લેન્ડગ્રેબીંગ ના કાયદાનું કડક પાલન થાય : ઠાકરશીભાઈ ગજેરા

23 Oct 2021 : ગુજરાતમાં લેન્ડગ્રેબીંગ નો કાયદો છે છતાં પણ કિસ્સાઓ ખુબ જ વધે છે અવાર નવાર ન્યુઝ પેપર અને મીડિયા અહેવાલો માં આ પ્રકારના કિસ્સાઓ જોવા મળે છે. આપ પહેલા ના મુખ્યમંત્રીશ્રીએ આમ જનતાને દાઝ્યા પર ડામ અને ભ્રષ્ટાચારી અધિકારી તેમજ કર્મચારી તેમજ માફિયાઓ ને છૂટો દોર અને છટકબારી મળે એટલે અરજદાર અરજી કરે અને 2000રૂ જેટલી તગડી ફી ભરે ત્યારે લેન્ડગ્રેબીંગ ની કાર્યવાહી કરવી અને એમાંય મોટા ભાગ ના કિસ્સાઓમાં યેનકેન પ્રકારે બહાના બતાવી અરજી ફાઈલ કરવી આ તે સરકાર ના ક્યાં પ્રકારના નિર્ણયો એ સમજાતું નથી.

પ્રજા હવે વહીવટી પક્રિયામાં રાહત મળે એવું આપની સરકાર પાસે ઈચ્છી રહી છે. હાલ માં આપના મંત્રીમંડળની ટીમ દ્વારા અમુક કિસ્સાઓમાં નિર્ણય લેવાય રહેલ છે તે ફક્ત કાગળ પર જ ના રહે અને ન્યુઝ-મીડિયા માં જાહેરાત પૂરતા જ ના રહે અને કડક અમલવારી થાય તેની જવાબદારી ઉંચા હૉદ્દાની રૂએ આપ શ્રીમાન ની છે જે ધ્યાનમાં લઈ રાજ્યમાં લેન્ડગ્રેબીંગ ક્ષેત્રે જ નહીં પરંતુ તમામ ક્ષેત્રે પ્રજાને અન્યાય ના થાય અને રાહત મળે અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તેવા આદોષો સરકારશ્રી તરફથી કરવામાં આવે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ છે.

લેન્ડગ્રેબીંગના કિસ્સા માં મહેસુલ તથા પંચાયત વિભાગ ના અધિકારીઓને ખબર જ છે કે દબાણો અને જમીન ગ્રેબીંગ ના કિસ્સાઓ ક્યાં ક્યાં છે. ખાનગી કિસ્સામાં અરજદાર અરજી કરે તે વ્યાજબી છે પરંતુ સરકારી જમીનો પર થયેલા લેન્ડ ગ્રેબીંગ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરીને ગુનેગારોને કડક હાથે ડામી દેવાની જવાબદારી સરકારની છે. આ બાબતે સરકારશ્રી તરફથી આદેશ કરી સમયમર્યાદામાં લેન્ડગ્રેબીંગ ના કિસ્સાઓની માહિતી મંગાવી કેટલા ઉપર પગલાં લેવામાં આવ્યા અને કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા કેટલા દબાણકારો ને જેલ માં મોકલવામાં આવ્યા તેની વિગત જનતા જાણી શકે તે રીતે પ્રકાશિત કરવાની આમ જનતાની માંગ ને મારુ પુરે પૂરું સમર્થન છે.

આખાય ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારને અંકુશ માં લેવા તથા ગુનાખોરી રોકવા લાંચ રુશવત બ્યુરોને સતા આપી વગર ફરિયાદે શન્કાસ્પદ કિસ્સાઓની તપાસ કરી વોચ ગોઠવી ભ્રષ્ટ તંત્ર ને સબક શીખડાવી જનતા હાલમાં જે હાલાકી ભોગવી રહેલ તેમાંથી છુટકારો મળે એવી માંગ છે. મોટા પાયે ભ્રષ્ટાચાર સરકારી વિભાગોમાં મહેસુલ-પોલીસ-વિદ્યુતબોર્ડ-ખાણખનીજ-ઇન્કમટેક્સ વિભાગ જેવી કચેરીઓમાં છે. જેનાથી જનતા ત્રાહિમામ છે.આ બાબતે સરકારશ્રી તરફ થી કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને પ્રજાને રાહત થાય એવી માંગણી પત્ર લખીને મુખ્યમંત્રીશ્રી ને કોંગી અગ્રણી ઠાકરશીભાઈએ ગજેરા એ કરેલ સાથે જ ગૃહમંત્રીશ્રી તેમજ મહેસુલ મંત્રીશ્રીને પણ પત્ર લખેલ.