BJPની સાયલન્ટ ટીમે વિધાનસભાની ચૂંટણીઓમાં તૈયારીઓ તેજ કરી, આ પ્રકારે થઈ રહી છે તૈયારીઓ

02 Oct 22 : ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા તેજ કરવામાં આવી રહી છે. ભાજપથી લઈને કોંગ્રેસ પક્ષ કે આમ આદમી પાર્ટી તેમજ એઆઈએમઆઈએમ ચૂંટણીલક્ષી તૈયારીઓમાં વ્યસ્ત છે. ગુજરાતમાં આચાર સંહીતા લાગુ થવાની છે ત્યારે બીજેપીની રણનિતી ચૂંટણીને લઈને તેજ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં કેન્દ્રીય નેતૃત્વની સિધી નજર ગુજરાત પર છે. બીજેપી અમિત શાહથી લઈને મોટા નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

ઉમેદવારોની પસંદગીથી લઈને બીજેપીનું શક્તિ પ્રદર્શન સહીતના કાર્યક્રમો અને બેઠકોનો ધમધમાટ શરુ થઈ ગયો છે. ભાજપની સાયલન્ટ ટીમે વિધાનસભાની ચૂંટણીઓમાં તૈયારીઓ તેજ કરી છે.જે જવાબદારી વિવિધ રીજનમાં સોંપવામાં આવી છે તેને લઈને આ પ્રચારથી લઈને માઈક્રો પ્લાનિંગને અનુસરીને કામગિરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બુથ સ્તરની જવાબદારીઓ પણ સોંપવામાં આવે છે. કઈ બેઠક માઈનસમાં છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જવાબદારી સોંપાઈ ચૂકી છે અને કામગિરી પણ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં બીજેપી દ્વારા કયા પ્રકારની કામગિરી પૂર્ણ થઈ છે, કઈ કામગિરી ચાલી રહી છે. તેમજ કયા પ્રકારની કામગિરી કરવી તે તમામ બાબતોને લઈને બીજેપીની અમિત શાહની ઉપસ્થિતિમાં બેઠકો આજે બપોરથી શરુ થઈ રહી છે.

ખાસ કરીને ગુજરાતમાં ક્યાં ધ્યાન આપવાની જરુરી છે તે બાબતે હોમ ટાઉન ગુજરાતમાં અમિત શાહ રણનિતી ઘડશે. તેઓ બીજેપીની ચાણક્ય માનવામાં આવે છે. ત્યારે આજે કમલમ ખાતે મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે. સરકાર અને સંગઠનના હોદ્દેદારો આ બેઠકની અંદર જોડાશે.મોરચાના પદાધિકારીઓ સાથે પણ અમિત શાહ વન ટુ વન બેઠક કરશે. આ ઉપરાંત અન્ય જરુરી સૂચનો પણ તેમના દ્વારા આપવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉચ્ચસ્તરીય બેઠકો અને કેન્દ્રીય પ્રધાનો અને દિગ્ગજોના પ્રવાસો યોજવામાં આવી રહ્યા છે.

ભાવનગર નગરપાલિકાના કર્મચારીઓની પડતર પ્રશ્ને આંદોલનની ચિમકી આપી રહ્યાં છે.

02 Oct 22 : ભાવનગર નગરપાલિકા કર્મચારી મહામંડળ તથા નગરપાલિકા કર્મચારી મહામંડળ નગરપાલિકાઓના કર્મચારીઓ માટે કામ કરતા સંગઠનો છે અને કર્મચારીઓની માંગણીઓ, રજુઆતો, સુધારણાઓ અંગે સંગઠનોના હોદ્દેદારોએ ફરિયાદ કરી છે. પડતર પ્રશ્ન તત્કાલ હલ કરવા માંગણી કરી છે અને જો પ્રશ્ન હલ નહી થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

નગરપાલિકાઓના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો બાબતે કમિશનર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારીઓના પડતર પ્રશ્ને, માંગણીઓ, સુધારણાઓ અંગે કોઈ અસરકારક પોલિસી ના બનાવવાના કારણે મહામંડળો દ્વારા કર્મચારીઓની સાથે કરવામાં આવતા અન્યાય અંગે પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી અને ત્યારબાદ મહામંડળો દ્વારા પડતર પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત બાબતે હજુ સુધી કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ માટે ડીમાન્ડ નોટીસ આપવામાં આવેલ છે. આવેદનપત્રો મુજબની કોઈ કાર્યવાહી થયેલ ના હોવાથી મહામંડળોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાઓના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ ગણવા તથા મંજુર મહેકમની ખાલી જગ્યાઓ પર વર્ષોથી ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને સમાવવા, જુની પેન્શનના લાભો આપવા આકસ્મિક અવસાનના કિસ્સાઓમાં રહેમરાહે નોકરી આપવા જેવા પડતર પ્રશ્ને અંગે કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here