21 Sep 22 : ગુજરાત વિધાનસભામાં આજે અને કાલે બે દિવસના ટૂંકા સત્રનો પ્રારંભ થયો હતો. આ 14મી વિધાન સભાનું છેલ્લું સત્ર છે. આજે વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવ્યો હતો. આજે ગુજરાતનું બહુચર્ચિત પશુ નિયંત્રણ વિધેયક પાછું ખેંચાવમાં આવ્યું હતું. આ નિર્ણય સર્વ સમિતિમાં લેવાયો હતો.

ગુજરાતના વિધાનસભાના સત્રમાં આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેકારી, કમર્ચારીઓના પ્રશ્નો સહીત વિવિધ મુદ્દાઓ પર આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની બહાર પગથિયાં પર બેસીને ધારણા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વાર ઉગ્ર રીતે સુત્રોચાર કરવામાં આવ્યો હતો.

આજે સત્રની શરૂઆતમાં જ કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભાની વેલામા જઈને વિરોધ કર્યો હતો તેને લીધે 11 ધારા સભ્યોને એક દિવસ માટે સસ્પેન્સ કરવામાં આવ્યા હતા અને સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઉંચકીને ગૃહ બહાર લઇ જવાયા હતા. આજે ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે પ્રજા હવે કોંગ્રેસની સાથે નથી પણ ભાજપ સાથે છે. કોંગ્રેસ ખોટા દેખાડા કરીને વિધાનસભાની ગરિમાનો ભંગ કરે છે. સવારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ‘આજે દિવાળી કાલે દિવાળી, ભાજપની આ છેલ્લી દિવાળી’ જેવા સુત્રોનો ઉચ્ચાર કરીને વિરોધ કર્યો હતો.

  • બરવાળા એ.પી.એમ.સી.ના ચેરમેન ભાવિકભાઈ ખાચર નું સન્માન

21 Sep 22 : બોટાદ જિલ્લાના બરવાળા માર્કેટીંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન ભાવીકભાઈ ખાચર નુ બાબરકોટ મુકામે કનુભાઇ ખાચર મંત્રી બાબરકોટ સેવા સહકારી મંડળી લી તેમજ સામાજિક કાર્યકર બાબરકોટ દ્વારા અભિનંદન આપી સન્માનિત કરવા માં આવ્યા જેમાં બરવાળા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા વિરેન્દ્રભાઈ ખાચર હાજર રહ્યા હતા તથા નરેશભાઈ ધાધલ તથા સુરેશભાઇ પણ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવિકભાઈ ખાચર બોટાદ જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂત છે સાળંગપુર મુકામે સારંગ ફાર્મ માં હળદર નું ખૂબ જ સારા પ્રમાણમાં ઉત્પાદન મેળવી દૂર દૂર થી લોકો હળદર માટે આવે છે લોકો તેમના ફાર્મ ની મુલાકાતે અવાર નવાર આવે છે તાજેતરમાં જ તેમને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના હાથે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ પ્રાકૃતિક ખેતી માં ખેતીવાડી ખાતા તરફથી તેઓને બેસ્ટ ખેડૂતનો તાલુકા કક્ષા નો એવોર્ડ મળેલ છે તેઓ ને ખૂબ નાની ઉંમરે A. P. M. C. ના ચેરમેન પદે નિમણુંક થતા આજુબાજુના વિસ્તારમાં તેમના ચાહક વર્ગ માં ખૂબ જ આનંદ છવાયો છે.અને તેમને સોં કોઈ અભિનંદન આપી રહ્યા છે.