રવિવાર, નવેમ્બર 27, 2022
રવિવાર, નવેમ્બર 27, 2022

Tag: અમેરિકા

spot_img

અમેરિકાના ગોળીબારની વધુ એક ઘટના, વર્જિનિયામાં વોલમાર્ટમાં ગોળીબાર માં 10ના મોત

23 Nov 22 : અમેરિકામાં ખુલ્લેઆમ ગોળીબારની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે ફરી એક વાર આવી જ ગોળીબારની ઘટના સામે આવી...

અમેરિકામાં દિવાળીની ધૂમ ઉજવણી, હેરિસ અને ટ્રમ્પની આજે યોજાશે પાર્ટી, ન્યૂયોર્કની શાળાઓમાં જાહેર કરાઈ રજા

21 Oct 22 : સમગ્ર વિશ્વમાં દિવાળી ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. હિંદુઓનો આ સૌથી મોટો તહેવાર અમેરિકામાં પણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે....

અમેરિકામાં અપહરણ કરાયેલા 4 ભારતીયની હત્યા, હોશિયારપુરના શીખ પરિવારના હતા સભ્યો

06 Oct 22 : અમેરિકામાં અપહરણ કરાયેલા 4 ભારતીયના મોત થયા છે. કેલિફોર્નિયાના શેરિફે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. મૃતકોમાં દંપતી, તેમની આઠ મહીનાની...

ચીન અમારો શ્રેષ્ઠ મિત્ર , અમેરિકા એ અમારો ઉપયોગ કર્યો : ઇમરાન ખાન

12 Jan 22 : બેઇજિંગના વિન્ટર ઓલિમ્પિક્સના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવા માટે 3 થી 6 ફેબ્રુઆરી દરમિયાન ચીનની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન આપવામાં આવેલા...

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને મળ્યા

મંત્રી શ્રી બ્લિન્કને રાષ્ટ્રપતિ બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ હેરિસની શુભકામનાઓ પ્રધાનમંત્રીને પાઠવી હતી. તેમણે આજે દિવસ દરમ્યાન ભારતના વિદેશ મંત્રી અને એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) સાથે થયેલી ફળદાયી આપલે વિશે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા અને સંરક્ષણ, મેરિટાઇમ સલામતી, વેપાર અને રોકાણ, આબોહવા પરિવર્તન અને વિજ્ઞાન તેમજ ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક સંબંધો વધારે ગાઢ કરવા મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ એમની ઉષ્માભરી શુભકામનાઓ તેમજ રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા ક્વોડ, કોવિડ-19 અને આબોહવા પરિવર્તન સંબંધી સહિતની તેમણે કરેલી પહેલ બદલ તેમની પ્રશંસા રાષ્ટ્રપતિ બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ હેરિસને પાઠવી હતી. મંત્રી શ્રી બ્લિન્કને ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષી અને પરસ્પરના મુદ્દાઓના વ્યાપક ફલક પર વધતા જતા અભિસરણની અને આ અભિસરણને નક્કર અને વ્યવહારુ સહકારમાં ફેરવવાની બેઉ વ્યૂહાત્મક ભાગીદારોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે અમેરિકા અને ભારતના સમાજો લોકશાહી, સ્વતંત્રતા અને સ્વાધીનતાના મૂલ્યો પ્રતિ ઘેરી પ્રતિબદ્ધતા પરસ્પર ધરાવે છે અને અમેરિકામાં ભારતીય સમુદાયે દ્વિપક્ષી સંબંધો વધારવામાં અપાર યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે કોવિડ-19, વૈશ્વિક આર્થિક પુન:પ્રાપ્તિ અને આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા પડકારોના સંદર્ભમાં  ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી આગામી વર્ષોમાં વધારે વૈશ્વિક મહત્વની બની રહેશે.

અમેરિકા ના અલાસ્કા માં અનુભવાયા ભૂકંપ ના આંચકા

રવિવારે અમેરિકા ના અલાસ્કા માં ભૂકંપ ના તેજ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1 હોવાની માહિતી અમેરિકન ભૂસ્તરસરવે દ્વારા જણાવવામાં આવેલ.અલાસ્કા માં...