28 Aug 22 : વીજબીલમાં સતત થતા ભાવવધારાના વિરોધમાં પોરબંદર PGVCL કચેરીનો ઘેરાવ કરવા સહિત કોંગ્રેસ દ્વારા મહારેલી યોજી ને વીજ બીલો ને કચરાપેટીમાં પધરાવવામાં આવશે . પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી , પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા જણાવાયું છે કે , ઘર વપરાશ તથા કોમર્શીયલ વીજ કનેકશનોના બીલોમાં ભાજપ સરકાર દ્વારા કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. જીવન જરૂ રિયાત ની ચીજોમાં પણ કમરતોડ ભાવ વધારો થયેલ છે. ત્યારે પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા વીજળીના બિલના વિરોધમાં તા .૨/ ૯/૨૨ ને શુક્રવાર ના રોજ કોંગ્રેસ કાર્યાલય સુદામાચોક ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જે પોરબંદર કોંગ્રેસ ઓફિસેથી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને PGVCL ની કચેરીનો ઘેરાવ કરશે અને ઈલેક્ટ્રીક બીલોને કચરાપેટીમાં નાખવામાં આવશે .

અત્યારે મોટાભાગના લોકોને ઘર વપરાશ તથા કોમર્શીયલ વીજ કનેકશનોના બીલો ભરવા માટે ઊંચા વ્યાજદરે પૈસા લેવા પડે તેવી સ્થિતિનું સર્જન કર્યું છે.સામાન્ય જનતાને સમજ ન પડે એ રીતે સરકાર હિડન ચાર્જ ( છુપો દર વધારો ) દર મહીને ચુલ ચાર્જના નામે લગાડે છે.એટલું જ નહી પરંતુ ડીઝીટલ મિટરમાં જ એવું સેટિંગ કર્યું છે છે કે વપરાશ થયેલ યુનિટ કરતા ડીઝીટલ મીટર વધારે યુનિટ બતાવે છે .

ઘર વપરાશ બીલની રકમ ઉપર ૧૫ % ઈલેક્ટ્રીક વેરો તથા ફિક્સ ચાર્જ સરકાર અલગથી લગાડે છે.આ ઉપરાંત ડીજીટલ મિટરના કારણે ઘર વપરાશના યુનિટો વધારે આવતા હોય એવું જણાય છે.જેથી ૧ યુનિટના ૧૮ થી ૧૦ ની આજુબાજુ પડે છે.ઈલેક્ટ્રીક ચોરીના નામે કમરતોડ બિલ ગ્રાહકોને આપવામાં આવે છે . ઘર વપરાશ વીજ કનેક્શનોમાં ૩૦૦ યુનિટના વીજ વપરાશ ( ૨૧.૨૨૦૦ સુધીનું બિલ ) ફ્રી કરવામાં આવે , ઘર વપરાશના વીજ કનેક્શનોમાં વીજ ચોરીના નામે અપાતા વધારાના ખોટા બીલો આપવાનું બંધ કરવામાં આવે , કોમર્શીયલ વીજ કનેકશનોમાં ૧૦૦ યુનિટ સુધીના વપરાશમાં વીજળી વેરો અને ફિક્સ ચાર્જ માફ કરવામાં આવે , ખામીયુક્ત વીજ મીટરો વિનામૂલ્યે બલી આપવામાં આવે તેવી જનતાની માંગણીને ધ્યાનમાં રાખીને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા રેલીનું નેતૃત્વ કરશે અને પ્રજાના પ્રશ્નને વાચા આપશે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયા , પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઈ કારિયા , ઉપપ્રમુખ મનોજભાઈ રામજીભાઈ મકવાણા , રવિભાઈ જેઠાભાઈ મોદી , લાલજીભાઈ ધનજીભાઈ ગોસિયા , જનકગીરી યાગીરી ગૌસ્વામી , માલદેભાઈ બાલુભાઈ ઓડેદરાએ ઘર વપરાશના બીલોથી પીડિત જનતાને આ રેલી માં જોડાવા માટે અપીલ કરી છે.

  • ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયા દ્વારા આ ટ્રેન તાત્કાલીક ચાલુ કરવામાં આવે તેવી માંગણી થઇ

28 Aug 22 : કોરોનાનું સંક્રમણ ફેલાયું ત્યારે પોરબંદર થી જામનગર થઇને જતી લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી જે હજુ સુધી શરૂ કરવામાં આવી નથી . તેથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ટ્રેન તાત્કાલીક ચાલુ કરવામાં આવે તેવી માંગણી થઇ છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ વેસ્ટર્ન રેલ્વેના ડીવીઝનલ મેનેજરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે , કોરોના પહેલા પોરબંદરથી દરરોજ સવારે ૭ વાગ્યે રાજકોટ જવા માટેની લોકલ ટ્રેનની વ્યવસ્થા હતી .

આ ટ્રેન લાલપુર – જામનગર થઇને રાજકોટ જતી હતી. તેથી મુસાફરો સહિત અપડાઉન કરનારા લોકો અને વિદ્યાર્થીઓને પણ તે ખુબ ઉપયોગી હતી પરંતુ કોરોના સમયે મોટા ભાગની ટ્રેનો બંધ થઇ તેની સાથોસાથ આ પોરબંદર રાજકોટ લોકલ ટ્રેન બંધ કરી દેવાઈ હતી . કોરોનનો કાળ પુરો થઈ ગયા બાદ મોટાભાગની ટ્રેનો શરૂ થઇ ગઇ છે પરંતુ રાજકોટની લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી નથી . મુસાફરો માટે આ ટ્રેન ખુબ જ ઉપયોગી હતી . પરંતુ તંત્ર દ્વારા ગંભીરતા દાખવવાને બદલે બેદરકારી દાખવવામાં આવી છે. તેથી તાજેતરમાં ડી.આર.યુ.સી.સી.ની મીટીંગનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે તેમાં આ મુદ્દાને સમાવીને પોરબંદર રાજકોટ, વાયા જામનગરની ટ્રેન શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયા દ્વારા માંગણી કરવામાં આવી છે .