ઇન્દ્રનીલ રાજગુરુ ની સંપત્તિ

15 Nov 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતના ઉમેદવારો 100 કરોડથી લઈને 300 કરોડથી વધુ સંપત્તિના આસામી છે. જેમાં હર્ષ સંઘવીથી લઈને કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજગુરુ કેટલા કરોડના આસામી છે તે સામે આવ્યું છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોમાંથી મોટાભાગના પાસે કરોડોની સંપત્તિ છે.જાણો કોણ છે આ ઉમેદવાર કોણ છે અને કેટલી છે સંપત્તિ. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર જાણો કોની છે કેટલી સંપત્તિ

બળવંતસિંહ રાજપૂત – બલવંત સિંહ રાજપૂત સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. બળવંત સિંહ રાજપૂત પાસે 372 કરોડની સંપત્તિ છે. તેમને ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. 106 કરોડ સ્થાવ અને 169.50 કરોડની જંગી મિલકત છે.

હર્ષ સંઘવી – હર્ષ સંઘવી સુરત જિલ્લાની મજુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. હર્ષ સંઘવીની કુલ સંપત્તિ 17.43 કરોડ છે. 2017માં તેમની પાસે માત્ર 2.12 કરોડની સંપત્તિ હતી. છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 723 ટકાનો વધારો થયો છે. જેમાં તેમના પત્નીના નામે 10.52 કરોડની સંપત્તિ છે.

રમેશ ટીલાળા – રાજકોટ દક્ષિણમાંથી રમેશ ટીલાળા ભાજપના ઉમેદવાર છે. તિલાળા પાસે કુલ 171 કરોડની સંપત્તિ છે. તેમની પાસે 9.51 કરોડની જંગમ સંપત્તિ છે. જ્યારે 47.18 કરોડની સ્થાવર સંપત્તિ છે. તેમના પરિવાર પાસે 8.63 કરોડની જંગમ સંપત્તિ છે. પરિવાર પાસે 106.24 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.

પ્રકાશ વરમોરા – પ્રકાશ વરમોરા ભાજપના ધ્રાંગધ્રાના ઉમેદવાર છે. પ્રકાશ વરમોરા પાસે 31 કરોડની સંપત્તિ છે. તેમની પાસે કુલ 15.7 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. તેમના પરિવાર પાસે કુલ 8.64 કરોડની સ્થાવર મિલકત છે.

કાંતિ અમૃતિયા – મોરબીથી ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા છે. કાંતિ અમૃતાની કુલ સંપત્તિ 9 કરોડ છે. તેમની પાસે કુલ 5.51 કરોડની જંગમ સંપત્તિ છે. જ્યારે પરિવાર પાસે 17.7 કરોડની સ્થિર સંપત્તિ છે.

કોંગ્રેસના કરોડપતિ ઉમેદવારો

ઈન્દ્રનીલ રાજ્યગુરુ – રાજકોટ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 163 કરોડની સંપત્તિ છે. તેમની પાસે 49.82 કરોડની જંગમ સંપત્તિ છે. જ્યારે 91.99 કરોડની સ્થાવર સંપત્તિ છે. તેમના પરિવાર પાસે 21.11 કરોડની જંગમ સંપત્તિ છે.

બચુ અરેઠિયા – કોંગ્રેસના રાપરના ઉમેદવાર બચ્ચુ આરેઠિયા છે. તેમની પાસે કુલ 97 કરોડની સંપત્તિ છે. તેમની પાસે કુલ 72.88 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. તો પરિવાર પાસે કુલ 24.63 કરોડની સ્થાવર સંપત્તિ છે.

હેમાંગીની ગરાસિયા – મહુવાથી કોંગ્રેસના ઉમેદવાર હેમાંગીની ગરાસિયા છે. હેમાંગીની ગરાસિયા પાસે કુલ 31 કરોડની સંપત્તિ છે. તેમની પાસે કુલ 14.07 કરોડની જંગમ-સ્થાવર સંપત્તિ છે જ્યારે પરિવાર પાસે કુલ 8.10 કરોડની જંગમ સ્થાવર સંપત્તિ છે.

ગુજરાત ચૂંટણી 2022: આમ આદમી પાર્ટીના કરોડપતિ ઉમેદવારો

કૈલાશ ગઢવી – AAPના માંડવીના ઉમેદવાર કૈલાશ ગઢવી છે. કૈલાશ ગઢવી પાસે 10 કરોડની સંપત્તિ છે. તેમની પાસે કુલ 5.85 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. તેમના પરિવાર પાસે કુલ 2.96 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ છે.

શિવલાલ બારસિયા – AAPના રાજકોટ દક્ષિણ બેઠક પરથી ઉમેદવાર છે. શિવલાલ બારસિયા પાસે 8 કરોડની સંપત્તિ છે. તેમની પાસે 2.35 કરોડની જંગમ અને જંગમ સંપત્તિ છે જ્યારે તેમના પરિવાર પાસે 65 લાખની સંપત્તિ છે.

વધુમાં વાંચો… મોહન ભાગવત મસ્જિદ-મદરેસામાં જવા લાગ્યા, થોડા દિવસોમાં મોદી પણ ‘ટોપી’ પહેરવા લાગશે : દિગ્વિજય સિંહ

રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર RSS અને BJP પર નિશાન સાધ્યું છે. તેમણે મંગળવારે કહ્યું કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા આરએસએસના વડા મોહન ભાગવતને અસર કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાગવતને મદરેસાઓ અને મસ્જિદોમાં જવા પર મજબૂર થવું પડ્યું છે અને થોડા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ‘ટોપી’ પહેરવાનું શરૂ કરી દેશે. દિગ્વિજય ભારત જોડો યાત્રાના આયોજન સમિતિના વડા છે. ઈન્દોરમાં યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરતી વખતે તેમણે કહ્યું, ‘ભાજપ આ દિવસોમાં આલોચના માટે ખાસ કરીને રાહુલ ગાંધીને એટલા માટે પસંદ કરી રહી છે કારણ કે તેમની ભારત જોડો યાત્રાના એક મહિનાની અંદર ભાગવત મદરેસા અને મસ્જિદમાં જવા લાગ્યા છે. થોડા જ દિવસોમાં મોદી પણ ટોપી પહેરવા લાગશે.’

ભારત પરત ફર્યા બાદ ‘ટોપી’ નથી પહેરતા મોદી : દિગ્વિજય

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયા અને અન્ય દેશોમાં ‘ટોપી’ પહેરે છે, પરંતુ તેઓ ભારત પરત ફર્યા બાદ પોતાના માથા પર ‘ટોપી’ પહેરતા નથી. આ સાથે જ તેમણે દાવો કર્યો કે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રાની 2 મહિનાની અંદર જ ઘણી અસર થઈ છે. તેથી જ સંઘના એક મોટા નેતાએ કહેવું પડ્યું કે દેશના ગરીબ લોકો વધુ ગરીબ અને અમીર લોકો વધુ અમીર થઈ રહ્યા છે. દિગ્વિજયે કહ્યું કે તમે જોજો, જ્યારે આ યાત્રા તેના અંતિમ મુકામ શ્રીનગર પહોંચશે ત્યારે શું થાય છે.

‘એસસી-એસટીના કલ્યાણના નામે માત્ર દેખાડો કરતા આયોજન’ ,દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે ભાજપ માત્ર એસસી અને એસટી લોકોના કલ્યાણના નામે દેખાડો કરતા આયોજનો પર જ ભરોસો કરે છે. તેમણે કહ્યું, ‘અમને ગર્વ છે કે દ્રૌપદી મુર્મુ આપણા દેશની રાષ્ટ્રપતિ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ મધ્યપ્રદેશમાં આદિવાસીઓ સાથે થતી સતામણી પર કશું બોલશે. જો તે આ વિષય પર બોલવા ન માંગે, તો તે અમારા પ્રતિનિધિમંડળને તેમની સાથે ચર્ચા કરવા માટે સમય આપી શકે છે. છેલ્લી વખત અનુસૂચિત જાતિના રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા હતા. વડાપ્રધાને જણાવે કે તેમની સરકારે કોવિંદના કાર્યકાળ દરમિયાન દેશના કરોડો દલિતોના હિતમાં શું કર્યું?’

ભાજપની B ટીમ છે AAP અને AIMIM : દિગ્વિજય

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ની સક્રિયતા પર પણ દિગ્વિજયે આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે તેઓ વર્ષોથી કહેતા આવ્યા છે કે આ પક્ષો સંઘના ‘કોંગ્રેસ-મુક્ત ભારત’ વિઝનનો ભાગ અને ‘ભાજપની બી-ટીમ’ છે. તેમણે દાવો કર્યો હતો કે બંને પક્ષો (AAP અને AIMIM) માત્ર અન્ય પક્ષોના મત કાપવા ચૂંટણી લડે છે, જેથી ભાજપને મદદ મળી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here