12 Sep 22 : ICC ટી-20 વર્લ્ડકપ 2002 માટે ઇન્ડિયન સ્કવોર્ડની આજે જાહેરાત થઇ શકે છે. ભારતીય સિલેક્શન કમિટીની આજે મીટિંગ મળવાની છે, જે બાદ ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. ભારતને ટી-20 વર્લ્ડકપ પહેલા દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પણ ટી-20 સીરિઝ રમવાની છે, એવામાં આ તમામ માટે આજે જ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ ફિટ થતા સમાચાર આવી રહ્યા છે અને માનવામાં આવી રહ્યુ છે કે બન્ને ટીમમાં વાપસી કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે ઇનસાઇડ સ્પોર્ટ્સ પર આ વાતની પૃષ્ટી કરી છે કે આજે સિલેક્શન કમિટીની બેઠક મળવાની છે. જોકે, તેમણે આ વાતન લઇને કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નથી કે ઇન્ડિયન સ્કવોર્ડની જાહેરાત આજે થશે કે નહી થાય. ધૂમલે કહ્યુ, હું આ વાતની પૃષ્ટી નથી કરી શકતો કે ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત આજે થવાની છે કે પછી નહી થાય. આજે સિલેક્ટર્સની મીટિંગ મળવાની છે.

ધૂમલે સાથે જ કહ્યુ કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઘરેલુ સીરિઝ માટે પણ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત એક સાથે થશે. ભારત 20 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચની ટી-20 સીરિઝ રમશે અન તે પછી 28 સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝ રમશે.

દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝ માટે રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ શિખર ધવનને કમાન સોપવામાં આવી શકે છે. કારણ કે ટીમ ઇન્ડિયા આ સમયે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપની તૈયારીમાં વ્યસ્ત હશે. રવિન્દ્ર જાડેજા ફિટ હશે તો તેનો પણ ટી-20 વર્લ્ડકપની ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

ટી-20 વર્લ્ડકપ માટે સંભવિત ભારતીય ક્રિકેટ ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, દીપક ચહર, જસપ્રિત બુમરાહ, દિનેશ કાર્તિક, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ