23 Sep 22 : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના રાજીનામાની અટકળો જેમ જેમ વધી રહી છે તેમ તેમ રાજ્ય ના આગામી મુખ્યમંત્રીને લઈને પણ અફવાઓ વધી રહી છે. પહેલા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટનું નામ જ લોકોની જીભ પર હતું, પરંતુ હવે રાજસ્થાન વિધાનસભાના વર્તમાન સ્પીકર સીપી જોશીનું નામ પણ આવવા લાગ્યું છે. ખુદ ગેહલોતે તેમના નામની ભલામણ કરી હોવાના સમાચાર રાજકીય વર્તુળોમાં છે.

વાસ્તવમાં સીએમ ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાના છે. તેમના કહેવા પ્રમાણે,રાહુલ ગાંધી એ નક્કી કર્યું છે કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદની રેસમાં નહીં હોય, તેથી હવે ગેહલોત પોતાનું નામાંકન દાખલ કરશે. અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે દાવો રજૂ કરશે. આ સાથે હવે રાજસ્થાનમાં પણ નવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ વધી ગયું છે.

સચિન પાયલટ VS સીપી જોશી – અત્યાર સુધી રાજસ્થાનના આગામી સીએમનું ચિત્ર સ્પષ્ટ દેખાતું હતું. બધાની નજર માત્ર સચિન પાયલટ પર હતી. હવે અહીં પહેલા કરતા સસ્પેન્સ વધી ગયો છે. કારણ કે, ગેહલોતે આ માટે સીપી જોશીનું નામ આગળ કર્યું છે. તેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે તેઓ પાયલટને મુખ્યમંત્રી બનતા જોવા નથી માંગતા.

જો કે કોંગ્રેસના ઘણા નેતાઓ ખુલ્લેઆમ પાયલટને સમર્થન આપી રહ્યા છે. પ્રો-પાયલોટ ધારાસભ્યો વેદપ્રકાશ સોલંકી અને ઈન્દ્રરાજ ગુર્જર તેમને સીએમ બનાવવા માટે ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આખરે રાજ્યનું નેતૃત્વ કરવાનો મોકો કોને મળશે?

શું ગેહલોત પાયલોટને બાજુ પર મૂકી રહ્યા છે? – સોનિયા ગાંધી સાથે ગેહલોતની મુલાકાત બાદ એવા અહેવાલો આવ્યા હતા કે તેમણે સીપી જોશીનું નામ આગળ કર્યું છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તેઓ પાયલટને સાઇડલાઇન કરીને મુખ્યમંત્રી બનતા રોકવા માંગે છે. જો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીના એક સભ્યએ કહ્યું કે ગાંધી પરિવાર પાયલટને સીએમ બનાવવાના પક્ષમાં છે.

  • છેતરપિંડી-ધાકધમકી-લાલચથી થતા ધર્મ પરિવર્તન સામે કડક કાયદો બનાવવાની માંગ, કેન્દ્રને નોટિસ

23 Sep 22 : છેતરપિંડી, લાલચ કે ધાકધમકીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા માટે કડક કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે કેન્દ્ર સરકાર અને સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો હતો.

File Image
File Image

જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ કૃષ્ણા મુરારીની બેંચે કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલય અને કાયદા અને ન્યાય મંત્રાલયને નોટિસ પાઠવવાનો આદેશ આપ્યો હતો. તમામ પક્ષકારો પાસેથી 14 નવેમ્બર સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને એ નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે કે ધાકધમકી, બળજબરી કે છેતરપિંડી, ગિફ્ટ કે લાલચ આપીને થતા ધર્માંતરણને રોકવા માટે કડક કાયદો બનાવે. ઉપાધ્યાયે કહ્યું કે આ દેશવ્યાપી સમસ્યા છે, તેથી તેને તાત્કાલિક નિયંત્રણમાં લેવાની જરૂર છે.

એડવોકેટ અશ્વિની કુમાર દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં એક પણ જિલ્લો એવો નથી કે જે ‘હૂક એન્ડ ક્રૂક’ એટલે કે યેન કેન પ્રકારેણથી કરાવવામાં આવતા ધર્મ પરિવર્તનથી મુક્ત હોય. દેશભરમાં દર અઠવાડિયે એવી ઘટનાઓ બને છે કે જેમાં ધાકધમકી, ભેટ-સોગાદો અને પૈસાની લાલચમાં કે છેતરપિંડી કરીને અને કાળા જાદુ, અંધશ્રદ્ધા, ચમત્કારનો ઉપયોગ કરીને ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્યોએ આ જોખમને રોકવા માટે મજબૂત પગલાં લીધાં નથી.

તમિલનાડુની લાવણ્યા આત્મહત્યા કેસનો ઉલ્લેખ – અરજદાર અશ્વિની ઉપાધ્યાયે ખ્રિસ્તી બનવાના દબાણમાં આત્મ હત્યા કરનારી તમિલનાડુની લાવણ્યાના કેસ સહિત આવી અન્ય ઘટનાઓ ટાંકી છે. અરજીમાં ભારતના કાયદા પંચને આ સંદર્ભે એક અહેવાલ તૈયાર કરવા તેમજ ધાકધમકી અને આર્થિક લાભ દ્વારા ધર્મ પરિવર્તનને અંકુશમાં લેવા માટે કડક કાયદો ઘડવાની પણ માંગ કરવામાં આવી છે.