ટેલિગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર, જાણો શું છે નવું અપડેટ

07 Nov 22 : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે ચેટીંગ અનુભવને વધુ સારો બનાવવા માટે નવું ફીચર ટોપિક્સ ઈન્સ ગૃપને રજૂ કર્યું છે. આ સાથે, કલેક્ટિવ યુઝરનેમ ફીચર પણ જાહેર કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, અન્ય સુવિધાઓની વચ્ચે, પ્લેટફોર્મ પ્રીમિયમ વપરાશકર્તાઓ માટે નવા ઇમોજી પેક સાથે વિડિઓ સંદેશા માટે વૉઇસ-ટુ-ટેક્સ્ટ પણ ઑફર કરે છે.

ટેલિગ્રામના CEO અને સ્થાપક અને પાવેલ દુરોવે કહ્યું કે, “હું આજે ટેલિગ્રામના નવા અપડેટ ટોપીક્સ ઈન ગૃપને લઈને ઉત્સાહિત અનુભવું છું. નવી સુવિધા મોટા ગૃપ ચેટિંગ માટે નવા વિષયો ઉમેરે છે. ત્યારે 200થી વધુ સભ્યો ધરાવતા જૂથો આ સુવિધા દ્વારા જૂથના કોઈપણ એક વિષય પર જૂથના સભ્યો સાથે વાત કરી શકે છે. સાથે જ વપરાશકર્તાઓ તેમના દરેક એકાઉન્ટ અને ટેલિગ્રામ પર સાર્વજનિક રીતે સુલભ ચેનલો માટે બહુવિધ ‘સંગ્રહી વપરાશકર્તાનામો’નો ઉલ્લેખ કરી શકે છે, જેથી તેઓને ટેલિગ્રામ પર શોધવામાં સરળતા રહે. કંપનીનું કહેવું છે કે, આ ફીચર્સ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, સાથે જ આ ફીચર ટૂંક સમયમાં નાના ગૃપ માટે પણ જાહેર કરવામાં આવશે. આ તમામ ફીચર્સ iOS અને Android બંને માટે રિલીઝ કરવામાં આવ્યા છે.

આ રીતે કામ કરશે ફીચર – નવા ટોપીક્સ ફીચરને 200થી વધુ સભ્યો ધરાવતા ગૃપ માટે જાહેર કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ મોટા ગૃપમાં કોઈપણ એક વિષય પર ગૃપ મેમ્બર સાથે વાત કરી શકે છે. એટલે કે, વપરાશકર્તાઓ કોઈપણ વિષય માટે એક અલગ જગ્યા બનાવી શકે છે અને મતદાન, પિન કરેલા મેસેજ અને બૉટ્સ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. ટેલિગ્રામ ટૂંક સમયમાં નાના ગૃપ માટે આ ફીચર રિલીઝ કરવા જઈ રહ્યું છે.

યુનીક યુઝરનેમ – નવા ટોપિક ફીચરની સાથે ટેલિગ્રામે યુનિક યુઝરનેમ ફીચર પણ જાહેર કર્યું છે. આ ફેરફાર સાથે વપરાશકર્તાઓ તેમના દરેક એકાઉન્ટને અલગ અલગ નામ આપી શકે છે અને ટેલિગ્રામ પર સાર્વજનિક રીતે ઍક્સેસિબલ ચેનલ્સને ટેલિગ્રામ પર શોધવાનું સરળ બનાવે છે.

વૉઇસ-ટુ-ટેક્સ્ટ ફીચર – નવા ફીચર્સ iOS અને Android બંને માટે જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, કંપનીએ આ વર્ષની શરૂઆતમાં જ વોઈસ-ટુ-ટેક્સ્ટ ફીચર જાહેર કર્યું હતું. હવે આ ફીચર વિડિયો મેસેજ માટે પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, આ સુવિધાનો લાભ ફક્ત પ્રીમિયમ વપરાશકર્તાઓ જ લઈ શકશે.

નવું ઇમોજી પેક – ટેલિગ્રામે 12 નવા ઇમોજી પેક પણ જાહેર કર્યા છે, જેમાં પુમ્કિન અને ઘોસ્ટ ઇમોજીસ સહિતની ઈમોજી સામેલ છે. આ ફીચર વોઇસ ટુ ટેક્સ્ટ ફીચરની જેમ પ્રીમિયમ યુઝર્સ સુધી પણ સીમિત કરવામાં આવ્યું છે.

વધુમાં વાંચો… Apple તેના વૉઇસ કમાન્ડ બદવાની તૈયારીમાં, 2024 સુધીમાં થઈ શકે છે રિલીઝ

Apple તેના વૉઇસ આસિસ્ટન્ટ ફ્રેઝ ‘હે સિરી’ને બદલવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ કહ્યું કે, તે હે સિરીમાંથી ‘હે’ શબ્દ હટાવવા માટે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેથી વૉઇસ સહાયક પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકાય. એટલે કે, Appleના વોઈસ આસિસ્ટન્ટ ડિવાઈસ સિરી વોઈસ કમાન્ડ પર જ કામ કરશે. કંપનીનું માનવું છે કે, નવા ફેરફાર બાદ વોઈસ આસિસ્ટન્ટને સપોર્ટ કરતા ઉપકરણોને સરળતાથી કમાન્ડ કરી શકાશે. જો કે, આ ફેરફાર તકનીકી રીતે પડકારજનક છે, કારણ કે તેમાં AI ટ્રેનીંગ અને ઘણાં બધા એન્જિનિ યરિંગ કાર્ય સામેલ છે.

2024 સુધીમાં થઈ શકે છે રિલીઝ – બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, નવી સુવિધા ગત કેટલાક મહિનાઓથી ડેવલપમેન્ટ મોડમાં છે અને તે આગામી વર્ષે અથવા 2024માં રિલીઝ થવાની સંભાવના છે. હકીકતમાં વાક્યમાં વધુ શબ્દો સામાન્ય રીતે વૉઇસ આસીસ્ટન્ટ ડીવાઈસ માટે વૉઇસ આસીસ્ટન્ટના આદેશોને સમજવામાં સરળ બનાવે છે, તેથી તેનો યોગ્ય રીતે અમલ કરવો એ Apple માટે એક પડકાર હશે.

એલેક્સાની જેમ કરશે કામ . જણાવી દઈએ કે, સિરીએ ‘હે સિરી’ વાક્ય દ્વારા લાંબા સમયથી વૉઇસ કમાન્ડને સપોર્ટ કર્યો છે. કંપની હવે એમેઝોનના સિંગલ-વર્ડ વોઇસ આસિસ્ટન્ટ એલેક્સા જેવા શબ્દસમૂહ પર કામ કરી રહી છે. એમેઝોનના વૉઇસ આસીસ્ટન્ટ ડીવાઈસને ફક્ત એક જ શબ્દ ‘એલેક્સા’ કહીને કમાન્ડ કરી શકાય છે.સિરી વોઈસ કમાન્ડ પર ઓપરેટ થઈ શકશે એપલના તમામ ઉપકરણો સામાન્ય રીતે લાંબા શબ્દસમૂહોમાં ભૂલ થવાની સંભાવના ઓછી હોય છે. ત્યારે વિશ્વની ભાષાઓ અને ઉચ્ચારણ અનુસાર નાના અથવા એકલ શબ્દો અલગ અલગ રીતે કહી શકાય. Appleએ આ પડકારોને તેના કાર્યમાં સામેલ કર્યા છે, અને પહેલાથી જ કંપનીના કર્મચારીઓ સાથે જ સરળ ફ્રેજનું પરીક્ષણ કરી રહ્યું છે. જો Appleનું પરીક્ષણ સારું રહ્યું તો અમે ટૂંક સમયમાં જ iOS, macOS, WatchOS, tvOS અને HomePod ઉપકરણો સહિત તમામ Apple સ્માર્ટ ઉપકરણો પર Siri વૉઇસ કમાન્ડ ઑપરેટ કરી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here