સુરત – ‘લોરેન્સ બિશ્નોઇ ગ્રૂપ સે સુખા સોપુ બોલ રહા હું…’ કહી કાપડના વેપારી પાસે રૂ. 5 લાખની ખંડણી માગી

20 March 23 : છેલ્લા 9-10 વર્ષથી જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે સુરતના વરાછાના વેપારીને ફોન કરી રૂ. 5 લાખની ખંડણી માગતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે વરાછા પોલીસે ખંડણી અને ધમકીનો ગુનો નોંધીને મોબાઇલ નંબરના આધારે ખંડણી માગનાર શખ્સની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાગરિતોની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી.

16 માર્ચે રાતે આવ્યો વોટ્સએપ ફોન. મળતી માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં ખોડિયારનગર રોડ ખાતે આવેલી કૃષ્ણ સોસાયટીમાં રહેતા 29 વર્ષીય કેતનભાઈ ચૌહાણ ઓનલાઇન સાડી-કાપડનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન 16 માર્ચના રોજ રાતે 10-11 વાગે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબરથી એક વોટ્સએપ ફોન આવ્યો હતો. કેતનભાઈએ ફોન ઉપાડતા સામે વાળાએ કહ્યું હતું કે,’લોરેન્સ બિશ્નોઇ ગ્રૂપ સે સુખા સોપુ બોલ રહા હું’. કેતન ભાઈએ વળતો પ્રશ્ન કરતા પૂછ્યું કે, કોણ લોરેન્સ બિશ્નોઈ…

સાલ 2015માં સુખા સોપુનું મોત થયું હતું. તે શખ્સે કહ્યું હતું કે, અભી સિદ્ધૂ મુસેવાલા કા મર્ડર કિયા હૈ ના વો લોરેન્સ બિશ્નોઈ. 5 લાખ રૂપિયા ચાહિએ વરના 24 ઘંટે મેં તેરા ભી મર્ડર હો જાયેગા..એવી ધમકી આપી હતી. ત્યાર બાદ કેતનભાઈને કેટલાક મેસેજ પણ આવ્યા હતા, જેમાંથી એક મેસેજમાં લખ્યું હતું કે, ‘લોરેન્સ બિશ્નોઈ ગ્રૂપ સુખા સોપી ગ્રૂપ.’ આ મામલે કેતનભાઈ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેતનભાઈની ફરિયાદના આધારે વરાછા પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ખંડણી અને ધમકીનો ગુનો મોબાઇલ નંબરના આધારે તેની શોધખોળ આદરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વર્ષ 2015માં લોરેન્સના સાગરિત સુખા સોપુનું મોત થયું હતું. આથી કોઈ શખ્સે ટિખળ કરી છે કે કેમ તે દીશામાં પણ તપાસ શુરૂ કરાઈ છે.

વધુમાં વાંચો… મોરબી – સતત બીજે દિવસે ખાણી-પીણીના ધંધાર્થીઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી

મોરબી શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ટ્રાફિકને નડતરરૂપ બનતા ખાણીપીણીના ધંધાર્થીઓ પર શનિવારે કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ બીજે દિવસે રવિવાર ના રોજ પણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની ટીમ દ્વારા ટ્રાફિકને અવરોધરૂપ બનતા ૩ ખાણીપીણીના ધંધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી પોલીસે ટ્રાફિકને નડતરરૂપ ખુરશી ટેબલ ગોઠવીને વ્યવસાય કરતા ન્યુ વિરાટ પાંઉભાજીના કલ્પેશભાઇ કેશવજીભાઇ ઘોડાસરા, ફીનીક્સ આઇસ્ક્રીમના નિમિશભાઇ નરભેરામભાઇ બાવરવા અને રાજસ્થાની ભેળના પ્રકાશભાઇ સોહનલાલ મોદી સામે ટ્રાફિક નિયમભંગ બદલ કાર્યવાહી કરી હતી.

જ્યાં પોલીસે ખુદ ફરિયાદી બની જણાવ્યુ હતું કે, ધંધાર્થીઓ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ થાય તેમજ અકસ્માત બનાવ બને તે રીતે ભયજનક રીતે જાહેર રોડ પર વચ્ચોવચ ખુરશી-ટેબલ રાખી વ્યવસાય કરતાં હતા. જેથી તેમના વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૨૮૩ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે લોકમુખે એક જ પ્રશ્ન ચર્ચાઇ રહ્યો હતો કે ટ્રાફિકની આ સમસ્યાને નાબૂદ કરવા માટે અચાનક પોલીસ કેમ એક્ટિવ મોડમાં આવી ગઈ!

વધુમાં વાંચો… મોરબીમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મુકવા બાબતના ઝઘડાનો ખાર રાખી બે યુવાનો પર હુમલો, ચાર ઈસમો હથિયાર સાથે ઘસી આવ્યા, મારામારી કર્યાની ફરિયાદ

મોરબીમાં ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને વાવડી રોડ પર કપિલા હનુમાન મંદિર નજીક બે યુવાન પ ચાર ઇસમોએ હુમલો કરી દીધો હતો જેમાં હથિયાર સાથે આવેલા ઈસમો તૂટી પડતા બે યુવાનોને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૦૭ માં રહેતા બસીર યુસુફ શાહમદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ માર્ચના રોજ બપોરના સુમારે ફરિયાદી બસીર અને તેનો મિત્ર વિપુલ બંને ઘર આગળ બેઠા હતા ત્યારે અલ્ટો કાર અને બે બાઈક આવી રોડ પર પાર્ક કરી તેમાંથી નવાબ ફતેમહંમદ કટિયા,બાબા સામતાણી,સાજીદ જેડા અને અશરફ સોહિન જેડા રહે બધા વિસી પરા વાળા આવીને આજથી છએક માસ પૂર્વે મારા મિત્રને ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે તમે લોકોએ માર માર્યો હતો કહીને આવેશમાં આવી નવાબે પોતાના હાથમાં રહેલ લોખંડ પાઈપનો ઘા મિત્ર વિપુલભાઈને માથામાં મારવા જતા વિપુલભાઈએ તેનો ડભો હાથ આડો કરતા હાથમાં અને આંગળીઓમાં ઈજા થઇ હતી તેમજ બાબા સામતાણીના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે એક ઘા વિપુલને જમના ખભા પર પાછળના ભાગે મારી ઈજા કરી હતી.

સાજીદ જેડાએ લાકડાના ધોકા વડે વિપુલને ડાબા પગની પીન્ડી પર ઘા મારી ઈજા કરી હતી જેથી ફરિયાદી બસીર વિપુલને છોડાવવા જતા આરોપીઓએ ઢીકા પાટું માર મારી ઈજા પહોંચાડી હતી અને ત્યારે લોકો એકત્ર થઇ જતા તમામ ઈસમો ત્યાંથી નાસી ગયા હતા અને જતા જતા તમે આજે તો બચી ગયા છો જો ફરીવાર સામા મળ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગાળો બોલી જતા રહ્યા હતા અને બંને યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

આમ છએક માસ પૂર્વે મિત્રને ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે તમે લોકોએ માર માર્યો હતો કહીને ચાર ઇસમોએ આવીને ફરિયાદી બસીર શાહમદાર અને તેના મિત્ર વિપુલને માર મારી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી નવાબ ફતેમહંમદ કટિયા, બાબા સામતાણી, સાજીદ જેડા અને અશરફ સોહિન જેડા રહે બધા વિસીપરા મોરબી વાળા વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here