સૌરાષ્ટ્રની બજારોમાં તેજીનો માહોલ, ખરીદી કરવા માટે ચિક્કાર ભીડ ઉમટી

18 Aug 22 : સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારમાં રોનક વધતી જાય છે. સૌરાષ્ટ્રના લોકો ઉત્સવપ્રેમી છે અને એમાં પણ સાતમ આઠમનો તહેવાર દિવાળી પછીનો સૌથી મોટો તહેવાર ઉજવાય છે અને જાણે મીની વેકેશનની માફક રજા પડે છે. સૌરાષ્ટ્રના લોકો તહેવાર નજીક હોવાને કારણે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રસ્ય જોવા મળ્યા હતા.

રક્ષાબંધનનો તહેવાર ત્યારબાદ સાતમ આઠમનો તહેવાર નજીક છે તે માટે સૌરાષ્ટ્રના લોક્કો નાસ્તા, મીઠાઈ, રમકડાંથી લઈને ઇલેક્ટ્રિક અને વસ્ત્રોની દુકાને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં ખરીદીની મૌસમ ખુલી છે તે માટે અને બેંકોમાં રાજા હોવાને કારણે એટીએમમાં પણ નાણાં ઉપાડવા માટે લાઈનો લાગી હતી. જો કે તહેવાર સમયે જ બહારની મીઠાઈ તેમજ અન્ય ખાદ્યચીજ ખરીદવાની મૌસમ છે તેવામાં તબીબના જણાવ્યા પ્રમાણે બહારના ખોરાકથી જ લોકોનું આરોગ્ય જોખમાય છે.

એક તરફ તહેવાર નજીક હોવાથી હરવાફરવા સ્થળોએ લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ બજારોમાં વિવિધ વસ્તુઓની ખરીદી માટે ભારે ભીડના દ્રસ્યો જોવા મળી રહ્યા હતા. જન્માષ્ટમીના તહેવારમાં સાતમ આઠમના પરંપરાગત ફરસાણ અને મીઠાઈ માટે કરિયાણાની દુકાને અને મીઠાઈની દુકાને લોકોની ભીડ સર્જાઈ હતી. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે ભાઈ પોતાની બહેન માટે ભેટ લેવા માટે ગિફ્ટ તેમજ ઇલેક્ટ્રિક દુકનો પર ભીડ જોવા મળી હતી. હાલનો સમય ડિજિટલ થયો છે ત્યારે રક્ષાબંધનઆ તહેવાર પર ભાઈ બહેનને મોબાઈલ જેવી ભેટ પણ આપે છે ત્યારે શહેરની મોબાઈલની દુકાનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી.

સૌરાષ્ટ્રમાં ખરીદીની મૌસમ ખુલતા જ વ્યાપારીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા બે વર્ષથી જન્માષ્ટમીનો તહેવાર કોરોનાને કારણે ઘરમાં જ ઉજવ્યો હતો જયારે આ વર્ષે તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કર્યું છે અને 2 વર્ષ બાદ સાતમ આઠમ તહેવારના લીધે બજારોમાં ફરી રોનક દેખાણી છે.