12 Sep 22 : અમદાવાદમાં આપ પાર્ટીની ઓફિસમાં દરોડા પાડવા વાત સોશિયલ મીડિયામાં સામે આવી હતી ત્યારે આ મામલે અમદાવાદ પોલીસે ટ્વિટ કરી કેટલીક સ્પષ્ટતા કરી છે અને આવી કોઈ રેડ કરવામાં ના આવી હોવાની સ્પષ્ટતા ટ્વીટરના માધ્યમથી કહી છે. જાણકારી .. આપ પાર્ટી તરફથી દાવોરે઼ડને લઈને કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કોઈ જ કાર્યાલયમાંથી દરોડાની કાર્યવાહી કરવામાં નથી આવી. ગઈ કાલે સોશિયલ મીડિયામાં આ પ્રકારની જાણકારી સામે આવી હતી. આપના કેટલાક નેતાનો પણ દાવો હતો. આ પ્રમાણેની કોઈ રેડ કરવામાં નથી આવી.

સોશિયલ મીડિયામાં આપ પાર્ટીના કાર્યાલય, બેક ઓફિસમાં મુખ્યાલયમાં દરોડા પાડ્યાની વાતો સામે આવતા અમદાવાદ પોલીસ દ્વારા ટ્વીટરના માધ્યથી ખુલાસો કરાયો હતો. ટ્વીટમાં જણાવ્યા અનુસાર…ગઈ કાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે.આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસ દ્વારા કરવામાં નથી આવી. તેમ ટ્વીટ કરી પોલીસે સ્પષ્ટતા કરી છે. જેથી આ મામલે સ્પષ્ટતા સોશિયલ મીડિયા થકી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું હતું કે, દિલ્હી બાદ ગુજરાતમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. લોકચાહનાના કારણે દરોડા પાડવામાં આવ્યા છે તે મામલે આપના નેતાઓ દ્વારા ટ્વિટ કરીને આ માહિતી શેર કરાઈ હતી. ત્યારે આ સ્પષ્ટતા સામેથી પોલીસે કરવી પડી હતી.