તારા સિંહ અને સકીનાએ રચ્યો નવો ઈતિહાસ, સંસદની નવી બિલ્ડીંગમાં ‘ગદર 2’નું સ્ક્રીનિંગ

સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ એ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યું છે.

આ ફિલ્મ દિવસેને દિવસે તેની કમાણીના આંકડા સાથે દરેકને આશ્ચર્યચકિત કરી રહી છે. 22 વર્ષ બાદ આ સિક્વલમાં દેખાઈ રહેલા તારા સિંહનું જોરદાર એક્શન ફરી એકવાર લોકોને પ્રભાવિત કરી રહ્યું છે. આ સાથે જ ફિલ્મે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશની સંસદની નવી બિલ્ડીંગમાં બતાવવામાં આવનારી આ પહેલી ફિલ્મ બની ગઈ છે.
આ ફિલ્મ આજે, શુક્રવાર 25 ઓગસ્ટ, સવારે 11 વાગ્યે ન્યૂ પાર્લામેન્ટ બિલ્ડીંગ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ તરીકે દર્શાવવામાં આવી. મળતી માહિતી મુજબ, ત્રણ દિવસ એટલે કે 26 અને 27 ઓગસ્ટના રોજ પણ ઝી સ્ટુડિયો દ્વારા લોકસભાના સભ્યો માટે સંસદની નવી ઇમારતમાં ‘ગદર 2’ની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવશે. ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માએ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. અમીષા પટેલે પણ આ ખુશખબર શેર કરી છે. આ માહિતી આપતાં અનિલ શર્માએ ટ્વીટમાં લખ્યું છે કે, “અનિલ શર્મા પ્રોડક્શન ને નવી સંસદ ભવન સ્થિત બાલયોગી ઓડિટોરિયમમાં આજથી શરૂ થઈ રહેલી ‘ગદર 2’ની સ્ક્રીનિંગ અંગેનો ઈમેલ પ્રાપ્ત કરીને ખૂબ જ ખુશી થઈ રહી છે. સભ્યો અને ઉપ રાષ્ટ્રપતિ સાથે ઘણા વધુ લોકો આ ફિલ્મ જોશે. ‘ગદર 2’ની ટીમ માટે આ બહુ મોટું સન્માન છે.”
નોંધપાત્ર વાત એ છે કે ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે લોકસભાના સભ્યો માટે કોઈ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સની દેઓલ અને સમગ્ર ‘ગદર’ ટીમની સાથે સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. આ ફિલ્મે પીએસ-2 અને દંગલ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડીને ભારતીય બોક્સ ઓફિસ પર 419 કરોડનો આંકડો પાર કર્યો. વિશ્વભરમાં આ ફિલ્મે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને ટૂંક સમયમાં આ ફિલ્મ ‘પઠાણ’ને ટક્કર આપી શકે છે. ફિલ્મનું બજેટ 60 કરોડની આસપાસ છે.

પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મૂકવાથી Netflix ને ફાયદો, 8 મિલિયનથી વધુ નવા યુઝર્સ જોડાયા
લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ Netflix એ થોડા મહિના પહેલા ભારતમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આવકમાં થયેલા નુકસાનને કારણે કંપનીએ આવું પગલું ભર્યું હતું. પાસવર્ડ શેરિંગની સુવિધા બંધ કરવાથી કંપનીને ઘણો ફાયદો થયો છે. જ્યારથી નેટફ્લિક્સે આ ફીચર બંધ કર્યું છે ત્યારથી યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. જુલાઈ મહિનામાં લગભગ 2.6 મિલિયન પેઇડ યુઝર્સ પ્લેટફોર્મ સાથે જોડાયા છે.
એક માર્કેટ રિસર્ચ ફર્મના રિપોર્ટ અનુસાર, પાસવર્ડ શેરિંગ રોકવા માટે Netflixનું પગલું યોગ્ય સાબિત થયું છે. OTT પ્લેટફોર્મમાં પેઇડ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. મે મહિનામાં યુઝર્સની સંખ્યામાં લગભગ 6 મિલિયનનો વધારો થયો છે. આ રીતે, મેથી જુલાઈ સુધીમાં, 8 મિલિયનથી વધુ યુઝર્સ નેટફ્લિક્સ સાથે જોડાયા છે.
તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સે આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં પાસવર્ડ શેરિંગની સુવિધા બંધ કરી દીધી હતી. કંપનીએ તેને બંધ કરતા પહેલા ગયા વર્ષથી તેનું પરીક્ષણ શરૂ કર્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એડ સપોર્ટેડ પ્લાનથી કંપનીને ઘણો ફાયદો થયો છે. લગભગ 23 ટકા પેઇડ યુઝર્સ એડ સપોર્ટેડ પ્લાન્સને કારણે જોડાયા છે. તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સે ગયા વર્ષે એડ આધારિત પ્લાન લોન્ચ કર્યો હતો. તેની કિંમત 6.99 ડોલર છે. જો તેને ભારતીય રૂપિયામાં માપવામાં આવે તો તેના માટે 577 રૂપિયા ખર્ચવા પડશે. જોકે, આ પ્લાન હાલમાં ભારતીય યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત સુધીમાં કંપની ભારતમાં પણ એડ આધારિત સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કરી શકે છે. આ પ્લાનમાં યુઝર્સને લેટેસ્ટ વેબ સિરીઝ અને મૂવીઝની સ્ટ્રીમિંગ એક્સેસ મળે છે. આ સાથે, તેમાં ડિવાઇસને એડ-ઓન કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here