17 Sep 22 : IPLમાં પોતાની શાનદાર રમત દ્વારા ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવનારા ઓલ રાઉન્ડર વેંકટેશ અય્યર એક દૂર્ઘટનાનો શિકાર બની ગયો છે. એક મેચ દરમિયાન વેંકટેશના ગરદન પર ઇજા થઇ હતી અને તેને તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

ઓલ રાઉન્ડર વેંકટેશ અય્યરે આક્રમક અંદાજમાં ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરી હતી, તેને આઇપીએલ 2021માં પણ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમતા પોતાની બેટિંગ અને બોલિંગથી ધમાલ મચાવી હતી. એક સમયે તેને ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાનો ઓપ્શન પણ માનવામાં આવતો હતો કારણ કે હાર્દિક પંડ્યા ઇજાને કારણે ટીમ ઇન્ડિયાની બહાર હતો.

વેંકટેશ સાથે બની દૂર્ઘટના – હવે હાર્દિક પંડ્યાએ દમદાર અંદાજમાં ટીમ ઇન્ડિયામાં વાપસી કરી છે. હવે તે ટી-20 વર્લ્ડકપ પણ રમતો જોવા મળશે. જ્યારે વેંકટેશ પોતાના ખરાબ ફોર્મને કારણે ટીમ ઇન્ડિયાની બહાર થઇ ગયો છે. વેંકટેશ આ સમયે દલીપ ટ્રોફી રમી રહ્યો છે. આ દરમિયાન તેની સાથે આ દૂર્ઘટના બની હતી. વેંકટેશ અય્યર દલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન તરફથી રમી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં એક મેચ દરમિયાન વેસ્ટ ઝઓનના બોલર ચિંતન ગઝાના થ્રોથી વેંકટેશ ઇજાગ્રસ્ત થયો હતો. ગજાનો બોલ વેંકટેશ અય્યરના માથા અને ખભા વચ્ચે લાગ્યો હતો. તે મેદાન પર પડી ગયો હતો અને તમામ ખેલાડી તેની તરફ દોડી ગયા હતા. આ ઇજા એટલી ગંભીર હતી કે મેદાનમાં જ એમ્બ્યુલન્સને બોલાવવી પડી હતી.

આ રીતે બોલરે વેંકટેશને કર્યો ઘાયલ – બેટિંગ કરી રહેલા વેંકટેશ અય્યરે સૌથી પહેલા બોલર ગજાના બોલ પર સિક્સર ફટકારીને પોતાનું ખાતુ ખોલાવ્યુ હતુ. તેના આગળના બોલ પર વેંકટેશે સીધો શોટ ફટકાર્યો હતો. આ વખતે બોલર ગજાએ બોલને પકડી લીધો અને ઝડપથી બેટિંગ સાઇડ તરફ સ્ટમ્પ પર થ્રો માર્યો હતો પણ બોલ વેંકટેશની ગરદન પર લાગી હતી.

મેદાન વચ્ચે એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી અને સ્ટ્રેચર પણ કાઢવામાં આવ્યુ હતુ. 27 વર્ષના વેંકટેશ અય્યરે મેદાનમાં પહેલા ચાલીને બહાર આવવાનો નિર્ણય કર્યો હતો. જોકે, વેંકટેશ અય્યર પછી બેટિંગ કરવા આવ્યો પરંતુ 14 રન જ બનાવી શક્યો હતો. ફિલ્ડિંગ દરમિયાન વેંકટેશ અય્યરની જગ્યાએ અશોક મનેરિયાને લાવવામાં આવ્યો હતો.