આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કોબિનેટ, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

03 Aug 22 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થા આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે યોજાનારી આ બેઠકમાં મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવશે. આજે કેબિનેટમાં ખાસ કરીને મંકીપોક્સ, પશુઓમાં પ્રસરતા લમ્પી, 15મી ઓગસ્ટ તિરંગા દિવસ અને પ્રઘાનમંત્રી મોદીના પ્રવાસને લઈને ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત લઠ્ઠાકાંડ મામલે થઈ રહેલી તપાસની કામગિરીને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે.

મહિનામાં દર બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. સ્વર્ણિમ સંકુલ ખાતે મળનારી કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તમામ સચિવો, કેબિનેટ કક્ષાના મંત્રીઓ હાજર રહેતા હોય છે. ત્યારે આજે પણ આ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. જેમાં ખાસ કરીને લઠ્ઠાકાંડની બનેલી ઘટના બીજીવાર ના બને તે બાબતે ખાસ વિશેષ ધ્યાન અપાશે તેમજ ગઈકાલે મુખ્યમંત્રી લમ્પીગ્રસ્ત કચ્છ વિસ્તારની મુલાકાત લીધી હતી જેથી આજે જરૂરી સૂચનો રાજ્ય લેવલના સીએમ કરી શકે છે.

ઝેરીદારુ કાંડ મામલે વિગતવાર જોઈએ તો 25 જુલાઈના રોજ બરવાડામાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનામાં અત્યાર સુઘી મોટી સંખ્યામાં લોકો ના મોત થયા છે ત્યારે આ મામલે હજૂ પણ તપાસ ચાલી રહી છે ત્યારે આ બાબતે કઈ રીતની તપાસ પહોંચી છે અને કેવી રીતે તપાસ કરવા માં આવી રહી છે.

આ ઉપરાંત મંકીપોક્સના કારણે ભારત દેશમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે ત્યારે આ મામલે પણ ગુજરાતમાં હજૂ સુધી એક પણ કેસ નથી નોંધાયો પરંતુ કોઈ કેસ ના આવે તે બાબતે તકેદારીને લઈને ચર્ચા કરવામાં આવશે. ઓગસ્ટના મહિનામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રીવરફ્રન્ટમાં 7,000 ચરખા સાથેના વિશ્વના સૌથી મોટા ચરખા એક્ઝિબિશનમાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન દેશના ઉપરાષ્ટ્રપતિ પણ અમદાવાદમાં ઉપસ્થિત રહેશે આમ તમામ બાબતોને લઈને તૈયારીઓની સમક્ષા કરવામાં આવશે.

  • DNH માં 108 એમ્બ્યુલન્સની ઝડપી સેવા મળી રહે એના માટે નવી ટેકનીકનો શુભારંભ કરાયો

03 Aug 22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ સંઘ પ્રશાસન અને GVKEMRI દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવામા નવી ટેક્નિક NG 108 New Generation નુ ઉદઘાટન સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે.દાસના હસ્તે કરવામા આવ્યુ હતુ.

એમની સાથે ડો. દર્શન માંહ્યાવંશી અને ડો. નારાયન મામત ઉપસ્થીત રહ્યા હતા. સંઘપ્રદેશમા છેલ્લા દસ વર્ષથી 108 એમ્બ્યુલન્સની સેવા ચાલી રહી છે આ સેવાઓને વધુ સારી બનાવવા માટે એક નવી ટેકનીકની શરૂઆત કરવામા આવી છે. આ ટેકનીકથી લોકોને 108 ઘણા ઓછા સમયમા તાત્કાલિક પ્રભાવથી પ્રાપ્ત થશે અને નજીકની હોસ્પીટલમા પેશન્ટની જાણકારી પહોંચી જશે.જેનાથી તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાશે અને દરેક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ જાણકારી રહેશે. જેનાથી 108 દ્વારા સંઘ પ્રદેશના દરેક નાગરિકને આનો લાભ પ્રાપ્ત થઇ શકશે.

કોઈપણ પ્રકારની ઇમરજન્સી અને આપાતકાલીન પરિસ્થિતિમા NG 108 કારગત સાબિત થશે હાલમા સંઘપ્રદેશ 108ની સેવા સમગ્ર દેશમા સૌથી ઓછા સમયમા રિસ્પોન્સ ટાઈમ લોકો સુધી પહોંચે છે. સંઘ પ્રશાસન ભવિષ્યમા 108ની સેવાને વધુ સારી બનાવશે જેનાથી લોકોને સારો લાભ મળી શકશે. ઉલ્લેખનીય છે કે દેશમાં દાદરા નગર હવેલી એક એવો પ્રદેશ છે. જ્યાં 108 દ્વારા 3 પ્રકારે સેવા પૂરી પડાય છે. આ વિસ્તાર ડુંગરાળ તેમજ નદી નાળાથી ઘેરાયેલ છે