04 Sep 22 : વડોદરા ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશનના  હોદ્દેદારો સ્થાયી સમિતિના સભ્યોની સંકલન સમિતિમાં પક્ષના નેતાએ મશીનથી રોડ ની સફાઈનો કોન્ટ્રાક્ટ લેવાની વાત કરતા ભાજપના પ્રદેશ મહામંત્રીએ તેઓને બધાની વચ્ચે ખખડાવી નાખ્યા હતા અને આવી અયોગ્ય માંગણી કરવા થી તમારી અને પક્ષની પ્રતિષ્ઠા પર અસર પડે છે તેવી ટીકા પણ કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક પૂર્વે ભારતીય જનતા પાર્ટીના સયાજીગંજ સ્થિત કાર્યાલય ખાતે કોર્પોરેશનના હોદ્દેદારો સ્થાયી સમિતિના સભ્યો અને ભાજપના હોદ્દેદારોની એક સંયુક્ત સંકલન સમિતિ દર અઠવાડિયે મળતી હોય છે જેમાં અવારનવાર ભાજપના જ સભ્યો વચ્ચે ચાલતી ભાનગઢ બહાર આવતી હોય છે એટલું જ નહીં વિવિધ વિકાસના કામોમાં ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ચર્ચામાં આવતો હોય છે. ગઈકાલે ભાજપની મળેલી સંકલન સમિતિની બેઠકમાં કોર્પોરેશનના ભાજપના નેતા એ સફાઈ ની કામગીરી અંગે ચર્ચા દરમિયાન જણાવ્યું કે મશીનથી જે રસ્તા ની સફાઈ કરવામાં આવી રહી છે તેનો કોન્ટ્રાક્ટ મને આપી દો હું સારામાં સારી રીતે કામગીરી કરીને બતાવીશ.

આ વાત સાંભળીને ભાજપના પ્રદેશ મહામંત્રી એ પક્ષના નેતાને ખખડાવી નાખ્યા હતા અને જણાવ્યું હતું કે, એક વખત કોર્પોરેશનનું નુકસાન થશે તો વાંધો નથી પરંતુ તમારે તમારો ફાયદો વિચારવાનો નથી કોર્પોરેટર તરીકે ધંધો કરવાનો નથી લોકોના કામ કરવાના છે આવું વિચારશો તો તમને અને પક્ષની પ્રતિષ્ઠા ને  પણ નુકસાન થશે.

  • વડોદરા હાઈવે પરથી ફરી એકવાર દારૂનો જથ્થો ભરેલી કાર પકડાઈ

04 Sep 22 : વડોદરામાં દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસે સતત ઝુંબેશ જારી રાખી હોવા છતાં ખેપીયાઓ દ્વારા હજી પણ દારૂની ખેપ મારવામાં આવી રહી છે. આગામી તહેવારોને અનુલક્ષીને પરપ્રાંતમાંથી દારૂનો મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાની વિગતો મળતા શહેર પોલીસ દ્વારા હાઇવે ના નાકાઓ ઉપર વોચ રાખવામાં આવી છે.

File Image
File Image

ગઈ રાતે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ વાઘોડિયા ચોકડી પાસે વોચમાં હતી તે દરમિ યાન આજવા રોડ તરફથી આવી રહેલી એક કારને પોલીસે ઉભી રાખી ચેક કરતા તેમાંથી રૂ 81 હજારની કિંમતની દારૂની 440 અને બીયરની 48 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે કારમાંથી નામચીન બુટલેગર શૈલેષ જગન્નાથ વસાવા તેમજ તેના સાગરીત રાજેન્દ્ર પ્રતાપ ઉર્ફે રાજુ સિયારામ વર્મા (ચાપડ ગામ,વડોદરા) ને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પૈકી શૈલેષ વસાવા સામે અગાઉ દારૂ અને મારામારીના 14 જેટલા ગુના નોંધાય છે અને તેની ત્રણ વાર પાસા હેઠળ અટકાયત પણ થઈ છે. વડોદરા માં દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસે સતત ઝુંબેશ જારી રાખી હોવા છતાં ખેપીયાઓ દ્વારા હજી પણ દારૂની ખેપ મારવામાં આવી રહી છે. આગામી તહેવારોને અનુલક્ષીને પરપ્રાંતમાંથી દારૂનો મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાની વિગતો મળતા શહેર પોલીસ દ્વારા હાઇવે ના નાકાઓ ઉપર વોચ રાખવામાં આવી છે. ગઈ રાતે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ વાઘોડિયા ચોકડી પાસે વોચમાં હતી તે દરમિયાન આજવા રોડ તરફ થી આવી રહેલી એક કારને પોલીસે ઉભી રાખી ચેક કરતા તેમાંથી રૂ 81 હજારની કિંમતની દારૂની 440 , બીયરની 48 નંગ બોટલો મળી આવી હતી.

પોલીસે કારમાંથી નામચીન બુટલેગર શૈલેષ જગન્નાથ વસાવા તેમજ તેના સાગરીત રાજેન્દ્ર પ્રતાપ ઉર્ફે રાજુ સિયારામ વર્મા (ચાપડ ગામ તા. વડોદરા) ને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ પૈકી શૈલેષ વસાવા સામે અગાઉ દારૂ અને મારામારીના 14 જેટલા ગુના નોંધાય છે અને તેની 3 વાર પાસા હેઠળ અટકાયત પણ થઈ છે.