સુરત – રૂ.૫૦ લાખ ખર્ચે વરીયાવ તારવાડી જંક્શન થી રીંગ રોડ તરફ જતા ટી.પી.૩૭માં ૧૮ મીટર ડ્રેનેજનું કામ થશે

06 Oct 22 : ભૌતિક સુવિધાઓમાં વધારો થાય તે માટેના અનેકવિધ વિકાસકામોને રાજય સરકાર સાકારિત કરી રહી છે. આવનારા સમયમાં બાકી રહેલા વિકાસકામોને સત્વરે પુર્ણ કરવામાં આવશે.

આ અવસરે ખાતમુહૂર્તના કામોમાં રૂા.૮૦ લાખના ખર્ચે રાધિકા રેસીડેન્સી થી ખાડી તરફ જતા ટી.પી.-૩૭ પર ૧૮ મીટર રસ્તો, રૂા.૧.૨૦ કરોડના ખર્ચે વેડ વરીયાવ બ્રિજ થી વડીયામેઇન રોડને જોડતો ટી.પી.-૩૭ પર ૧૮ મીટર રસ્તો, રૂા.૫૦ લાખના ખર્ચે સાકારિત થનાર વરીયાવ તાડવાડી જંક્શન થી રીંગ રોડ તરફ જતા ટી.પી.-૩૭ પરના ૧૮ મીટર ડ્રેનેજનું કામ, રૂા.૧૮ લાખના ખર્ચે નીલકંઠ પંચવટી થી મધુવન જતા રસ્તાના કાર્ય સહિત કુલ રૂા. ૨.૬૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશભાઈ પટેલ, કોપોરેટર સર્વશ્રીઓ અજીતભાઇ પટેલ, રાજેન્દ્રભાઇ પટેલ, ગીતાબેન સોલંકી, સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

થરાદ – યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ધારાસભ્યએ તેમના વિરોધમાં કામ કર્યું હોવાનો ગુલાબસિંહ પર આક્ષેપ જિલ્લા મહામંત્રી યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ પ્રધાનજી ઠાકોરે લગાવ્યો

06 Oct 22 : થરાદ કોંગ્રેસમાં આંતરીક જૂથવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના નેતા અને પ્રધાનજી ઠાકોરે કોંગ્રેસના બનાસકાંઠાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પર આરોપ લગાવ્યો છે. તેમને ભેદભાવનો અને ચૂંટણીમાં હરાવવાનો આક્ષેપ લગાવ્યો છે. યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ધારાસભ્યએ તેમના વિરોધમાં કામ કર્યું હોવાનો ગુલાબસિંહ પર આક્ષેપ જિલ્લા મહામંત્રી યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ પ્રધાનજી ઠાકોરે લગાવ્યો છે. આ સાથે પ્રધાનજી ઠાકોરની આ વખત ટિકિટની પણ આશા છે.

તેમનું કહેવું છે કે, 2021માં વિધાનસભા યુથ કોંગ્રેસની ચૂંટણી પ્રમુખની દાવેદારી તરીકે હું લડ્યો હતો. ત્યારે ગુલાબસિંહ રાજપુતે તેમને હરાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું તેમણે કહ્યું છે. અમારા સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહે મને હરાવવા મહેનત કરી હતી. વિજયા દસમીના દિવસે અમારી બેઠક પણ સમાજની યોજવામાં આવી હતી. સમાજમાંથી સૂર નિકળ્યો હતો સમાજે કહ્યું આવનાર સમયમાં અમે તમારી સાથે છીએ તેવું તેમનું માનવું છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક પાર્ટીઓ અન્ય પાર્ટીઓ પર આક્ષેપ કરી રહી છે ત્યારે કોંગ્રેસમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં આ જૂથવાદ સામે આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here