સરકારી મિલકતો પર પોસ્ટરો લગાવી આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ કરનાર આપ પાર્ટીના ઉમેદવાર ને શોકોઝ નોટિસ આપી કડક પગલાં ભરવા બાબત

10 Nov 22 : ઉપરોક્ત વિષય સંદર્ભ તળે જણાવવાનું કે આગામી ધારાસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ દરેક રાજકીય પક્ષોએ આદર્શ આચાર સહિતનો અમલ કરવાનો થાય છે. પરંતુ મને મળેલી ફરિયાદ બાબતે મેં સ્થળ પર તપાસ કરતા આચાર સહિતા નો ખુલ્લેઆમ ભંગ થતો હોય તેવું જણાયું હતું જેમાં રાજકોટ વિધાનસભા 70 ના ઉમેદવાર શિવલાલ બારસિયા દ્વારા પોતાના પ્રદેશ પ્રમુખ સહિતના અન્ય મહાનુભાવોના પોસ્ટરો શહેરના વોર્ડ નંબર ૧૪માં આવેલ ગીતા નગર ૬ અને ગીતા નગર ૭ વસુધરા એપાર્ટમેન્ટની સામે તેમજ ધર્મજીવન મેઇન રોડ પર, જલારામ ચોક પાસે સંતોષ મકાનની સામે તથા આજુબાજુની શેરીઓમાં રાજકોટ મહાનગરપાલિકાના રોશની વિભાગના પોલ વોર્ડ નંબર ૧૪ ના ૨૪૩,૨૪૪,૨૮૮,૨૯૧ પર અને પીજીવીસીએલના તે જ જગ્યાએ પરના સબ સ્ટેશન પર પોતાના ફોટા સાથે અને આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખના અને અન્ય મહાનુભાવોના ફોટા સાથે અંદાજે ૬૦ થી ૭૦ પોસ્ટરો લગાવેલા છે. જે છેલ્લા ત્રણેક દિવસથી લાગેલા હોવા છતાં આપના અધિકારીઓ નુ ધ્યાન ગયેલ નથી જે આશ્ચર્ય પમાડે તેવી બાબત છે. મારી જાણ મુજબ સરકારી મિલકત પર કોઈ પણ જાતનો પ્રચારાત્મક કાર્યવાહી કરી શકાતી નથી તેમ છતાં આપ પાર્ટીના ઉમેદવારે આચાર સહિતા નો ખુલ્લેઆમ નિયમ ભંગ કરેલ હોય તેવું સ્પષ્ટ જણાય છે જે પગલે તાત્કાલિક નિયમ મુજબ કડક કાર્યવાહી કરવા મારી અપીલ છે.

વધુમાં આપ પાર્ટીના વિધાનસભાના 70 ના ઉમેદવાર ને શોકોઝ નોટીસ આપી પોસ્ટરો અનઅધિકૃત લાગેલ હોય તો તે ડીલીટ (દૂર કરવાનો) કરવાનો જે કાંઈ ખર્ચ થાય તે ઉમેદવાર ખાતે ઉધારવા અને નિયમ મુજબ કડક કાર્યવાહી કરી મને ઉપરોક્ત સરનામે, મારા મેઇલ આઈ ડી પર અથવા મારા વોટ્સએપ નંબર પર મને આપના દ્વારા થયેલ કાર્યવાહીની જાણ 24 કલાકમાં કરવા મારી આપ શ્રી ને અપીલ છે. વધુમાં આજે અથવા આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ જાહેર થઈ જવાના હોય ત્યારે આગામી દિવસોમાં ચૂંટણીઓનો માહોલ પૂર્ણ રીતે ખીલવાનો હોવાથી રાજકોટ શહેર જિલ્લામાં બાહુબલી ઉમેદવારો પણ સરકારી મિલકત પર આ પ્રકારની પ્રચારાત્મક કાર્યવાહી કરી હરકત ન કરે તે બાબત ધ્યાનમાં રાખી યોગ્ય પગલાં ભરવા જરૂરી છે. આપના પ્રત્યુતરની રાહ જોઈ રહ્યો છું.

સંદર્ભ : ત્રણેક દિવસથી રાજકોટ મહાનગરપાલિકાના વીજ પોલ અને વીજ સબ સ્ટેશન પર લાગેલ પોસ્ટરો અંગે બિડાણમાં આપેલ ફોટોગ્રાફ્સ ના અનુસંધાનમાં.

ગજેન્દ્રસિંહ ઝાલા,(મોબાઈલ – ૯૪૨૬૨ ૨૯૩૯૬)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here