સુરત : બાળકનું અપહરણ અને હત્યા કેસ

ગત શુક્રવારે સુરત જિલ્લામાં કડોદરા પાસે સાંજે ટ્યુશનથી ઘરે જતા 12 વરસના બાળકનું અપહરણ કરી ખંડણી માંગીને હત્યા કરવાના ચકચારી બનાવમાં જિલ્લા પોલીસની ટીમને સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ મોનું યાદવ સહિત બે બાળ કિશોરોને પણ બિહારના છપરા ખાતેથી ઝડપી પાડ્યા છે, આ સમગ્ર ઘટનાનો મિનિટે મિનિટ મોનિટરિંગ કરતા રેન્જ આઇ.જી વી. ચંદ્રશેખર માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરને મોટી સફળતા મળી છે.
સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલા સીએનજી પમ્પ નજીક રો હાઉસ હાઉસમાં રહેતું 12 વર્ષનું બાળક ટ્યુશનથી સાંજે ઘરે જતું હતું ત્યારે રસ્તામાં સોસાયટીમાં રહેતો મનુ અને સોનુ યાદવ નામના બંધુએ તેના સાગરીતો સાથે બાળકનું અપહરણ કરી તેના પિતાને મોબાઈલ પર 50,000 પછી પાંચ લાખ અને 15 લાખની માંગણી કરી હતી. આ સંદર્ભે જો પોલીસને જાણ કરશે તો તારા છોકરાને હત્યા કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.
જો કે, મા-બાપ દ્વારા કડોદરા પોલીસને સંપર્ક કરાયો હતો અને પોલીસે સંયમતાથી બાળકને હેમખેમ છોડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ, જિલ્લા પોલીસ તેમાં સફળ થઈ ન હોતી અને બાળકની હત્યા કરેલી લાશ કામરેજના ઊંભેળ ગામની સીમમાંથી મળી આવી હતી, જેમાં પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરી હતી. પોલીસે તે સમયે ઉમંગ ગોહિલ નામના આરોપીને સવારે સુરતના અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન 2017માં હત્યાના ગુનામાં સંડવાયેલા મોનું અને સોનુ યાદવ એ બાળકનું અપહરણ અને હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
આ માહિતીના આધારે કડોદરા પોલીસ મથકે હત્યા અને અપહરણનો ગુનો નોધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને મિનિટે મિનિટે મોનિટરિંગ કરતા રેન્જ આઇજી વી. ચંદ્રશેકરને પ્રતિષ્ઠાનો સવાલ ઊભો થયો હતો. તેમણે પોતાનો મોટાભાગનો સમય સીબીઆઈમાં કાઢ્યો હતો, જેને લઈને આ ઘટના તેમને પોતાના અધિકારી સુરત જિલ્લાના એસપી હિતેશ જોયસરને સમગ્ર માર્ગદર્શન આપીને આરોપીને ઝડપી પાડવા માટેની ટીમો તૈયાર કરી હતી. ખાસ કરીને સર્વોલન્સ અને ઇન્ટેલિજન્સ સર્વર તેમ જ મોબાઇલ ટ્રેકિંગના આધારે સુરત જિલ્લાના એલસીબી પીઆઇ આર.બી. ભટોળ, પીએસઆઇ લાલજી રાઠોડની ટીમ બિહારના છાપરા ખાતે પહોંચી હતી, જેમાં બિહાર રાજ્યની એસટીએફ, સુરત જિલ્લાની એલસીબી પોલીસ સાથે ત્રણ દિવસ સુધી અલગ-અલગ વિસ્તારોમાં છાપા માર્યા હતા.
આખરે 12 વર્ષના બાળકની હત્યામાં સંડોવાયેલા માસ્ટર માઈન્ડ મોનું યાદવ અને બીજા બે બાળ કિશોરને ગઈકાલે રાતે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઓપરેશન અત્યંત ગુપ્ત રીતે સુરત રેન્જ આઈજી વી. ચંદ્રશેકર અને સુરત જિલ્લાના એસપી હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. બાળકના અપહરણ અને હત્યાની ઘટનામાં પોલીસે 5 આરોપીઓ પૈકી 4 આરોપીની ધરપકડ કરી છે. ત્યારે હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. તેને પણ દબોચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

“સનાતની હિન્દુ હોવા પર ગર્વ”, હિમાચલના રાજ્યપાલે હિન્દી વિશે કહ્યું – તે હિન્દુસ્તાનનું પ્રતીક છે
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લાએ નવી મુંબઈમાં હિન્દી દિવસ નિમિત્તે “મુંબઈ હિન્દી ભાષી સમાજ” દ્વારા યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ ખાતે આયોજિત સ્વાગત સમારોહમાં જણાવ્યું કે મને સનાતની હિન્દુ હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું કે આપણે વિચારવું પડશે કે સનાતનની રક્ષા કેવી રીતે કરવી? સનાતન પર ટીપ્પણી કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં તેમણે કહ્યું કે લોકોને લાગે છે કે સનાતન વિશે કંઇક બોલીને મત મેળવી શકાય છે, તેથી જ કેટલાક લોકો આવું બોલી રહ્યા છે.
તેમણે કહ્યું કે તાજેતરમાં હું રાયબરેલીમાં એક કાર્યક્રમમાં હતો, ત્યાં પણ મેં સનાતની હિંદુ હોવાનો ગર્વ હોવાની વાત કરી હતી. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના મૂલ્યો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આ દેશની સંસ્કૃતિએ દરેક માટે સુખની કલ્પના કરી છે. તેમણે કહ્યું કે વિકસિત રાષ્ટ્ર ઈંગ્લેન્ડના વડાપ્રધાન મંદિરમાં પ્રણામ કરે છે અને દેશના જ કેટલાક લોકો સનાતન પર સવાલો ઉઠાવે છે.
રાજ્યપાલે કહ્યું કે હિન્દી દેશની આકાંક્ષાનો મંત્ર છે. હિન્દી દેશનું બિંદુ છે. સ્વતંત્રતા ચળવળમાં તમામ ક્રાંતિકારીઓએ હિન્દીને બુલંદ કરી, તેથી હિન્દીને રાજભાષા એટલે કે કામકાજની ભાષા બનાવવામાં આવી છે. જે દેશોમાં અંગ્રેજી બોલાય છે ત્યાં હિન્દીનો બોલબાલા વધી રહી છે. તેમણે કહ્યું કે દેશનું વહીવટી, વૈજ્ઞાનિક અને ટેકનિકલ કામ હિન્દી ભાષામાં થાય તે જરૂરી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં હિન્દીની જે સ્થિતિ બની છે તે દુઃખદ છે. આપણે આપણી ભાષા બોલતા અચકાઈએ છીએ, પછી એ ભાષામાં કામ ક્યાંથી થાય. તેમણે કહ્યું કે હિન્દી સામાજિક સમરસતાનો આધાર છે. હિન્દી ભારતને જોડે છે અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. હિન્દી એ હિન્દુસ્તાનનું પ્રતીક છે, તેથી આ પ્રતીકને વધુ વિસ્તૃત – પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમણે હિમાચલના પ્રવાસીઓને મહારાષ્ટ્ર અને હિમાચલને જોડવાનું માધ્યમ ગણાવ્યું હતું.

પુતિન અને કિમ જોંગની બેઠકનો જવાબ હશે જો બાઇડન-ઝેલેન્સકીની બેઠક, હવે કેપિટોલ હિલ પહોંચશે યૂક્રેનના રાષ્ટ્રપતિ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ટૂંક સમયમાં રશિયા-યૂક્રેન યુદ્ધના મુદ્દે એકબીજા સાથે મોટી બેઠક કરવા જઈ રહ્યા છે. આ બેઠક રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચેની તાજેતરની બેઠકનો જવાબ માનવામાં આવી રહી છે. કિમ જોંગ ઉને તાજેતરમાં જ રશિયાની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન, પુતિન અને કિમ વચ્ચે એક મોટી શસ્ત્ર ડીલ પર હસ્તાક્ષર થયા હોવાના અહેવાલ છે. જો કે, અમેરિકાએ રશિયા અને ઉત્તર કોરિયાને હથિયારોની ડીલ કરવા સામે ચેતવણી પણ આપી હતી. પરંતુ બંને દેશો સહમત ન હતા. આ પછી અમેરિકા અને યૂક્રેનને હથિયારોની સપ્લાયને લઈને એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. યૂક્રેનને આનાથી સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે. કારણ કે તેને હથિયારોની ખૂબ જ જરૂર છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે અમેરિકા આવશે અને આ દરમિયાન તેઓ આવતા અઠવાડિયે અમેરિકી સંસદ ભવન (કેપિટોલ હિલ) ની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. ઝેલેન્સકીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ સંસદ રશિયાના હુમલા સામે લડી રહેલા યૂક્રેનને 21 બિલિયન ડોલરની સૈન્ય અને માનવતાવાદી સહાય આપવા પર ચર્ચા કરી રહી છે. હાલમાં જ અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન યૂક્રેન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે યૂક્રેનને વધારાની સૈન્ય સહાય આપવાની જાહેરાત કરી હતી. આ પછી યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ઔપચારિકતાઓ પૂરી કરવા અમેરિકા જઈ રહ્યા છે. જેથી આ યોજનાઓનો અમલ કરવો સરળ બને. હવે અમેરિકા અને યૂક્રેન વચ્ચેના હથિયારોના સોદાને લઈને યુએસએના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઝેલેન્સકી વચ્ચે વાતચીતનો નવો રાઉન્ડ થશે. અત્યાર સુધી આ યુદ્ધમાં રશિયન અને યૂક્રેનિયન બંને સેનાને ભારે નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here