
બજેટ એરલાઈન સેવા પૂરી પાડતી સ્પાઈસ જેટ એરલાઈને પાઈલટ (કેપ્ટન) ના સેલેરીમાં વધારો કર્યો છે. એરલાઈન્સ તરફથી કહેવામાં આવ્યું હતું કે, 75 કલાકની ફ્લાઈટ માટે પાઈલટ્સનો પગાર વધારીને 7.5 લાખ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે. નવો પગાર 16 મે, 2023થી લાગુ થશે. અગાઉ, નવેમ્બર 2022 માં એરલાઇન્સે 80 કલાકની ફ્લાઇટ માટે પાઇલટ્સનો માસિક પગાર વધારીને 7 લાખ રૂપિયા કર્યો હતો. 75 કલાકની ઉડાન માટે સેલેરી 7.5 લાખ રૂપિયા. એરલાઈને પાઈલટ્સ માટે પોસ્ટ લિંક્ડ લોયલ્ટી એવોર્ડની પણ જાહેરાત કરી છે. ટ્રેની અને ફર્સ્ટ ઓફિસર્સની સેલેરીમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 75 કલાકની ફ્લાઈટ માટે પાઈલટ્સની માસિક સેલેરી વધારીને 7.5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. એરલાઈને તેના પાઈલટ્સ માટે માસિક 1 લાખ રૂપિયા સુધીના કાર્યકાળ સંબંધિત માસિક લોયલ્ટી પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ તેના માસિક મહેનતાણા ઉપરાંત હશે.
ગ્રાહકો માટે પણ શાનદાર ઓફર. સ્પાઇસજેટ 18મી વર્ષગાંઠ પર તેના ગ્રાહકો માટે શાનદાર ઓફર્સ લાવ્યું છે. ઓફર હેઠળ મુસાફરોને માત્ર 1818 રૂપિયામાં ફ્લાઈટ બુક કરવાની તક મળી રહી છે. આ ખાસ ઓફર રેગ્યુલર પેસેન્જર માટે એરલાઇન દ્વારા લાવવામાં આવી છે. એરલાઇન દ્વારા વનવે ડોમેસ્ટિક ફેર સ્પેશિયલ સેલની જાહેરાત કરવામાં આવી છે. તમે આ ઓફરનો લાભ બેંગલુરુ-ગોવા અને મુંબઈ-ગોવા રૂટ પર જ મેળવી શકો છો. તેના માટે તમે 23 થી 28 મે સુધી ટિકિટ બુક કરાવી શકો છો. સ્પાઇસજેટની એમ-સાઇટ (m-site) અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટિકિટ બુક કરતી વખતે મુસાફરો વધારાના લાભો મેળવી શકે છે. સ્પાઇસજેટ 2023માં 18 વર્ષના થઈ ગયા હોય અથવા 18 વર્ષના થવા જઈ રહ્યા હોય તેવા મુસાફરોને 3,000 રૂપિયાના મફત ફ્લાઇટ વાઉચર્સ આપી રહ્યાં છે. આ મેગા સેલમાં મુસાફરો 18 રૂપિયામાં તેમની મનપસંદ સીટ ફ્લેટ બુક કરાવી શકે છે. તેમજ તમે SpiceMax તરફથી 50% ડિસ્કાઉન્ટ મેળવી શકે છો.
વધુમાં વાંચો… Gautam Adaniની અમીરોની યાદીમાં થઈ શાનદાર વાપસી, એક દિવસમાં 77,000 કરોડ રૂપિયા વધી નેટવર્થ
વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણીએ ફરી એકવાર શાનદાર વાપસી કરી છે. અદાણી ગ્રુપના શેરમાં સતત ત્રણ દિવસથી જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 9 બિલિયન ડોલરથી વધુનો વધારો થયો છે.
77,000 કરોડ રૂપિયા વધી નેટવર્થ. Forbe’s ના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાંથી મળેલી માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 77,000 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, ત્યારબાદ અદાણી ગ્રુપના શેરમાં લગભગ 18 થી 20 ટકાનો વધારો થયો હતો.અદાણી ગ્રુપની માર્કેટ કેપ 10 લાખ કરોડ રૂપિયા સુધી વધી. અદાણી ગ્રુપના શેરમાં ઉછાળા બાદ અદાણી પાવર અને અદાણી ગ્રીન સહિત 5 કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી છે. તે જ સમયે, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં લગભગ 14 ટકા અને અદાણી વિલ્મરના શેરમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે. આ તેજી બાદ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ વધીને લગભગ 10 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ગયા વર્ષે કમાણીના મામલામાં રહ્યા સૌથી આગળ. રિપોર્ટ અનુસાર ગયા વર્ષે કમાણીના મામલામાં તેઓ અમીરોની યાદીમાં સૌથી આગળ રહ્યા હતા. આ સાથે અદાણી માટે મંગળવાર ઘણો સારો સાબિત થયો છે. ફરી એકવાર તેમણે અમીરોની યાદીમાં શાનદાર વાપસી કરી છે. જો આપણે માત્ર એક દિવસની કમાણી કરવાની વાત કરીએ તો અદાણીએ બધાને પાછળ છોડી દીધા છે.
કોની સંપત્તિમાં કેટલો વધારો થયો ? : છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 9.3 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ સિવાય એલોન મસ્કની નેટવર્થમાં 5.7 બિલિયન ડોલર, બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં 5.8 બિલિયન ડોલર, લેરી પેજની નેટવર્થમાં 1.9 બિલિયન ડોલર, સર્ગેઈ બ્રિનની નેટવર્થમાં 1.8 બિલિયન ડોલરનો વધારો થયો છે.
વધુમાં વાંચો… આ RBI ગવર્નરના સમયમાં આવ્યો હતો 10,000 રૂપિયાની નોટનો આઈડિયા, આ કારણે બજાર ના આવી શકી
રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. આરબીઆઈનું કહેવું છે કે વર્ષ 2016માં રજૂ કરવામાં આવેલી 2000 રૂપિયાની નોટોનો હેતુ નોટબંધી બાદ ભારતીય અર્થવ્યવસ્થાને વહેલામાં વહેલી તકે ચલણમાં લાવવાનો હતો. કેન્દ્રીય બેંક દ્વારા ઘણીવાર એવું કહેવામાં આવ્યું છે કે તે સર્ક્યુલેશનમાં રહેલી હાઈ વેલ્યુની નોટો ઘટાડવા માગે છે. આ જ કારણ છે કે, RBI એ છેલ્લા ચાર વર્ષમાં 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે.
ચૂંટણી વધી રહ્યો છે રોકડનો ઉપયોગ. જો કે, આરબીઆઈના પગલા પર કટાક્ષ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે 2,000 રૂપિયાની નોટે કાળા નાણાનો સંગ્રહ કરનારાઓને તેમના રૂપિયા જમા કરાવવામાં મદદ કરી હતી. સરકાર અને કેન્દ્રીય બેંક દ્વારા આ પગલાનું કારણ આપવામાં આવ્યું નથી. વિશ્લેષકો કહે છે કે આ નિર્ણય દેશમાં રાજ્ય અને સામાન્ય ચૂંટણીઓ પહેલા આવે છે જ્યારે સામાન્ય રીતે રોકડનો ઉપયોગ વધી જાય છે. આ હતો 10000 ની નોટ લાવવા પાછળનું આ સૂચન હતું. નોટબંધી અને 2000 રૂપિયાની નોટ બજારમાં આવી તે પહેલાં બીજો વિવાદાસ્પદ વિચાર સામે આવ્યો હતો. – આ હતો 10,000 રૂપિયાની નોટ. પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના સમયમાં RBI દ્વારા 5,000 અને 10,000 રૂપિયાની નોટો રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આરબીઆઈ દ્વારા પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે, કેન્દ્રીય બેંકે ઓક્ટોબર 2014માં આ સંબંધમાં ભલામણ કરી હતી. 10,000 રૂપિયાની નોટ રજૂ કરવા પાછળનો વિચાર એ હતો કે 1,000 રૂપિયાની નોટનો મૂલ્ય મોંઘવારીથી ઓછો થઈ રહ્યો છે. 2,000 રૂપિયાની નોટોની નવી સીરીઝ રજૂ કરી. આ સૂચનના લગભગ દોઢ વર્ષ પછી સરકારે મે 2016માં RBIને 2,000 રૂપિયાની નવી સિરીઝની નોટ રજૂ કરવાના નિર્ણય વિશે જાણ કરી હતી. તેના માટે જૂન 2016માં પ્રિન્ટિંગ પ્રેસને સૂચના આપવામાં આવી હતી. બાદમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, સરકારે 5,000 રૂપિયા અને 10,000 રૂપિયાની નોટોની ભલામણ સ્વીકારી નથી.
વધુમાં વાંચો… ગ્રાહકો માટે રાહતના સમાચાર – સ્ટોર પર ખરીદી માટે મોબાઈલ નંબર આપવો જરૂરી નથી, સરકારે બહાર પાડ્યો આદેશ
જો તમને કોઈપણ સ્ટોર પર બિલિંગ દરમિયાન મોબાઈલ નંબર પણ માગવામાં આવે છે, તો તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. ગ્રાહક બાબતોના મંત્રાલયે રિટેલર્સને આદેશ આપ્યો છે કે તેઓ અમુક સેવાઓ પ્રદાન કરવા માટે ગ્રાહકોની વ્યક્તિગત વિગતો અથવા મોબાઇલ નંબર લેવાનો આગ્રહ ન કરે. ગ્રાહકોની ફરિયાદો મળ્યા બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે, ગ્રાહકોએ ફરિયાદ કરી છે કે ઘણા રિટેલર્સ જો તેમનો મોબાઈલ નંબર શેર કરવાનો ઇનકાર કરે છે તો તેમને સર્વિસ આપવામાં આવતી નથી.
પર્સનલ નંબર વગર નથી બનાવી શકાતા બિલ. ઉપભોક્તા બાબતોના સચિવે જણાવ્યું છે કે ‘વેન્ડર્સ કહે છે કે જ્યાં સુધી પર્સનલ નંબર આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ બિલ બનાવી શકતા નથી. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આ એક અયોગ્ય અને પ્રતિબંધિત વેપાર પ્રથા છે. માહિતી એકત્ર કરવા પાછળ કોઈ તર્ક નથી. તેમણે જણાવ્યું કે ગોપનીયતાની ચિંતા છે. તેથી, ગ્રાહકોના હિતમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રિટેલ ઉદ્યોગ અને ઉદ્યોગ સંસ્થાઓ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ફિક્કી (FICCI) ને એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. દેશમાં ગ્રાહકો માટે બિલ જનરેટ કરવા માટે રિટેલર્સને તમારો મોબાઈલ નંબર આપવો જરૂરી નથી. જો કે, રિટેલર્સ વેન્ડર દ્વારા ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે એક જ નંબરનો આગ્રહ રાખતા ગ્રાહકોને એક અજીબ સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે. મોટેભાગે તેમાંની ઘણી પરિસ્થિતિઓમાં ગ્રાહકોને નાપસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવતો નથી. ઉલ્લેખનીય છે કે, ઘણી જગ્યાએ સેવાઓ કે વસ્તુ ખરીદવા પર દુકાનદારદાર દ્વારા ગ્રાહકો પાસેથી તેમનો પર્સનલ મોબાઈલ નંબર માગવામાં આવે છે. દુકાનદાર દ્વારા કહેવામાં આવે છે કે, આ નંબર પર તમને ઓફરના મેસેજિસ મોકલવામાં આવે છે. પણ અનેક વખત ગ્રાહકોની પ્રાઈવસી ખોરવાય છે અને નકામા મેસેજ મોકલવામાં આવે છે.