સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, 68 પૈકી 40 ન્યાયાધીશનું એડિશનલ જજનું પ્રમોશન પાછું ખેંચાયું, 28 જજને મળી રાહત

15 May 23 : સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે, જે મુજબ ગુજરાત હાઇકોર્ટના પ્રમોશન અપાયેલા 68 પૈકી 28 જજને મોટી રાહત મળી છે. એટલે કે 28 જજના પ્રમોશન યથાવત રખાયા છે, જ્યારે 40 ન્યાયાધીશનું એડિશનલ જજનું પ્રમોશન પાછું ખેંચી લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના સીનિયર સિવિલ જજ કેડરના 2 અધિકારીએ અરજી કરી હતી, જે બાદ ગુજરાત હાઇકોર્ટે સત્તાવાર નોટીફિકેશન બહાર પાડ્યું છે. અગાઉ ગુજરાતની નીચલી કોર્ટના 68 જજોના પ્રમોશન પર રોક લગાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જજોના આ પ્રમોશન પર રોક લગાવી હતી. SCએ કેટલાક ચોક્કસ અવલોકન કરીને આ રોક લગાવી હતી. જ્યારે આજે 68માંથી 40 ન્યાયાધીશનું એડિશનલ જજ તરીકેનું પ્રમોશન પાછું ખેંચી લેવાનો નિર્ણય કરાયો છે. જ્યારે, માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની કેદની સજા ફટકારનારા જજ હરિશ વર્મા સહિત 28 જજોના પ્રમોશન યથાવત રખાયા છે.

મેરિટ અને સિન્યોરિટીના આધારે નવું લિસ્ટ બનાવી નિમણૂક કરવા માગ કરાઈ હતી. જણાવી દઈએ કે, આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ. આર. શાહની અધ્યક્ષતા વાળી બેન્ચ કરી હતી. ગુજરાતમાં નીચલી અદાલતના 67 જ્યુડિશિયલ ઓફિસરોના પ્રમોશન સામે થયેલી અરજી પર 9 મેના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જ્યારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષોની રજૂઆત પૂર્ણ થઈ હતી. અગાઉ સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ હરિશ વર્મા સહિત 67 જજની પણ બઢતી-બદલી કરવામાં આવી હતી. જો કે, આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજીમાં રાજ્ય સરકાર દ્વારા જજોની નિમણૂક તેમ જ ગુજરાત હાઇકોર્ટની યાદી માટે જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનને રદ કરવા માગ કરાઈ હતી અને મેરિટ અને સિન્યોરિટીના આધારે નવું લિસ્ટ બનાવી નિમણૂક કરવા માગ કરાઈ હતી. મીડિયા અહેવાલ મુજબ, જજ હરિશ વર્માને રાજકોટ કોર્ટ ખાતે 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરાયા હતા.

વધુમાં વાંચો… સુરતના પુનાગામે દીપડો પાંજરે પુરાયો, ગામજનોએ કહ્યું- હજી પણ 3થી 4 દીપડા હોવાની આશંકા

સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામે એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી દીપડો ગામની સીમમાં આંટાફેરા મારતો હોવાથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં આજે એક કદાવર દીપડો પાંજરે પુરાયો છે. જો કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હજુ પણ બેથી ત્રણ દીપડાની હાજરી દેખા દીધી છે. આથી વન વિભાગ દ્વારા બીજા પાંજરા ગોઠવીને દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકો દ્વારા માગ કરાઈ રહી છે.

ઉલ્લ્ખનીય છે કે, સુરત તેમ જ તાપી જિલ્લામાં અવારનવાર દીપડા દેખાયા હોવાના અહેવાલો સામે આવતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના પુના ગામની હદમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેર જોવા મળ્યા હતા. દીપડાને લઈને ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડો દેખાતા ગામજનોએ વન વિભાગને જાણ કરી હતી. આથી વન વિભાગની ટીમ ત્વરિત એકશનમાં આવી હતી અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા, જેમાં આજે વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા ગામજનો દીપડાને જોવા માટે મોટી સંખ્યમાં ઉમટી પડ્યા હતા. જો કે, આખરે એક દીપડો પાંજરે પુરાઈ જતા ગામજનોએ રાહતનો દમ લીધો હતો. પરંતુ, કેટલાક સ્થાનિકો લોકોએ જણાવ્યું હતું કે, સાડા પાંચ વાગ્યાના અરસામાં એક દીપડો પાંજરે પુરાયો છે. હજુ અન્ય 3થી 4 દીપડા ગામની સીમમાં હોવા ની આશંકા છે. રાતના સમયે દીપડા ગામમાં આવે છે અને પશુઓનું મારણ કરે છે, જેથી વન વિભાગ બીજા પાંજરા ગોઠવીને અન્ય દીપડાઓને પણ પાંજરે પૂરે તે જરૂરી છે. દીપડો રાતે આવીને પશુઓનો શિકાર કરે છે. ગામજનોમાં દીપાડાને લઈને ડરનો માહોલ છે, જેથી વન વિભાગે બીજા પાંજરા મુકીને દીપડાઓને પકડવા માટે વિનંતી કરાઈ છે.

વધુમાં વાંચો… ‘ભાજપનું નકલી હિન્દુત્વ કામ ન આવ્યું, કર્ણાટકમાં થયું અસલી ‘ઓપરેશન લોટસ’, સામનાના તંત્રીલેખમાં મોદી-શાહ પર આકરા પ્રહાર
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે 135 બેઠકો સાથે મોટી જીત મેળવી છે. આ અંગે સામનાના તંત્રીલેખમાં એક લેખ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે, ‘ભાજપનું નકલી હિન્દુત્વ કર્ણાટકમાં કામ ન આવ્યું અને અસલી ‘ઓપરેશન લોટસ’ હવે ત્યાં થયું છે. શિવસેના (UBT)એ સોમવારે આ લેખ દક્ષિણના રાજ્યમાં ભગવા પાર્ટીની હાર બાદ લખ્યો છે.

શિવસેના (UBT) એ પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કહ્યું કે કર્ણાટકની જનતાએ ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને કારમી હાર આપી છે. આ દેશ માટે સારો સંકેત છે. જેના માટે કર્ણાટકની જનતાને અભિનંદન આપવા જોઈએ. સામનાના તંત્રીલેખમાં વધુમાં જણાવવામાં આવ્યું કે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપને માત્ર 65 બેઠકો મળી છે. આ સાથે જ તેનો એકમાત્ર દક્ષિણી કિલ્લો કર્ણાટક પણ ભાજપના હાથમાંથી નીકળી ગયો છે. સામનાના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે કન્નડના લોકોએ વર્ષ 2024માં દેશમાં શું થશે તેની દિશા બતાવી દીધી છે. શિવસેનાએ કહ્યું કે કર્ણાટકમાં ભાજપની હાર નિશ્ચિત છે અને પાર્ટીમાં મતભેદો હોવા છતાં એક રહેવા માટે રાજ્યમાં કોંગ્રેસ નેતૃત્વની પ્રશંસા કરી. શિવસેનાએ કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ એકજૂટ છે. જો કે નેતાઓ વચ્ચે મતભેદો હતા, પરંતુ તેમણે ચૂંટણી દરમિયાન તે જાહેર ન કર્યું. શિવકુમાર, સિદ્ધારમૈયા સહિત જેઓ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવતા હતા. બધાએ આ મુદ્દો હાઈકમાન્ડ પર છોડી દીધો અને ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું. લેખમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ સિવાય બસવરાજ બોમ્મઈની આગેવાની હેઠળની ભાજપ સરકાર ભ્રષ્ટાચાર, લૂંટફાટ, મોંઘવારી અને બેરોજગારી માટે કુખ્યાત છે. જ્યારે આ મુદ્દાઓ વધુ મહત્ત્વના હતા, ત્યારે આ તમામ મુદ્દાઓને બાજુ પર મૂકીને ભાજપ અને તેના નેતાઓ દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરતા હતા. તેઓ હિન્દુ-મુસ્લિમો વચ્ચે તિરાડ ઉભી કરી રહ્યા હતા.

કર્ણાટકમાં બીજેપીનું નકલી હિન્દુત્વ કામ ન આવ્યું. તંત્રીલેખમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી અને શાહના ભાષણો રાજકીય યુક્તિઓ સિવાય બીજું કંઈ નથી. તેમણે પહેલા ‘હિજાબ’નો મુદ્દો શરૂ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી. આ પછી મોદી અને અન્ય લોકોએ ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ બલીનું અપમાન ગણાવીને બૂમો પાડવાનું શરૂ કર્યું. મોદીએ બજરંગ બલીને પ્રચારમાં લોન્ચ કર્યા, પરંતુ આ બધાથી કર્ણાટકમાં કોઈ ફરક પડ્યો નહીં. ઉલટાનું, બજરંગ બલીએ મોદી-શાહના માથા પર ગદા ફેંકી અને રાહુલ ગાંધીના ખભા પર મૂકી. તે સ્પષ્ટ છે કે કર્ણાટકમાં ભાજપનું નકલી હિન્દુત્વ કામ ન આવ્યું.શિવસેનાએ પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું. લેખમાં કહેવામાં આવ્યું કે કર્ણાટકના લોકોએ મોદીની બૂમો સાંભળી નહીં. કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ ઘણી વખત ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસે અત્યાર સુધીમાં 91 વખત તેમને ગાળો આપી છે.

‘કોંગ્રેસે મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો જ્યારે ભાજપે હિજાબ અને બજરંગબલીને…’ મોદીના આ નિવેદન પર પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી લોકોના પ્રશ્નોની વાત નથી કરતા, પરંતુ કોંગ્રેસના લોકોએ તેમને જે કહ્યું તે કહેવામાં વ્યસ્ત છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે મોંઘવારી અને ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારા અંગે ભાજપની નીતિની પણ ટીકા કરી હતી. કર્ણાટકમાં કોંગ્રેસ માટે બજરંગ બલી અને હિજાબ કરતાં મોંઘવારીનો મુદ્દો વધુ મહત્ત્વનો હતો. શિવસેનાએ દાવો કર્યો કે કર્ણાટકના લોકોએ ભાજપના ઓપરેશન લોટસને કચડી નાખ્યું. હવે ઓપરેશન લોટસના દિવસો ગયા, ધમકીઓ આપીને ચૂંટણી જીતવી, ED, CBIને વિપક્ષ ની પાછળ મૂકી. કર્ણાટકના ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય માણસ સરમુખત્યારશાહીને હરાવી શકે છે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે જો ભાજપ કર્ણાટક જીત્યું હોત તો પીએમ મોદીએ શ્રેય લીધો હોત, પરંતુ હવે ભાજપ હારી ગયું છે. એટલા માટે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ હારની જવાબદારી લેવી પડશે. સામનાના તંત્રીલેખમાં યુપીના રાજકારણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. લેખમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ સિવાય દેશના મોટાભાગના રાજ્યોમાંથી ભાજપનો સફાયો થઈ ગયો છે. લોકસભામાં પણ થશે. જો ભાજપ ઉત્તર પ્રદેશમાં જીતે છે, (સંભવ નથી), તો તેનો શ્રેય યોગી મહારાજને જશે અને ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદો વિપક્ષી બેન્ચ પર બેસશે. જ્યારે તેઓ (મોદી-શાહ) પાસે મહત્તમ ગુજરાત હશે. શિવ સેનાએ કહ્યું કે ભારત ઉત્તર પ્રદેશ , ગુજરાત કરતાં મોટું છે અને તે ભારતના સામાન્ય લોકો સરમુખત્યારશાહીની હારથી ખુશ છે. કર્ણાટકના લોકો બુદ્ધિશાળી છે. વાસ્તવિક ઓપરેશન લોટસ હવે કર્ણાટકમાં થયું છે. રાષ્ટ્રીય સ્તરે પણ આવું જ થશે.”

વધુમાં વાંચો… ઇમરાન ખાનને ફાંસી આપવામાં આવે, પાકિસ્તાની સંસદમાં ઉઠી માંગ
બુશરા બીબીને લાહોર હાઈકોર્ટમાંથી રાહત મળી છે. બુશરા બીબીને 23મી મે સુધી જામીન મળી ગયા છે. આ દરમિયાન ઇમરાન ખાન ટુંક સમયમાં જ હાજર થવાના છે. 9 મેના રોજ ઇમરાન ખાન પાકિસ્તાનમાં થયેલી હિંસા સંદર્ભે કોર્ટમાં હાજરી આપશે. બીજી તરફ ઇમરાનનો આરોપ છે કે તેને 10 વર્ષ માટે જેલમાં ધકેલી દેવાની યોજના છે. ઇમરાનનું કહેવું છે કે તેમને એટલે કે શાહબાઝ સરકારને પોતાના ખતમ થવાનો ડર છે.

પાકિસ્તાન સરકાર ઇમરાન ખાનની મુક્તિ સામે સતત હુમલો કરી રહી છે. દરમિયાન, પાકિસ્તાનની સંસદે આજે ઇમરાન ખાનને ફાંસી આપવાની માંગ કરી નાખી છે. પાકિસ્તાનના વિપક્ષી નેતા રિયાઝ અહેમદ ખાને કહ્યું કે ઇમરાન ખાનને જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ. જણાવી દઈએ કે, અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાનની ધરપકડ અને ત્યારપછી મુક્ત થવાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઇમરાન ખાનની ધરપકડ અને મુક્તિ દરમિયાન દેશભરમાં ઇમરાન ખાનના સમર્થકોના હિંસક પ્રદર્શનો બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જે સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસને હટાવવાની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનની સંસદમાં ચીફ જસ્ટિસ બંદિયાલ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું નિવેદન આવ્યું છે. તેમણે શહેબાઝ શરીફ સરકાર પર ટિપ્પણી કરી અને કહ્યું કે ‘સરકાર લાચાર દેખાઈ રહી છે’. દેશમાં ચૂંટણી યોજવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પત્ની બુશરા બીબીને પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે 23 મે સુધી જામીન આપ્યા છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી વધુ એક મોટા સમાચાર છે કે પાકિસ્તાની સંસદમાં ચીફ જસ્ટિસ વિરુદ્ધ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન ઇમરાન ખાનને ડર છે કે તેમને જેલમાં મોકલવામાં આવી શકે છે. ઇમરાને આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે તેને 10 વર્ષ માટે જેલમાં ધકેલી દેવાની તૈયારી થઈ રહી છે. શાહબાઝ શરીફ સરકાર બુશરા બીબીને પણ જેલમાં મોકલવા માંગે છે. ઇમરાને કહ્યું કે આ બધા પાછળ સરકારનો પ્લાન લંડન કામ કરી રહ્યો છે.

શરીફ સરકાર સંવિધાન વિરુદ્ધ કામ કરી રહી છે, ઇમરાનનો મોટો આરોપ. સોમવારે પાકિસ્તાનની રાજનીતિમાં ફરી જોરદાર હોબાળો મચી ગયો છે. રેડ ઝોનનો ગેટ તોડવામાં આવતા ઇમરાન ખાન ગુસ્સે થઈ ગયા અને તેમણે એક વીડિયો ટ્વીટ કરીને સરકાર પર મોટો આરોપ લગાવ્યો. ઇમરાને કહ્યું છે કે સુરક્ષા દળોએ સુપ્રીમ કોર્ટ તરફ જઈ રહેલા બદમાશોની મદદ કરી અને તેમનો રસ્તો સરળ બનાવ્યો. ઇમરાને કહ્યું કે સરકાર બંધારણની વિરુદ્ધ કામ કરી રહી છે. ઇમરાને 6 કેસમાં જામીન માટે અરજી રજૂ કરી. દરમિયાન ઇમરાન ખાન તેની પત્ની સાથે આજે લાહોર હાઈકોર્ટ પહોંચ્યા હતા. બંને આજે કોર્ટમાં હાજર થવાના હતા. બુશરા બીબીને 23મી મે સુધી જામીન મળી ગયા છે. બીજી તરફ ઇમરાન ખાન 6 કેસમાં જામીન માટે અરજી કરી રહ્યા છે. 9 મેની હિંસા બાદ ઈમરાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઇમરાનના સમર્થકો પર હત્યા અને આતંકવાદનો આરોપ લગાવવામાં આવ્યો છે. લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના ઘરે આગચંપી કરવામાં આવી હતી. લાહોરના જિન્નાહ હાઉસને પણ ટોળાએ નિશાન બનાવ્યું હતું. ઇમરાન ખાનના સમર્થકો દ્વારા રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here