ગુજરાતમાં કાંતિલ ઠંડીનો પ્રકોપ,જનજીવન પર ભારે અસર : નલિયામાં 4.2 ડિગ્રી લઘુતમ તાપમાન

26 Dec 22 : ગુજરાતમાં ઠંડીને કારણે લોકો થીજી ઉઠ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો ગગડ્યો છે.જેને લઈને કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.ખાસ કરીને અમદા વાદ,રાજકોટ, વડોદરા,સુરત,ગાંધીનગર સહિત શહેરોમાં વહેલી સવાર અને રાત્રીના સમયે લોકો ઘરોમાંથી પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે.જેથી દરેક લોકોએ વધુ સતર્કતા રાખવી જરૂરી રહેવાની છે.ખાસ કરીને વહેલી સવારે અને સાંજના પડતાના સમયે પવનની ગતિ પણ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ આ કાતિલ પવનને કારણે લોકોમાં બીમારીના કેસો પણ વધી રહ્યા છે.શરદી,ઉધરાશ,ગાળામાં ખારાશ અને તાવના કેસોમાં પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઉતરી પવન ફુંકાવવાને કારણે ગુજરાતમાં હવે કોલ્ડ વેવ વરસી રહ્યો છે.ખાસ કરીને આગામી દિવસોમાં હજુ પણ પારો ગગડવાની શક્યતાઓ વધી રહી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાપમાનની વાત કરવામાં આવે છે.કચ્છના નલિયામાં પારો ન્યુનતમ સપાટી પર છે. અહીં તાપમાન 4.2 ડિગ્રી જોવા મળી રહ્યું છે.તો ભુજ અને કંડલામાં પણ 10 ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે.તો અમદાવાદ શહેર પણ આ કાતિલ ઠંડીના પ્રકોપથી બાકાત નથી અહીં પણ 12 ડિગ્રી સુધીનો ન્યુનતમ ઠંડીનો પારો નોંધાયો છે.અમદાવાદ ઉપરાંત રાજ્યના પાટ નગર ગાંધીનગર,વડોદરા,સુરત,સૌરાષ્ટ્રના રાજકોટ,જામનગર,અમરેલી સહિતના વિસ્તારોમાં પણ ઠંડીનો કડકડતો અનુભવ થઇ રહ્યો છે.

આગામી દિવસોમાં જો વધુ પ્રમાણમાં ઠંડી પડે તો લોકોના જનજીવન પર પણ ભારે અસર થઈ શકે છે.ઠંડીના કારણે હાલ લોકો ગરમ કપડાઓનો સહારો લઈ રહ્યા છે.છેલ્લા 3 દિવસથી અચાનક જ ઠંડી વધવાને કારણે લોકો ગરમ કપડાંની ખરીદી શરૂ કરતાં ગરમ કપડાંની માર્કેટો પણ લોકોથી ઊભરી પડી છે. લોકો ગરમ કપડાંની ખરીદી કરી રહ્યા છે.

વધુમાં વાંચો… મોડાસા શહેરની સહયોગ બાયપાસ ચોકડી નજીક એક ફ્લેટમાં અને 420 બંગ્લોઝ પાસે ચાલતો દેહવેપાર, સ્પાની આડમાં કુટણખાના ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓ અને ટોક ઓફ ધ ટાઉન

મોડાસા શહેરમાં બિલાડીની ટોપની માફક ગેસ્ટ હાઉસ ખુલી રહ્યા છે શહેરના કેટલાક ગેસ્ટ હાઉસ ફક્ત ને ફક્ત દેહવેપારના વેપલો ચલાવવામાં આવી રહ્યો છે શહેરના બાયપાસ રોડ પર, હજીરા વિસ્તારમાં કેટલાક ગેસ્ટ હાઉસમાં અમદાવાદના દલાલો મારફતે રૂપલલનાઓ લાવી કુટણખાનું ચલાવી રહ્યું છે શહેરના અનેક યુવાનો અને રંગીન મીજાજી લોકો કુટણખાનાના વ્યસની બની રહ્યા છે શહેરના ગેસ્ટ હાઉસોમાં ધમધમતા દેહવિક્રિયના ધંધા સામે પોલીસતંત્ર મૂક પ્રેક્ષક બની રહ્યું છે કે પછી આશીર્વાદના પગલે ગેરકાયદેસર દેહવિક્રિયના ધંધાર્થીઓ બિન્દાસ્ત બન્યા સહીત ચર્ચાએ જોર પકડ્યું છે.

મોડાસા શહેરમાં ધમધમતા દેહવિક્રિયના ધંધામાં 18 વર્ષની યુવતીઓથી લઈને 58 વર્ષની વૃદ્ધા પણ ગરીબીના પગલે દેહવેપાર કરવા મજબુર બની છે શહેરના સહયોગ ચોકડી નજીક આવેલા એક ફ્લેટમાં મોડલિંગ કરતી યુવતીઓ લાવી એક દંપતી ગેરકાયદેસર દેહવિક્રિયનો ધંધો ચલાવી રહ્યું છે ફ્લેટમાં રહેતા અન્ય પરિવારો અને તેમના સંબંધી પણ ભારે સંકોચ અનુભવી રહ્યા હોવા છતાં દંપતીના ખોફ સામે બોલવા તૈયાર નથી

મોડાસા શહેરના ગેસ્ટ હાઉસમાં અમદાવાદના દલાલો મારફતે રૂપલલનાઓ સપ્લાય કરવામાં આવે છે અને દર અઠવાડીએ દેહવિક્રિય કરતી યુવતીઓની અદલાબદલી કરવામાં આવી રહી છે દેહવેપારનો વેપલો ચલાવતા સંચાલકો વૉટ્સઅપ અને ટેલિગ્રામ મારફતે યુવતીનો ફોટા તેમના ગ્રાહકોને મોકલી લલચાવી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસ અને એસઓજી પોલીસ ગેરકાયદેસર દેહવિક્રિયનો ધંધો ચલાવતા ગેસ્ટ હાઉસ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

વધુમાં વાંચો… થર્ટી ફર્સ્ટમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અધીરા બન્યા : ધનસુરા પોલીસે કારમાંથી 1.93 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગર ફરાર

થર્ટી ફર્સ્ટમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અધીરા બન્યા : ધનસુરા પોલીસે કારમાંથી 1.93 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગર ફરારગાંધીના ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની રેલમછેલ થતી હોવાનું જગજાહેર છે થર્ટી ફર્સ્ટના પગલે વિદેશી દારૂની માંગમાં ઉછાળો આવતા બુટલેગરો મોટી માત્રામાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ રાજસ્થાનને અડીને આવેલી આંતરાજ્ય સરહદ પર કડક ચેકીંગ હાથધરાતા બુટલેગરો અંતરિયાળ રોડ મારફતે વિદેશી દારૂની ખેપ મારી રહ્યા છે ધનસુરા પોલીસે આમોદરા ત્રણ રસ્તા નજીક સ્વીફ્ટ કારમાંથી 1.93 લાખથી વધુનો દારૂ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ધનસુરા પોલીસ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી હોય તેમ વિવિધ વાહનો મારફતે ઠલવાતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી રહી છે આમોદરા ત્રણ રસ્તા નજીક વાહનોનું ચેકીંગ હાથધરતા વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર કિશોરપુરા ચોકડી થી આવી રહી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની વોચ ગોઠવાતા દારૂ ભરેલી કાર આવતા અટકા વવા પ્રયાસ કરતા બુટલેગર કાર રોડ પર મૂકી રફુચક્કર થઇ ગયો હતો પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-588 કીં.રૂ.193200 સહીત 6.93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here