
06 May 23 : દેશભરમાં ઉભા થયેલા તમામ વિવાદો વચ્ચે બહુચર્ચિત ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. હવે ‘ધ કેરલ સ્ટોરી’ વિશે એક મોટું અપડેટ આવ્યું છે. મધ્યપ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવા માટે ભાજપના રાજ્ય મંત્રી રાહુલ કોઠારીએ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પત્ર લખીને માંગ કરી હતી. જે બાદ આજે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યમાં ‘ધ કેરલ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરી દીધી છે. ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’માં કેરળની છોકરીઓની વાર્તા દર્શાવવામાં આવી છે, જેમને બળજબરીથી ઈસ્લામ સ્વીકાર કરવા માટે મજબૂર કરવામાં આવી હતી અને બાદમાં સીરિયા મોકલી દેવામાં આવી.
મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી થઈ ‘ધ કેરલ સ્ટોરી’ : મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, ‘આ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ લવ જેહાદ, ધર્માંતરણ અને આતંકવાદના ષડયંત્રનો પર્દાફાશ કરે છે અને તેનો ઘૃણાસ્પદ ચહેરો બહાર લાવે છે. આ ફિલ્મ જણાવે છે કે લાગણીના કારણે લવ જેહાદની જાળમાં ફસાઈ ગયેલી દીકરીઓ કેવી રીતે વેડફાઈ જાય છે. આ ફિલ્મ આતંક વાદની રચનાને પણ ઉજાગર કરે છે અને આપણને જાગૃત કરે છે. મધ્યપ્રદેશમાં,અમે પહેલાથી જ ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો ઘડ્યો છે. દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ, છોકરા ઓએ પણ જોવી જોઈએ, બાળકોએ પણ જોવી જોઈએ,દીકરીઓએ પણ જોવી જોઈએ અને તેથી મધ્યપ્રદેશ સરકાર આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવી રહી છે. ‘સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ‘ધ કેરલ સ્ટોરી’ કેરળની 32,000 મહિલાઓની વાર્તા દર્શાવે છે જેમને ઇસ્લામ સ્વીકારવા અને ISISમાં જોડાવાની ફરજ પાડવામાં આવી હતી. ફિલ્મે ઓપનિંગ ડે પર શાનદાર કલે ક્શન કરીને તેના ખાતામાં 8 કરોડ જમા કર્યા છે. ફિલ્મના પહેલા દિવસના કલેક્શનને જોતા લાગે છે કે આ ફિલ્મ વધુ કમાણી કરવાના મામલે રેકોર્ડ બનાવી શકે છે. ‘ધ કેરલ સ્ટોરી’ માં, અભિનેત્રી અદા શર્માએ ફાતિમા બાનું પાત્ર ભજવ્યું છે, જે એક હિન્દુ મલયાલી નર્સ છે જે કેરળમાંથી ગુમ થયેલી 32,000 મહિલાઓમાંની એક છે અને બાદમાં ઇસ્લામ કબૂલવા મજબૂર કરવામાં આવ્યા બાદ ISIS (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા)માં જોડાઈ ગઈ. ઉપરાંત, ફિલ્મ ‘લવ જેહાદ’ પ્રચાર પર પ્રકાશ પાડે છે, જ્યાં મુસ્લિમ પુરુષો હિન્દુ છોકરીઓને ઇસ્લામ સ્વીકારવા અને તેમના પરિવારોને છોડી દેવા દબાણ કરે છે.
વધુમાં વાંચો… 9 મે જ નહીં, આ તારીખ સુધી ગો ફર્સ્ટ એર ઉડાન ભરી શકશે નહીં, કંપનીએ આપી જાણકારી
આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન ગો ફર્સ્ટે 12 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. વાડિયા ગ્રૂપની એવિએશન કંપનીએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન અરજી દાખલ કરી હતી. ગુરુવારે સુનાવણી દરમિયાન ટ્રિબ્યુનલે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. એરલાઈને ટ્વિટર પર લખ્યું છે કે 12 મે, 2023 સુધી નિર્ધારિત તમામ GoFirst ફ્લાઈટ્સ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં ટિકિટ બુક કરાવનારા મુસાફરોને સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. એરલાઇન્સે 3 મેથી ત્રણ દિવસ માટે તેની ફ્લાઇટ્સ રદ કરી હતી. બાદમાં આ સમય 9 મે સુધી લંબાવવામાં આવ્યો હતો અને હવે ફ્લાઈટ્સ 12 મે સુધી રદ કરવામાં આવી છે.
ટિકિટના પૈસાની રાહનો અંત આવશે? : એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ ગુરુવારે જણાવ્યું હતું કે એરલાઈને 15 મે સુધી ટિકિટનું વેચાણ સ્થગિત કરી દીધું છે. DGCA એ એરલાઇન ને નિયમો અનુસાર મુસાફરોના પૈસા પરત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. એરલાઇન્સે 3 મેથી ત્રણ દિવસ માટે તેની ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધા બાદ DGCAએ GoFirst ને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. નિયમનકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે GoFirstને 15 મે સુધી તેની ફ્લાઈટ્સ માટે ટિકિટ બુક કરવાનું બંધ કરવા માટે જાણ કરવામાં આવી છે. એરલાઈને કહ્યું છે કે તે મુસાફરોને ટિકિટના પૈસા પરત કરશે અથવા તેમને ભવિષ્યની તારીખે ફ્લાઈટમાં બેસવા દેશે. GoFirst ના પ્રતિસાદ બાદ, DGCA એ એરલાઇનને પ્રવર્તમાન નિયમો હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં ટિકિટના નાણાં રિફંડ કરવાનો નિર્દેશ આપ્યો છે. નિયમનકારે કહ્યું કે તે GoFirst દ્વારા અચાનક કામગીરી બંધ થવાને કારણે મુસાફરો ને પડતી અસુવિધાને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. GoFirst એ અલગથી કહ્યું કે તેણે ઓપરેશનલ સમસ્યાઓના કારણે 9 મે સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી છે. અગાઉ એરલાઈને તેની વેબસાઈટ પર પોસ્ટ કરેલી નોટિસમાં કહ્યું હતું કે અમને જણાવતા ખૂબ જ દુખ થાય છે કે 9 મે, 2023 સુધી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ મુસાફરોને તેમની ટિકિટ માટે સંપૂર્ણ ચુકવણી કરવામાં આવશે.