22 Sep 22 : સુરતના અડાજણ વિસ્તારમાં ગઈ કાલે દૂધના વેચાણને લઈ અમુક લોકો દ્વારા સુરભીડેરીમાં તોડફોડ મારી હતી. ઘટનાને પગલે દુકાન માલિકે પોલીસને ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે 6 લોકોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત શહેરમાં અવારનવાર કોઈને કોઈ મુદ્દે તોડફોડ થતી હોવાની ઘટના સામે આવે છે તેવા માં ગઈકાલે માલધારી સમાજ દ્વારા દૂધ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતુંજ્યાં માલધારી સમાજ દ્રારા એક દિવસ સુરતમાં દૂધ નહિ આપી બંધનો એલાન કર્યો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં સુરભી નામની ડેરીમાં દૂધનું વેચાણ થઈ રહ્યું હતું ત્યારે ડેરીમાં ટોળું ઘસી આવ્યું હતું અને ડેરી માલિકને દૂધ નું વેચાણ બંધ કરવા કહ્યું હતું.

ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળામાંથી અમુક લોકોએ પાઇપ વડે ડેરીની બહાર રહેલા ક્યાં જ તેમજ ફ્રિજ ના કાચ તોડી 80,000 થી વધુનું નુકસાન કર્યું હતું ઘટના અંગે ડેરી માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે તાત્કા લિક આ ઘટનામાં ડેરીના સીસીટીવી કેમેરા તપાસીયા હતા અને તેમાં છ જેટલા ઈસમો નજરે પડ્યા હતા.

કારણે સુરત શહેરમાં અનેક જગ્યાએ તોડફોડની ઘટનાઓ બની છે જેના કારણે પોલીસે પણ સતર્કતા દાખવી પેટ્રોલિંગ માં વધારો કર્યો હતો અડાજણ વિસ્તારમાં આ ઘટના બની ત્યારે તાત્કાલિક એ તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તુરંત જ તોડફોડ કરનારા ઇસમોને શોધવાની તજવીજ હાથ કરી હતી જેમાં છ ઈસમો ને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • સાગર પટેલની ગંદી હરકત – 15 વર્ષીય કિશોરીની લિફ્ટમાં છેડતી, જાણો સમગ્ર મામલો

22 Sep 22 : સુરત શહેર ના અડાજણ વિસ્તારમાં એક યુવક દ્વારા યુવતીને લિફ્ટમાં એકલી જોઈ વિકૃત હરકત કરતા યુવતી એ તરત ઘરે જઈ પોતાના માતા અને પિતાને સમગ્ર વાત કરતા માતા પિતા દ્વારા યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના અડાજણના પોશ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં જુનિયર ઇજનેર તરીકે નોકરી કરતા યુવાને લિફ્ટમાં એક તરુણી સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકત કરી હતી. આખી ઘટના CCTV માં કેદ થઇ ગઇ હતી. ઘટના પ્રકાશમાં આવતાં જ એપાર્ટમેન્ટના રહીશો રોષે ભરાયા હતા અને હવસખોરને અડાજણ પોલીસને સોંપ્યો હતો. અડાજણ વિસ્તાર ના એક એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતી 15 વર્ષીય તરુણી ટિફિન લેવા માટે નીચે જવાના ઇરાદે લિફ્ટમાં પ્રવેશી હતી. તે વખતે આ તરુણીના ફ્લેટની સામે જ રહેતો સાગર સુનીલ પટેલ દોડીને લિફ્ટમાં ઘૂસી આવ્યો હતો.

ઉતાવળે લિફ્ટમાં આવી ચડેલા યુવાને લિફ્ટમાં જ તરુણીની છેડતી કરી પોતાનું પેન્ટ અને અંડરવિયર ઉતારી અશ્લીલતા ની હદ પાર કરી નાંખી હતી. આ યુવાનની વિકૃતિથી હેબતાઈ ગયેલી તરુણીએ લિફ્ટમાંથી બહાર નીકળી ત્વરિત માતા અને ભાઈને જાણ કરતાં જ એપાર્ટમેન્ટના રહીશો ભેગા થઇ ગયા હતા. લિફ્ટમાં CCTV કેમેરામાં ચેક કરતાં તેમાં પણ આ યુવાનની હરકતો કેદ થઇ ગઇ હતી. યુવકની હરકતથી રોષે ભરાયેલા રહીશો મોડી રાત્રે અડાજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજની ક્લીપ સાથે ફરિયાદ નોંધાવતાં જ પોલીસે યુવકની ધરપકડ કરી હતી.