એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) ગત એક વર્ષમાં જરૂરતમંદોની સતત મદદ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સોનૂની પાસે જેટલાં લોકોએ મદદ માંગી છે તેટલાંની જરૂરતો એક્ટરે પૂર્ણ કરી છે. લોકોને તેમનાં ઘરે પહોંચાડવાથી માંડીને તેમને રોજગારી આપવા સુધીની જવાબદારી સોનૂ સૂદે પૂરી કરી છે. કોવિડ 19ની બીજી લહેર દરમિયાન પણ સોનૂ સૂદ પોતે કોરોનાનો શીકરા થઇ ગયો હતો. પણ તે સતત લોકોની મદદ કરી રહ્યો છે. આ વચ્ચે હવે સોનૂએ મદદની એક નવી જ મિસાલ કાયમ કરી દીધી છે. સોનૂએ એક દર્દીની ગંભીર સ્થિતિ જોતા તેને ઝાંસીથી સીધો હૈદરાબાદ એરલિફ્ટ (Airlift) કરાવ્યો છે.

ઝાંસીનાં રહેવાસી કૈલાશ અગ્રવાલ ગંભીર રૂપથી બીમાર હતાં. અને ઝાંસીનાં ડોક્ટર્સે તેને હોસ્પિટલમાં સુવિધા ન હોવાને કારણે વધુ સારી હોસ્પિટલમાં દાખલ કરવાંની સલાહ આપી હતી. જે બાદ તેમનાં પરિવારની મદદથી શોધમાં સોનૂ પાસે મદદ માંગી હતી. સોનૂ સૂદની ટીમને જેમ આ વાતની માહિતી ળી તેમ તેમણે હોસ્પિટલ શોધવાની શરૂ કરી અને હૈદરાબાદમાં એક હોસ્પિટલમાં વેન્ટિલેટરની સાથે ICU બેડ પણ મળી ગયો.

સોનૂએ જણાવ્યું કે, ડોક્ટર્સે દર્દીઓનાં ઘરવાળાને કોઇ મોટા હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. મુશ્કેલી આ છે કે, એર એમ્બ્યુલ્સ માટે જિલ્લાને ડીએમની પરવાનગીની જરૂર હતી. કારણ કે ઝાંસીમાં કોઇ એરપોર્ટ નથી. તેથી દર્દીને ગ્વાલિયરથી એરલિફ્ટ કરવાનો હતો. પણ મારી ટીમનાં ઉત્તમ કામ કર્યું અને સમય વેસ્ટ ન કરતાં તેમણે હૈદરાબાદનાં એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં જ્યાં તેમનું ઉત્તમ ઇલાજ ચાલી રહ્યું છે. ખબર મુજબ, હવે કૈલાશ અગ્રવાલની સ્થિતિ સારી છે અને તેમનાં પર ઇલાજનો અસર થઇ રહ્યો છે.

Published by:Margi Pandya

First published:May 04, 2021, 12:10 pm

Source link