26 Aug 22 : ટંકારા કોર્ટમાં વેપારી પેઢીએ રાજસ્થાની કંપની વિરુદ્ધ પેમેન્ટ ના ચુકવવા મામલે કેસ કર્યો હોય જે કેસમાં કોર્ટે રાજસ્થાનની પેઢીને રૂ. ૪.૧૬ લાખની રકમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા માટે આદેશ કર્યો છે

કેસની પ્રાપ્ત વિગતો મુજબ કુલદીપ એન્ટરપ્રાઇઝના પાર્ટનર કુલદીપ ચંદ્રકાંતભાઈ કણસાગરા જબલપુર (ટંકારા) દ્વારા કિસાન ટ્રેડિંગ કંપની રાજસ્થાન ના  ભંવરલાલ વિરુદ્ધ રૂપિયા 4,16,654 ની વસુલાત માટે ટંકારા પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો જેમાં કુલદીપ એન્ટરપ્રાઇઝ કપાસિયા ખોળનો વેપાર કરતી પેઢી હોય જેને પ્રતિવાદી પાર્ટી કિસાન ટ્રેડિંગ કંપની રાજસ્થાનને ૭૧૫ બેગ કપાસિયા ખોળની બીલ નંબર GT/18  રૂ. ૭,૬૬,૬૫૪ ની તારીખ ૦૭-૦૧-૨૦૨૦ થી વેચાણ કરેલ હોય જે વેચાણ બદલ પેઢીએ રૂ ૩.૫૦ લાખ ચૂકવ્યા હતા અને ૪,૧૬,૬૫૪ રૂ. ચૂકવવાના બાકી હતા જેની વસુલાત માટે કુલદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા કિશાન ટ્રેડીંગ કંપની વિરુદ્ધ ટંકારા કોર્ટમાં દાવો કર્યો હતો.

જે કેસમાં આજે પ્રિન્સીપલ સિવિલ જજ એન સી જાદવ દ્વારા પ્રતિવાદી કિશાન ટ્રેડીંગ કંપની રાજસ્થાનને રૂપિયા ૪,૧૬,૬૫૪ ની રકમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે જે કેસમાં કુલદીપ એન્ટરપ્રાઈઝ તરફે એડવોકેટ મુકેશભાઈ બારૈયા રોકાયેલ હતા.

  • મોરબીના ગ્રામ્ય પંથકમાં દીપડાની દહેશત, થોરાળા નજીક પગના નિશાન મળ્યા

26 Aug 22 : મોરબી જીલ્લામાં ફરી વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે મોરબી તાલુકાના થોરાળા ગામની સીમમાં દીપડાના પગના નિશાન જોવા મળ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકની પ્રજામાં ભયનો માહોલ જોવા મળે છે.

મોરબી તાલુકાના થોરાળા ગામની સીમમાં આવેલ ખેતરમાં દીપડાના પગના નિશાન જોવા મળ્યા હોવાની માહિતી મળી છે જંગલી જાનવરના પગના નિશાન જોવા મળ્યા છે જે દીપડાના હોવાની આશંકા સાથે ગ્રામજનો ભયથી ધ્રુજી રહ્યા છે અને દીપડાના પગના નિશાન જોવા મળતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી છે ત્યારે વન વિભાગના અધિકારી કે ડી આહિર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે દીપડાના પગના નિશાન હોવાની શક્યતા છે જોકે, જરખ અને દીપડાના પગના નિશાન સરખા દેખાતા હોય છે ત્યારે તપાસ કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે તેઓએ ગ્રામજનો ને ભયભીત ના બનવા અપીલ કરીને સાથે જ સાવચેતી રાખવા જણાવ્યું છે.

મોરબી જીલ્લામાં ફરી વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે મોરબી તાલુકાના થોરાળા ગામની સીમમાં દીપડાના પગના નિશાન જોવા મળ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકની પ્રજામાં ભયનો માહોલ જોવા મળે છે.