અમરેલીમાં બાબરા ખાતે મહિલાને બીજા લગ્ન કરવાની તાલિબાની સજા, પીલર સાથે બાંધી માર માર્યો, ચોટલો કાપ્યો

14 Dec 22 : બાબરા તાલુકાના ગળ કોટડી ગામની દેવીપુજક સમાજની એક મહિલાને મકાનના પીલર સાથે બે મહિલાઓ દ્વારા પકડી રાખીને લાકડી વડે માર મારી જાણે તાલીબાની સજા આપતા હોય એવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સરકાર દ્વારા મહિલા પુરુષ સમોવડી હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ હજુ અનેક એવા ગામડાઓ છે જ્યાં મહિલાઓ પર અત્યાચાર થતો હોય છે ત્યારે આવી જ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મહિલાએ બીજા લગ્ન કર્યા હોવાના કારણે મન દુઃખ રાખી તાલિબાની સજા રૂપે માર માર્યો હોવાની વિગતો પણ મળી રહી છે, ત્યારે આ ઘટના બાદ ગત મોડી રાત્રે બે મહિલાને બે પુરુષ ચાર વ્યક્તિઓ સામે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર મહિલાને પીલર સાથે બાંધી લાકડી વડે માર મારવામાં આવ્યા બાદમાં કાતરથી મહિલાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. ભોગ બનનારી મહિલાના પતિ ગુજરી જતા મહિલાએ બીજા પુરુષ સાથે કોર્ટ મેરેજ કરતા તેનું મનદુઃખ રાખી પૂર્વ પતિના ઘર પરીવારજનોએ આ મહિલાને તાલિબાની સજા આપી હતી, ત્યારે બાબરા પોલીસ દ્વારા તાલિબાની સજા આપતી બે નિર્દયી મહિલાઓને પકડી પાડવામાં આવી છે. જેમાં બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકટ તેવી વિગતો ડી.વાય.એસ.પી. જે.પી.ભંડેરીએ આપી હતી.

અમરેલીના ડીવાયએસરી જેપી ભંડેરીએ કહ્યું કે, ભોગ બનનાર મહિલાના પતિનું 4 વર્ષ પહેલા અકસ્માતમાં અવસાન થતા મહિલાઓ બીજા લગ્ન કર્યા હતા. ગઈકાલે મહિલા કે જેમના અગાઉ લગ્ન થયા હતા તે ગામમાં મહિલા ગઈ હતી ત્યારે પૂર્વ પતિની બહેન એટલે નણંદ, પતિ અને અન્ય મહિલાઆ એમ 4 લોકોએ લાઠી વડે માર મારી, કાતર વડે વાળ કાપ્યા હતા ત્યારે તેમના સાસુએ વચ્ચે પડી બચાવ્યા હતા અને ભોગ બનનાર મહિલાના પિતાએ પોલીસને જાણ કરી હતી જેથી આ મામલે ગંભીરતા દાખવી બેની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુમાં વાંચો…. ધૂમ્રપાન બંધ કરવાની અનોખી પહેલ! યુવાનો નહીં ખરીદી શકે સિગારેટ, લાગ્યો પ્રતિબંધ; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝીલેન્ડ હવે યુવાનોના ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. આ અંગે સરકારે મંગળવારે સંસદમાં એક કાયદો પસાર કર્યો છે, જેના પછી ન્યુઝીલેન્ડની આવનારી પેઢીઓ (2009 પછી જન્મેલી) પર તમાકુ ખરીદવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. સરકાર અનુસાર, આ વિશ્વના સૌથી કડક કાયદાઓમાંનો એક છે.

નવા કાયદા અંતર્ગત 1 જાન્યુઆરી, 2009ના રોજ અથવા તે પછી જન્મેલા કોઈપણ વ્યક્તિને તમાકુ વેચવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. જો કોઈ આનું ઉલ્લંઘન કરતુ જોવા મળશે તો તેને 150,000 ન્યુઝીલેન્ડ ડોલર ($95,910) સુધીનો દંડ થઈ શકે છે. સાથે જ આ વ્યક્તિ પર આજીવન ધૂમ્રપાન પર પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવશે. આ દેશે આગામી પેઢી માટે ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાનો વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યો છે.

નિકોટિનનું પ્રમાણ પણ ઘટશે

ન્યુઝીલેન્ડમાં પસાર થયેલા આ કાયદા અનુસાર, તે ધૂમ્રપાન માટે ઉપયોગમાં લેવાતા તમાકુ ઉત્પાદનોમાં નિકોટીનની માત્રામાં પણ ઘટાડો કરશે, જ્યારે તમાકુ વેચવા માટે સક્ષમ છૂટક વેપારીઓની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો કરશે. એક નિવેદનમાં, એસોસિયેટ હેલ્થ મિનિસ્ટર ડૉ. આયેશા વેરાલે કહ્યું કે આ કાયદો ધૂમ્રપાન મુક્ત ભવિષ્ય તરફ પ્રગતિને વેગ આપશે. તેમણે કહ્યું કે કાયદો પસાર થયા પછી હજારો લોકો લાંબુ જીવશે, સ્વસ્થ જીવન જીવશે અને આરોગ્ય પ્રણાલી વધુ સારી બનશે કારણ કે ધૂમ્રપાનથી થતા રોગો જેવા કે કેન્સર, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવા ઘણા પ્રકારનાં રોગો, જેની સારવાર કરવી પણ ખૂબ ખર્ચાળ હોય છે. તેમાં ઘણી સારી વસ્તુઓ જોવા મળશે. 2023 ના અંત સુધીમાં તમાકુ વેચવા માટે લાયસન્સ ધરાવતા છૂટક વિક્રેતાઓની સંખ્યા 6,000 થી ઘટાડીને 600 કરવામાં આવશે.

ધૂમ્રપાન વિરોધી કડક કાયદા

તેમણે એમ પણ કહ્યું કે ન્યુઝીલેન્ડ 2025 સુધીમાં દેશને ધૂમ્રપાન મુક્ત બનાવવા માટે ધૂમ્રપાન વિરોધી કાયદાને વધુ કડક બનાવી રહ્યું છે. જણાવી દઈએ કે 2010માં જ ભૂટાનમાં સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી જ રીતે ન્યુઝીલેન્ડમાં ધૂમ્રપાન વિરોધી કડક કાયદા હશે. ન્યુઝીલેન્ડમાં ધૂમ્રપાન કરનારા પુખ્ત લોકોની સંખ્યા પાછલા દાયકામાં અડધાથી ઘટીને આઠ ટકા થઈ ગઈ છે, ગયા વર્ષે 56,000 લોકોએ છોડી દીધું. OECD ડેટા સૂચવે છે કે 2021માં, 25 ટકા ફ્રેન્ચ પુખ્ત વયના લોકો ધૂમ્રપાન કરે છે. જો કે કેટલાક સાંસદોએ આ કાયદાને લઈને સંસદમાં વિરોધ કર્યો હતો. તેમણે કાયદાની નિંદા કરતા કહ્યું કે તે નાની દુકાનોને ખતમ કરી દેશે અને લોકોને કાળાબજારમાં જવા માટે મજબૂર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here