રેલવે બોર્ડના અધ્યક્ષ તેમજ સીઈઓ એ પશ્ચિમ રેલવે મુખ્યાલયની મુલાકાત કરી

09 Nov 2021 : રેલવે બોર્ડ ના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીશ્રી સુનીત શર્માએ 7 નવેમ્બર,2021ના રોજ ચર્ચગેટ,મુંબઈ ખાતે પશ્ચિમ  રેલવે મુખ્યાલય નીમુલાકાત લીધી. તેઓએ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકશ્રી આલોક કંસલ, વિવિધ વિભાગો અને  મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક ની સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે રેલવે બોર્ડના અધ્યક્ષ-મુખ્ય કાર્યકારી અધિકારીને એક સ્મૃતિ ચિન્હની સાથે જ “ફિલોસોફીના સિદ્ધાંતો”ને ફ્રેમ કરીને રજુ કર્યું.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે દ્વારા પ્રસ્તુત  કરેલી  એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલવે પર ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ / વિકાસ અને સિદ્ધિઓ અંગે અધ્યક્ષને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. શ્રી શર્માએ પશ્ચિમ રેલવેના બિઝનેસ ડેવલપમેન્ટ એકમોની કામગીરીની સમીક્ષા કરી હતી અને ‘હંગ્રી ફોર કાર્ગો’ના ઉદ્દેશ્ય સાથે નૂર ચળવળ વધારવા માટે પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલા પ્રયાસો – પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. રેલ્વે બોર્ડના અધ્યક્ષે તેમના સંબોધનમાં પશ્ચિમ રેલ્વેના પ્રયત્નો , સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને અધિકારીઓને કર્મચારીઓના કલ્યાણ માટેના પગલાંને વધારવા તેમજ સલામતી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી હતી.

પશ્ચિમ રેલ્વે પર ચાલી રહેલા વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ જેવી કે નવી લાઇન, ગેજ કન્વર્ઝન, ડબલીંગ વગેરેની વિગતવાર ચર્ચા કરવા માં આવી હતી. શ્રી શર્માએ સ્ટેશન રિડેવલપમેન્ટ સહિત તમામ પ્રોજેક્ટને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખર્ચના તર્ક સંગતકરણ ની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. શ્રી શર્માએ ચર્ચગેટ સ્ટેશન પર નવા બંધાયેલા જાહેર ફરિયાદ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. તેમણે મોટરમેન અને ગાર્ડ માટે ચર્ચગેટ ખાતે ક્રૂ લોબી અને ટ્રાન્ક્વીલીટી રૂમની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

શ્રી શર્માએ ઉપનગરીય લોકલ થી દ્વિતીય શ્રેણી ના કોચ માં ચર્ચગેટ થી મુંબઈ સેન્ટ્રલ સુધી મુસાફરી કરી. પોતાની મુસાફરી દરમિયાન તેઓએ મુસાફરી સાથે વાત ચીત કરી અને તેઓના જાણ્યા. તે પછી તેઓએ વેટીંગ રૂમ નું નિરીક્ષણ કર્યું તથા સાથે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર સ્થિત એક શુદ્ધ, અત્યાધુનિક રિટાયરિંગ રૂમ “અર્બન પૉડ” ની પણ મુલાકાત લીધી. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ની પોતાની મુલાકાત પછી શ્રી શર્મા એ ડિવિઝન ઓફિસ માં યૂનિફાઈડ કમાંડ એન્ડ કન્ટ્રોલ સેન્ટ્રલ (UCCC) નું ઉદ્ધઘાટન કર્યું. મુંબઈ ડિવિઝન ની યુસીસીસી ભારતીય રેલ્વે પર એક અજોડ પહેલ છે, જો કોઈ ઉન્નત અને અત્યાધુનિક વિશેષતાઓ થી લૈસ છે. શ્રી શર્મા યુસીસીસીસી થી પ્રભાવિત થયા અને તેઓએ આ ઉન્નત ટેક્નિક ની પ્રશંસા કરી. 587 ચોરસ મીટર ના ક્ષેત્ર માં નિર્મિત યુસીસીસી ને એગ્રોનોમિક વિશેષતાઓ અને અત્યાધુનિક પરિવેશ ની સાથે સૌંદર્યપૂર્ણ રૂપ થી ડિઝાઇન કરવામાં આવી છે.