અવસર લોકશાહીનો,વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ સ્વીપની વિશિષ્ટ કામગીરી

12 Nov 22 : આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨માં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન પ્રોગ્રામ એટલે કે “સ્વીપ” દ્વારા રાજકોટ જિલ્લાનાં આઠ વિધાનસભા મતક્ષેત્રોના મતદારો માટે મતદાન જાગૃતિ અને મતદાન સહભાગીદારીતા માટે અનેકવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય પાત્રતા ધરાવતાં તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરી મતદાન કરવા પ્રેરિત કરવાનો છે.

સ્વીપ નોડલ અધિકારીશ્રી બી. એસ. કૈલા એ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં “સ્વીપ” અંતર્ગત ૧૬૦૦ થી વધુ થી શાળાઓ અને ૯૦થી વધુ કોલેજોમાં ચૂંટણીલક્ષી સાક્ષરતા ક્લબ (ELC)ની સ્થાપના દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો, કોલેજોમાં નવા મતદારોને જાગૃત કરી નોધણી કરાવવી, બાળકો માટે ચિત્ર, રંગોળી, પોસ્ટર સહીતની વિવિધ સ્પર્ધા ઓ, બાળકોની મદદથી મોકપોલની પ્રવૃતિ, વાલીઓ દ્વારા મતદાન કરવા માટેના સંકલ્પ પત્રો, સામાજિક સંસ્થાઓની મદદથી મતદાન જાગૃતિ અંતર્ગત રેલીઓ અને સભાઓના આયોજન સહિતની મુખ્યત્વે કામગીરી કરવામાં આવી હતી.

રાજકોટની આગવી ઓળખ સમા અમૃત લોકમેળામાં સ્વીપ સ્ટોલ ઉપર ખાસ સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યો હતો. આ સ્ટોલની હજ્જારો લોકોએ મુલાકાત કરી હતી અને મતદાન વિશે જાણકારી મેળવી હતી. તદુપરાંત નવરાત્રી જેવા વિવિધ ધાર્મિક તહેવારો અને પ્રસંગોમાં ૨૦૦ થી પણ વધુ જગ્યાએ મતદાન જાગૃતિ અને ઈવીએમ નિદર્શનના કાર્યક્રમો, રેડિયો ઉપર જિંગલ અને થીમ સોંગનું પ્રસારણ, મતદાન જાગૃતિનો સંદેશો આપતા હોર્ડીંગ, એલ.ઈ.ડી. સ્ક્રીન પર વિડિયોનું પ્રસારણ, મતદાન જાગૃતિના પોસ્ટર, ગેસના બાટલા, વાહનો સહીત બિલ ઉપર ચૂંટણીના મતદાન જાગૃતિના સંદેશાઓનું વહન કરવામાં આવી રહ્યું છે.

લોકશાહીના આ પાવન અવસરે જિલ્લામાં જ્યાં ઓછું મતદાન થતું હોય તેવા ૩૫ જેટલા શહેર-ગામોમાં આશરે ૬૦૦૦થી વધુ નાગરિકોને “અવસર રથ” દ્વારા મતદાન કરવા અંગે અવગત કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના તમામ નાગરિકો અવશ્ય મતદાન કરે તે માટે ૫૦ હજારથી વધુ સંકલ્પ પત્રો અને મતદાન માટે વધુમાં વધુ ઈ-શપથ લેવાય તે હેતુસર સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો જેવા કે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર વગેરેની મદદથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વોટ્સએપ સ્ટેટ્સ અને ૩૦૦ કરતાં પણ વધુ વૉટ્સએપ ગ્રૂપમાં સંદેશાઓનું પ્રસારણ અવિરત ચાલુ છે. ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ એપ્લીકેશન, મતદાર હેલ્પ લાઇન ૧૯૫૦નો લોકો ઉપયોગ કરે અને ચુંટણીની પ્રક્રિયા વિશે માહિતી મેળવે તે માટે રાજકોટ જિલ્લાની ૬૦૦થી વધુ શાળાઓમાં કામગીરી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, શાળાઓની સાક્ષરતા કલબની મદદથી વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો દ્વારા જીઆઇડીસી, મોલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળો પર મતદાન જાગૃતિના અંદાજીત ૨૫ જેવા કાર્યક્રમો થશે. પી.ડબલ્યુ.ડી અને સિનિયર સિટીઝન મતદારો માટે બી.એલ.ઓ. અને અન્ય કર્મચારીઓની મદદથી મતદાનના દિવસે સુનિશ્ચિત મતદાન થાય તેવા પ્રયાસો સ્વીપ દ્વારા હાથ ધરવામાં આવશે.

વધુમાં વાંચો… નરાધમને રાતોરાત જબ્બે કરનાર ભક્તિનગર પોલીસ સ્ટેશનની કામગીરીને વિરદાવતું નારી સુરક્ષા સમિતિ, એસ ટી બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પાસે લુખ્ખાઓ, અને રોમિયોગીરી કરનારાને પોલીસ સબક શીખવાડે તેવી માંગ

જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના પ્રમુખ શ્રીમતિ હેમાબેન કક્કડ, પારુલબેન સિધ્ધપુરા, પુનમબેન રાજપુત, પ્રફુલાબેન ચૌહાણ, સરલાબેન પાટડીયા, પદ્માબા ચૌહાણ ની સંયુક્ત યાદી જણાવે છે રાજકોટ શહેર એ આમ તો શાંત શહેર છે. અને રંગીલુ શહેર પણ ગણાય છે. તેમ છતાં રાજકોટમાં જે ઘટના બની છે તે સમગ્ર રાજકોટ માટે કલંકરૂપ ઘટના છે. મૂળ મહીસાગરની હાલ મોરબીમાં રહેતી મજૂરી કામ કરતી ૧૯ વર્ષની યુવતીને એસ ટી બસ સ્ટેશનથી નરાધમ રીક્ષા ચાલક રિક્ષામાં બેસાડી વિશ્વાસમાં લઈ જંગલેશ્વરમાં પોતાના ઘરે લઈ જઈ વિશ્વાસઘાત કરી દુષ્કર્મ આચરી યુવતીને ફડાકાવાળી કરનાર આરોપી રીક્ષા ચાલક ફિરોજ ઉર્ફે ઈકબાલ બાબવાણીની યુવતી ની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ સ્ટેશને આઇપીસી કલમ 376 323 મુજબ ત્વરિત ગુનો દાખલ કરી શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગુનેગારને તાત્કાલિક જબે કરવા આપેલી સૂચનાને પગલે ભક્તિ નગર પોલીસ મથકના જાબાજ અને કડક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એન.વસાવા એએસઆઈ નિલેશભાઈ મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ પરમાર હોમગાર્ડ જવાન હાર્દિકભાઈ સહિતના સ્ટાફ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં દુષ્કર્મ આચારનાર નરાધમને ગણતરીની કલાકોમાં રાઉન્ડ અપ કરી ત્વરિત કામગીરી કરી જબે કરી કાયદાનું ભાન કરેલ છે તે અભિનંદનને પાત્ર છે ભક્તિનગર પોલીસ મથકની સમગ્ર ટીમે આરોપીને લોકઅપ દેખાડી ઝડપી કામગીરી કરવા બદલ જિલ્લા નારી સુરક્ષા સમિતિ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવે છે.

વધુમાં રાજકોટ શહેર શહેરનું સમગ્ર પોલીસ તંત્ર આગામી દિવસોમાં નેતાઓની સરભરામાં,ચાપલુસીમા અને ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેશે જે પગલે રાજકોટ માં મધરાતે એસટી બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જે આવારા લુખ્ખાઓ તત્વોના અડ્ડાઓ બની ગયેલ છે. એસ.ટી. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર ભૂતકાળમાં પણ મારામારી, મર્ડર, ચેઇન ની ચીલ ઝડપ કરનાર સમડી નો આતંક, ચોરીની ઘટનાઓ, ટ્રાફિક વ્યવસ્થા વેરણછેરણ, છેતરપિંડીઓની ઘટનાઓ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર નોંધાયેલ છે. ત્યારે એસટી બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનની ચોતરફ આવા લુખ્ખાઓ અને રોમિયોગીરી કરનારાને પોલીસ સબક શીખવાડે તેવી માંગ ઉઠાવી છે અને આ બંને સ્થળે આગામી દિવસો માં પણ આવી કોઈ ઘટનાઓ ન ઘટે તે માટે જરૂરિયાત મુજબનો ચાંપતો પોલીસ બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગ કરે તેમ અંતમાં જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના મહિલા ઓએ અંતમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here